SRH vs LSG : શાર્દુલ ઠાકુર સામે કાવ્યા મારનનું ‘AI’ નિષ્ફળ, હૈદરાબાદમાં આ રીતે બગાડ્યો ખેલ

Sunrisers Hyderabad vs Lucknow Super Giants : હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શાર્દુલ ઠાકુરે એવું કર્યું જેની ભાગ્યે જ કોઈ SRHના ચાહકે અપેક્ષા રાખી હશે. શાર્દુલ ઠાકુરે 'AI' જેને હૈદરાબાદની તાકાત કહેવામાં આવે છે તેમને સસ્તામાં આઉટ કર્યા હતા. શાર્દુલ ઠાકુરની કમાલ બોલિંગના કારણે SRHની શરૂઆત થોડી ખરબ થઈ હતી.

SRH vs LSG : શાર્દુલ ઠાકુર સામે કાવ્યા મારનનું AI નિષ્ફળ, હૈદરાબાદમાં આ રીતે બગાડ્યો ખેલ
Kavya Maran
Image Credit source: X
| Updated on: Mar 27, 2025 | 8:56 PM

કાવ્યા મારનનું AI હૈદરાબાદમાં લખનૌ સેમ નિષ્ફળ ગયું હતું. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની સાતમી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે બે બોલમાં બે વિકેટ લઈ હૈદરાબાદની શરૂઆત ખરાબ કરી હતી. શાર્દુલ ઠાકુરે પહેલા અભિષેક શર્માની વિકેટ લીધી અને ત્યારબાદ તેણે ઈશાન કિશનને પણ આઉટ કર્યો. ચાલો તમને જણાવીએ કે ઠાકુરે આ બંને બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો કેવી રીતે બતાવ્યો.

શાર્દુલ ઠાકુરનું મજબૂત પ્રદર્શન

શાર્દુલ ઠાકુરે નિકોલસ પૂરનના હાથે અભિષેક શર્માને કેચ આઉટ કર્યો. તેણે અભિષેક શર્માને શોર્ટ બોલ ફેંક્યો અને ડીપ સ્ક્વેર લેગ પર ઉભેલા પૂરને એક સરળ કેચ પકડ્યો. અભિષેક શર્મા પહેલા જ બોલથી શાર્દુલ ઠાકુર સામે આરામદાયક દેખાતો ન હતો.

 

અભિષેક બાદ ઈશાન કિશનને કર્યો આઉટ

અભિષેક પછી શાર્દુલ ઠાકુરે ઈશાન કિશનનો વારો બોલાવ્યો. આ ખેલાડી પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો. ઈશાન કિશને શાર્દુલ ઠાકુરના બોલને લેગ સાઈડની બહાર જઈને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો અને બોલ સીધો વિકેટકીપર પંતના હાથમાં ગયો. પરિણામે, છેલ્લી મેચમાં સદી ફટકારનાર ઈશાન કિશન પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો.

 

હૈદરાબાદનો પાવરપ્લે ધીમો રહ્યો

ઈશાન કિશન અને અભિષેક શર્માના આઉટ થવાથી હૈદરાબાદને ઘણું નુકસાન થયું. પાવર પ્લેમાં હૈદરાબાદની ટીમ ફક્ત 62 રન જ બનાવી શકી. જોકે આ રન ઘણા સારા છે પણ હૈદરાબાદની ટીમ આના કરતા ઘણી ઝડપી રમે છે. જોકે, હૈદરાબાદના 62 રનના પાવર પ્લેમાં ટ્રેવિસ હેડ દ્વારા 42 રન બનાવવામાં આવ્યા હતા. એકંદરે, લખનૌની ટીમ હૈદરાબાદની તોફાની બેટિંગને અમુક હદ સુધી રોકવામાં સફળ રહી.

આ પણ વાંચો: Breaking News : રોહિત શર્માએ ટીમ ઈન્ડિયામાં રમવાનો કર્યો ઈનકાર, આ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો