RCB IPL 2024 ની એલિમિનેટર મેચમાં હારી ગયું અને આ સાથે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું. આ હાર બાદ વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના પર યશ દયાલ સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન તેણે બોટલ પણ ફેંકી દીધી હતી. ચાલો હવે તમને જણાવીએ કે આ બધું ક્યારે બન્યું?
રાજસ્થાનની ઈનિંગની 17મી ઓવરમાં યશ દયાલને બોલિંગ આપવામાં આવી અને તેણે પ્રથમ બે બોલ પર માત્ર 2 રન આપ્યા હતા. પરંતુ આ પછી તેણે બે ખૂબ જ ખરાબ બોલ ફેંક્યા જેના પર શિમરોન હેટમાયરે સતત બે ચોગ્ગા ફટકાર્યા. દયાલે ત્રીજા બોલ પર ફુલ ટોસ ફેંક્યો હતો અને તેણે આગલો બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. આ પછી, વિરાટ કોહલી ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો અને એનર્જી ડ્રિંક પીધા પછી તેણે બોટલ બાઉન્ડ્રી લાઈન પર ફેંકી દીધી.
આ ઉપરાંત, તે કંઈક ગણગણતો પણ જોવા મળ્યો હતો. આરોપ છે કે તે યશ દયાલથી નારાજ હતો પરંતુ TV9 આ વાતની પુષ્ટિ કરતું નથી. ઉલ્લેખનીય છે કે યશ દયાલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર છેલ્લી ઓવર નાખી RCBને જીત અપાવી હતી, પરંતુ રાજસ્થાન સામે આ ખેલાડીએ 3 ઓવરમાં 37 રન આપ્યા અને તેને કોઈ સફળતા મળી નહીં.
Abusing Dhayal, Throwing the water bottle. This guy is actually Ret@rded. Please take him to a good psychiatrist @AnushkaSharma pic.twitter.com/2t2P8aW6qF
— (@SergioCSKK) May 23, 2024
નોંધ: TV9 ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી
જોકે, એલિમિનેટર મેચમાં RCBની બેટિંગ પણ કામ આવી ન હતી. કેપ્ટન ડુ પ્લેસિસ 17 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીએ 24 બોલમાં 33 રન બનાવ્યા હતા અને ખરાબ શોટના કારણે તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. આ પછી ગ્રીને 27 અને પાટીદારે 34 રનની ઈનિંગ રમી, પરંતુ તેઓ સારી શરૂઆતને મોટી ઈનિંગમાં બદલી શક્યા નહીં. મેક્સવેલ તો ખાતું પણ ન ખોલવી શક્યો. RCBની ટીમ માત્ર 172 રન જ બનાવી શકી હતી જે રાજસ્થાન માટે ઓછો સ્કોર હતો.
આ પણ વાંચો : IPL 2024 : ગ્લેન મેક્સવેલનો એક રન RCBને 21 લાખમાં પડ્યો, પૂર્વ ક્રિકેટરે મેક્સવેલ પર સાધ્યું નિશાન