AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: શું દિનેશ કાર્તિકને T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળશે? આ ખેલાડીઓ માટે મોટો ખતરો

T20 વર્લ્ડ કપ નજીક હોવાથી કેપ્ટન રોહિત શર્મા એવા ખેલાડીની શોધમાં છે જે નીચે આવીને ટીમને કોઈપણ પરિસ્થિતિમાંથી બચાવી શકે. હાલમાં દિનેશ કાર્તિકના પ્રદર્શનને જોતા લાગે છે કે તેણે રોહિતની આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. કાર્તિકના પ્રદર્શનને કારણે T20 વર્લ્ડ કપની રેસમાં કેટલાક ખેલાડીઓને નુકસાન થશે એ હવે નક્કી છે.

IPL 2024: શું દિનેશ કાર્તિકને T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળશે? આ ખેલાડીઓ માટે મોટો ખતરો
Dinesh Karthik
| Updated on: Apr 16, 2024 | 7:43 PM
Share

દિનેશ કાર્તિક મુંબઈ સામે જોરદાર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રોહિત શર્માએ T20 વર્લ્ડ કપના સિલેક્શન અંગે કાર્તિકની મજાક કરી હતી. કાર્તિકે આ વાતને હવે ગંભીરતાથી લીધી છે. અત્યારસુધી IPL 2024માં કાર્તિકના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે 35 બોલમાં 83 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને સનરાઈઝર્સ હૈદરાબાદને દમ તોડી દીધો હતો. તેની ઈનિંગથી ચાહકો ભલે ખુશ થઈ ગયા હોય, પરંતુ T20 વર્લ્ડ કપની રેસમાં રહેલા કેટલાક ખેલાડીઓ ચોક્કસપણે દુઃખી હશે. કારણ કે આ તેમની પસંદગીને અસર કરી શકે છે.

આ ખેલાડીઓને થઈ શકે નુકસાન

આ સિઝનમાં દિનેશ કાર્તિક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ટીમ માટે વિકેટકીપર તેમજ ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. જો આપણે IPL 2024માં તેના આંકડાઓ પર નજર કરીએ તો તે ફિનિશરની ભૂમિકામાં ભારતીય ટીમ માટે તે સૌથી પરફેક્ટ લાગે છે. કાર્તિકે અત્યાર સુધી 7 મેચમાં 75ની એવરેજથી 226 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ (205) પણ શાનદાર રહ્યો હતો. ડેથ ઓવર્સમાં કાર્તિકનું પ્રદર્શન તેને ફિનિશર અને વિકેટ કીપિંગની રેસમાં રિષભ પંત, સંજુ સેમસન, કેએલ રાહુલ, ઈશાન કિશન, રિંકુ સિંહ અને શિવમ દુબે કરતા આગળ લઈ જાય છે.

વિકેટકીપિંગની સાથે ફિનિશરની ભૂમિકા ભજવે છે

રિષભ પંત, સંજુ સેમસન, કેએલ રાહુલ અને ઈશાન કિશન ટોપ ઓર્ડરમાં વિકેટકીપિંગ અને બેટિંગ કરે છે. જ્યારે કાર્તિક નીચલા ક્રમી ફિનિશરની ભૂમિકા ભજવે છે. આ સિવાય ચારેય બેટ્સમેનોના કારણે ટીમ કોમ્બિનેશનમાં સમસ્યા આવી શકે છે. કારણ કે પ્રથમ ચાર બેટ્સમેનોમાં યશસ્વી જયસ્વાલ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને ફિક્સ માનવામાં આવી રહ્યા છે. હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા મિડલ ઓર્ડરમાં રમી શકે છે. જ્યારે કાર્તિક વિકેટકીપિંગની સાથે છઠ્ઠા અથવા સાતમા ક્રમે આવી ફિનિશરની ભૂમિકા પણ ભજવી શકે છે.

પંતને સૌથી ઓછો ખતરો

જોકે, રિષભ પંતને કાર્તિક તરફથી સૌથી ઓછો ખતરો છે, કારણ કે તેનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ સિવાય તે પહેલા પણ ટીમ માટે ફિનિશરની ભૂમિકા ભજવી ચૂક્યો છે અને તેને વિકેટકીપિંગ માટે સૌથી ફેવરિટ માનવામાં આવે છે. જો આપણે રિંકુ સિંહ અને શિવમ દુબેની વાત કરીએ બંને વિકેટ કીપર નથી. આ સિવાય વર્લ્ડ કપ જેવી મોટી ઈવેન્ટ્સમાં રમવાનો અનુભવ ન હોવાના કારણે પણ કાર્તિક સામે આ બંનેને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો : IPL 2024 KKR vs RR: રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, કોલકાતા પહેલા કરશે બેટિંગ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">