રિષભ પંત અને સંજુ સેમસન, બંને વિકેટકીપર બેટ્સમેન, બંને સારા ફોર્મમાં, બંનેની T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ છે. IPLની 17મી સિઝનના બંનેના આકાંડાઓ પર નજર કરવામાં આવે તો જણાશે કે બંનેનું પ્રદર્શન લગભગ સમાન રહ્યું છે. ટીમ ઈન્ડિયા જેને પણ તક આપશે તે પોતાની તાકાત બતાવશે. આ બંને પાસે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર યોજાનાર T20 વર્લ્ડ કપ 2024માં ચમકવાની તક છે.
રિષભ પંત અને સંજુ સેમસન સાથે સંબંધિત ડેટા તેમના IPL 2024માં બનાવેલા રન, તેમનો સ્ટ્રાઈક રેટ અને તેમના બેટમાંથી પ્રતિ બોલ પર ફટકારવામાં આવેલી બાઉન્ડ્રી આધારે છે. IPLની 17મી સિઝનમાં રમાયેલી 55મી મેચ સુધી, રિષભ પંતે 158.56ના સ્ટ્રાઈક રેટથી 398 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેની પ્રતિ બોલ પર બાઉન્ડ્રી ફટકારવાની સરેરાશ 4.56 રહી છે. આ દરમિયાન સંજુ સેમસને 159.09ની સ્ટ્રાઈક રેટથી 385 રન બનાવ્યા છે. સેમસને દરેક 4.57 બોલ પર બાઉન્ડ્રી ફટકારી છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરાયેલા બંને વિકેટકીપર બેટ્સમેનનો આ આંકડા ખરેખર આશ્ચર્યજનક છે. કારણ કે, IPL 2024માં પંત અને સેમસનના પ્રદર્શનમાં ઘણો જ થોડો તફાવત છે. આ આંકડો જોઈને લાગે છે કે બંનેનું ફોર્મ સમાન જ છે. મતલબ હવે ટીમ મેનેજમેન્ટ પર નિર્ભર છે કે કોને તક આપે છે? પરંતુ, એક વાત સ્પષ્ટ છે કે જેને પણ તક મળશે, તે આ ફોર્મ સાથે T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવશે.
આ પણ વાંચો : IPL 2024: ડેરીલ મિશેલનો ‘ઘાતક’ શોટ, પ્રેક્ટિસ જોવા આવેલા CSK ફેનને થઈ ઈજા, iPhone પણ તોડ્યો