
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની ફાઈનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ફાઈનલ મેચ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવાની હતી પરંતુ ભારત-પાકિસ્તાન તણાવને કારણે ટુર્નામેન્ટ 10 દિવસ માટે બંધ કરી દેવામાં આવી હતી. હવે આ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ફાઈનલ પહેલા અમદાવાદમાં એક ક્લોઝિંગ સેરેમની યોજાશે, જેમાં ઘણા દિગ્ગજો ભાગ લેશે.
ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ખાસ બનવાની છે. ફેમસ ગાયક શંકર મહાદેવન ભારતીય સશસ્ત્ર દળોને અદ્ભુત રીતે શ્રદ્ધાંજલિ આપશે. તેમનું પ્રદર્શન ઓપરેશન સિંદૂરમાં સામેલ બહાદુર સૈનિકોનું સન્માન કરશે અને દુ:ખદ પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપશે.
A Grand #Final. A Grander Salute.
As the final chapter of #TATAIPL 2025 unfolds, we take a moment to applaud our nation’s true heroes, the Indian Armed Forces.
Get ready to witness an unforgettable evening where patriotism takes centre stage and music moves the soul,… pic.twitter.com/QucxvMXhAW
— IndianPremierLeague (@IPL) June 2, 2025
ક્લોઝિંગ સેરેમની ભારતીય સમય મુજબ સાંજે 6:00 વાગ્યે શરૂ થશે. તેનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ પર થશે જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઈટ પર થશે.
RCB અને પંજાબ વચ્ચે મજેદાર ટક્કરની અપેક્ષા છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 36 IPL મેચ રમાઈ છે, જેમાં પંજાબ કિંગ્સે 18 જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 18 મેચ જીતી છે. ક્વોલિફાયર-1 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સ સામે જીત મેળવી હતી.
પંજાબ કિંગ્સની વાત કરીએ તો, તેઓએ ક્વોલિફાયર-2 માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચ રમાઈ છે, જેમાં RCBએ બે મેચ જીતી છે અને પંજાબે એક મેચ જીતી છે. આવી સ્થિતિમાં, આ ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રહેશે.
આ પણ વાંચો: IPL 2025 : ફાઈનલ મેચ પણ વરસાદના કારણે ધોવાઈ જશે? જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન