
LSG vs GT Match Result: મેચમાં Gujarat Titansએ શાનદાર પ્રદર્શન કરતા Lucknow Super Giants સામે 7 વિકેટથી જીત મેળવી. ચાર મેચમાં ગુજરાતની આ બીજી જીત છે અને બંને જીત સતત આવી છે. બીજી તરફ, લખનૌ ટીમ સતત બે જીત બાદ આ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો.
IPL 2026 માં શરૂઆત થોડી નબળી રહી હોવા છતાં, ગુજરાત ટાઇટન્સ હવે ફરી લયમાં આવતી દેખાઈ રહી છે. ટીમના કેપ્ટન Shubman Gill અને સ્ટાર બેટ્સમેન Jos Buttler ફોર્મમાં પરત ફરતાં ટીમને સતત સફળતા મળી રહી છે. દિલ્હી કેપિટલ્સ સામે એક રનની થ્રિલિંગ જીત બાદ, ગુજરાતે હવે બીજી સતત જીત નોંધાવી છે, જે ટીમ માટે આત્મવિશ્વાસ વધારનાર સાબિત થઈ રહી છે.
લખનૌના Ekana Cricket Stadiumમાં રમાયેલી આ મેચમાં બેટ્સમેન કરતા બોલરોનો જોર વધુ રહ્યો. ગુજરાત તરફથી Prasidh Krishnaે શાનદાર બોલિંગ કરી અને 4 વિકેટ લઈને જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. ગયા સિઝનમાં પણ ટોચના વિકેટ ટેકર રહેલા પ્રસિદ્ધે આ મેચમાં પણ પોતાની અસરકારક બોલિંગ ચાલુ રાખી.
મેચની શરૂઆતમાં Kagiso Rabada અને Mohammed Sirajએ લખનૌને ઝડપથી ઝટકા આપ્યા હતા, જેના કારણે ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી શકી નહોતી. ત્યારબાદ પ્રસિદ્ધ કૃષ્ણાએ Aiden Markram, Ayush Badoni, Nicholas Pooran અને મુકુલ ચૌધરીની વિકેટ લઈને લખનૌની બેટિંગ લાઇનને પૂરી રીતે દબાવી દીધી.
લખનૌની ટીમ 20 ઓવરમાં માત્ર 164 રન સુધી જ પહોંચી શકી. તેમની બેટિંગ એટલી નબળી રહી કે માર્કરામ સિવાય કોઈ પણ બેટ્સમેન 20 રનનો આંક પાર કરી શક્યો નહોતો. માર્કરામે ટીમ માટે સૌથી વધુ 30 રન બનાવ્યા. ગુજરાત તરફથી યુવા ઝડપી બોલર અશોક શર્માએ પણ સારો પ્રભાવ પાડી દીધો, જ્યારે સિરાજે કિફાયતી બોલિંગ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં રાખી.
Breaking News : IPL 2026માં Live મેચમાં Rajasthan Royals ના મેનેજરે ચલાવ્યો ફોન