
IPL 2026નો રોમાંચ હવે ધીરે-ધીરે વધી રહ્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆત 28 માર્ચના રોજ થઈ હતી અને તમામ ટીમો અત્યાર સુધી 1-1 મેચ રમી ચૂકી છે. આ સિઝનમાં કઈ ચાર ટીમો પ્લેઓફમાં પહોંચશે તેનો અંદાજ લગાવવો અત્યારે ઘણો મુશ્કેલ લાગી રહ્યો છે પરંતુ આ અંગે ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને દિલ્હી કેપિટલ્સના મેન્ટર રહી ચૂકેલા કેવિન પીટરસને મોટી ભવિષ્યવાણી કરી છે. પીટરસને એવી ચાર ટીમના નામ આપ્યા છે કે, જે આ સિઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે.
દિલ્હી કેપિટલ્સના પૂર્વ મેન્ટર પીટરસનના જણાવ્યા અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ (MI), દિલ્હી કેપિટલ્સ (DC), રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) IPL 2026ના પ્લેઓફમાં પહોંચી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, ખેલાડીઓના અચાનક ઈજાગ્રસ્ત થવાને કારણે આમાં ફેરફાર પણ થઈ શકે છે. પીટરસને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’ પર લખ્યું કે, આ સિઝનમાં IPLના પહેલા રાઉન્ડના મુકાબલા જોયા બાદ અને અત્યારની સ્થિતિ મુજબ MI, DC, RR અને PBKS એવી ચાર ટીમ હશે કે, જે પ્લેઓફમાં પહોંચી શકે છે.
Having watched the first round of matches in the IPL this season, as it stands, just on observations, this could be the top 4.
MI, DC, RR, PUNJAB
This can all change with injuries etc, but that’s how I see it atm.
— Kevin Pietersen (@KP24) April 3, 2026
પીટરસને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને પોતાની આ લિસ્ટમાં એડ (Add) કરી નથી. તેમણે કહ્યું કે, “મારા મતે RCB માટે આ સિઝનમાં મિડલ ઓવર્સ, સ્પિનરો અને હેઝલવુડની ફિટનેસ ચિંતાનો વિષય રહેશે.” નોંધનીય છે કે, RCBએ ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી છે. ટીમે પ્રથમ મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટથી હરાવ્યું હતું. હવે આગામી મેચોમાં હેઝલવુડનું પ્રદર્શન કેવું રહે છે, તે જોવું રસપ્રદ રહેશે.
My concern with RCB is their middle overs and spinners. And Hazlewood’s fitness.
Remember – bowlers win you championships.— Kevin Pietersen (@KP24) April 3, 2026
પીટરસનના મતે, પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), ત્રણ વખતની વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને વર્ષ 2016માં ખિતાબ જીતનાર સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એ આ સિઝનમાં ટોપ-4માં પહોંચવા માટે કંઈક ખાસ કરવું પડશે અને પોતાની રમતમાં મોટા ફેરફાર લાવવા પડશે. 6 મુકાબલા બાદ IPL 2026ના પોઈન્ટ્સ ટેબલમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 4.171 ના નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે બીજા ક્રમે RCBનું નામ છે.