
ગુજરાત ટાઈટન્સ સામે મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન કોર્બિન બોશે 27 રનની ઝડપી ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગ દરમિયાન, તેણે બે છગ્ગા ફટકાર્યા હતા, જેમાં એક સિક્સર જોરદાર હતો. પરંતુ આ સિક્સર પછી, તેના માથા પર બોલ વાગ્યો હતો. આ બધુ 20મી ઓવરમાં થયું હતું. પ્રસિદ્ધ કૃષ્ણા બોલર હતો અને આખી ઘટના તેના પહેલા ત્રણ બોલમાં બની હતી.
કોર્બિન બોશ તેની હિટિંગ માટે જાણીતો છે અને ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં છેલ્લી ઓવરમાં, આ ખેલાડીએ પ્રસિદ્ધ કૃષ્ણાના પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી. આ છગ્ગો સ્ક્વેર લેગ તરફ ગયો હતો. કૃષ્ણાના બીજા બોલ પર બોશે શાનદાર સિક્સર ફટકારી હતી. આ સિક્સર અદ્ભુત હતી કારણ કે તેણે તેના માટે રિવર્સ સ્વીપ રમ્યો હતો. બોલ તેના બેટની ધારથી થર્ડ મેન ખેલાડીના ઉપરથી સિક્સર ગયો હતો. જેણે પણ આ સ્ટ્રોક જોયો તે આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે આ બોલ યોર્કર હતો, જેને બોશે બાઉન્ડ્રી લાઈનની પાર મોકલ્યો હતો.
I.C.Y.MI
If the first one was good ,
the second was even betterCorbin Bosch’s 2️⃣ outrageous shots for a vital finish
Updates ▶ https://t.co/DdKG6ZnEXS #TATAIPL | #MIvGT pic.twitter.com/3XAMxFUL0k
— IndianPremierLeague (@IPL) May 6, 2025
પ્રસિદ્ધ કૃષ્ણાના યોર્કર બોલ પર બોશે સિક્સર ફટકાર્યા બાદ ગુજરાતના બોલરે શાનદાર વાપસી કરી હતી. આ ખેલાડીએ એક શક્તિશાળી બાઉન્સર ફેંક્યો જે બોશના હેલ્મેટને વાગ્યો હતો. આ શોટથી બોશ મૂંઝવણમાં મુકાઈ ગયો. રમત થોડીવાર માટે રોકવી પડી અને રસપ્રદ વાત એ છે કે, તે બીજા બોલ પર રન આઉટ થઈ ગયો. બોશ પાકિસ્તાનની પીએસએલ છોડીને ભારત આવ્યો અને આનાથી તે ચર્ચામાં આવ્યો હતો. મુંબઈએ 20 ઓવરમાં ફક્ત 155 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: MI vs GT : સૂર્યકુમાર યાદવે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો, IPLમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી
Published On - 10:49 pm, Tue, 6 May 25