IPL 2025 : DC vs MI મેચમાં જોરદાર લાતો અને મુક્કાબાજી, મહિલાએ મારી થપ્પડ, જુઓ વીડિયો

અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ભારે હોબાળો જોવા મળ્યો હતો. જ્યાં ચાહકો એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. આ દરમિયાન ચાહકોએ એકબીજાને લાતો અને મુક્કા માર્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.

IPL 2025 : DC vs MI મેચમાં જોરદાર લાતો અને મુક્કાબાજી, મહિલાએ મારી થપ્પડ, જુઓ વીડિયો
DC vs MI
Image Credit source: X
| Updated on: Apr 14, 2025 | 4:38 PM

IPL 2025ની 29મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 12 રનથી વિજય મેળવ્યો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ ખૂબ જ રોમાંચક રહી, જ્યાં ચાહકોને ચોગ્ગા અને છગ્ગાની ઘણી બધી ઝલક જોવા મળી. જોકે, મેચ દરમિયાન સ્ટેન્ડમાં ચાહકોમાં અંધાધૂંધી પણ જોવા મળી હતી. જ્યાં ચાહકો એકબીજા સાથે લડ્યા અને એકબીજાને લાતો અને મુક્કા મારવા લાગ્યા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દિલ્હી-મુંબઈની મેચમાં લાત અને મુક્કાબાજી

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની આ મેચને લગતા એક વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં ચાહકોમાં ઘણો હંગામો જોવા મળ્યો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મેચ દરમિયાન કેટલાક ચાહકો એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા અને એકબીજા પર જોરદાર હુમલો કરવા લાગ્યા હતા. આ ઘટનામાં એક મહિલા પણ સામેલ હતી, જે આ લડાઈમાં પાછળ રહી નહીં. આ મહિલા ચાહકે અન્ય એકને જોરદાર થપ્પડ પણ મારી દીધી હતી. જોકે, આ લડાઈ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. લડાઈ રોકવા માટે સુરક્ષા કર્મચારીઓને પણ દરમિયાનગીરી કરવી પડી. આ વીડિયો હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

ચેન્નાઈ-પંજાબની મેચમાં પણ થઈ હતી બબાલ

આ પહેલા 8 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ચાહકો વચ્ચે ઝઘડો પણ જોવા મળ્યો હતો. ત્યારે પંજાબ કિંગ્સની સહ-માલિક અને બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ ચાહકોના દિલ જીતવા સ્ટેડિટમાં હાજર ફેન્સ તરફ ટી-શર્ટ ફેંકી હતી, જેના કારણે ચાહકો વચ્ચે ઝઘડો થયો હતો અને ભારે હોબાળો મચી ગયો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક જીત નોંધાવી

આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ખાસ હતી. તેમણે મેચમાં જોરદાર વાપસી કરી અને જીત મેળવી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા. જેના જવાબમાં દિલ્હીની ટીમ 19 ઓવરમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. એક સમયે દિલ્હીએ 135 રન પર ફક્ત 2 જ વિકેટ ગુમાવી હતી. પરંતુ આ પછી મુંબઈએ જોરદાર વાપસી કરી અને સિઝનની બીજી જીત હાંસલ કરી.

આ પણ વાંચો: પ્રીતિ ઝિન્ટાને મળી ગયો નવો પાર્ટનર, IPL 2025 વચ્ચે મળ્યા સારા સમાચાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો