IPL 2024 : લોકોએ કહ્યું બાપ બાપ હોતા હૈ, અંતે હાર્દિક પંડ્યાને લેવી પડી રોહિત શર્માની મદદ, જુઓ વીડિયો

|

Mar 28, 2024 | 10:17 AM

મુંબઈ ઈન્ડિયન્સ માટે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચ કોઈ સપનાથી ઓછી નથી. મુંબઈ ઈન્ડિયન્સના બોલરોનો પરસેવો પડતો જોવા મળ્યો સાથે મેચ દરમિયાન ખેલાડીઓ સહિત કેપ્ટન પણ પરેશાન જોવા મળ્યા હતા. ત્યારબાદ પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ જવાબદારી સંભાળતા જોવા મળી હતી.

IPL 2024 : લોકોએ કહ્યું બાપ બાપ હોતા હૈ, અંતે હાર્દિક પંડ્યાને લેવી પડી રોહિત શર્માની મદદ, જુઓ વીડિયો

Follow us on

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 27 માર્ચનો દિવસ ખુબ યાદ રહેશે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ઉતરેલી મુંબઈની ટીમના બોલરોનું આ મેચમાં ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતુ. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 277 રનનો સ્કોર બનાવ્યો હતો. હાર્દિક પંડ્યા સતત બીજી મેચમાં આઈપીએલ 2024ની સીઝનમાં કેપ્ટન તરીકે ફ્લોપ રહ્યો છે. આ મેચ દરમિયાન જ્યારે હાર્દિક પંડ્યાને કાંઈ સમજમાં આવતું ન હતુ. તે દરમિાન તેમણે ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માની મદદ લીધી હતી,ત્યારબાદ હિટમૈન જવાબદારી સંભાળતા જોવા મળ્યા હતા અને ફીલ્ડિંગને સેટ કરી હતી.

રોહિત શર્માએ હાર્દિકનો લીધો બદલો

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આ મેચમાં પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. ત્યારબાદ તેમણે રનનો પહાડ ઉભો કરી દીધો હતો અને માત્ર 11 ઓવરમાં જ સ્કોર 160 રનસુધી પહોંચી ગયો હતો. હાર્દિક આ દરમિયાન ખુબ પરેશાન જોવા મળ્યો હતો. આ માટે તેમણે રોહિત શર્માની મદદ લીધી હતી. તેમણે સૌથી પહેલા બાઉન્ડ્રી લાઈન પર ફીલ્ડિંગ કરવા માટે મોકલ્યો અને પછી રહિત વારંવાર સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિગ્સ દરમિયાન ફીલ્ડિંગ પોઝિશન સેટ કરતો જોવા મળ્યો હતો.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

 

 

સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ પણ થયો

આ મેચનો એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાર્દિક પંડ્યાને રોહિત બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરવા માટે મોકલે છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રમાયેલી મેચ દરમિયાન હાર્દિક પંડ્યાએ રોહિતને ફીલ્ડિંગ માટે બાઉન્ડ્રીમાં મોકલ્યો હતો. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ પણ થયો હતો.

મેદાન પર લાંબા સમય બાદ પરત ફર્યા બાદ હાર્દિક પંડ્યા અત્યારસુધી આઈપીએલની આ સીઝનમાં બેટ અને બોલથી કાંઈ ખાસ કરી શક્યો ન હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં હાર્દિકે 4 ઓવરમાં 46 રન 46 રન આપ્યા હતા, જ્યારે મોટા સ્કોરનો પીછો કરતી વખતે તે નિર્ણાયક સમયે 20 બોલનો સામનો કરીને માત્ર 24 રન જ બનાવી શક્યો હતો.

આ પણ વાંચો : IPL 2024: હૈદરાબાદે મુંબઈને 31 રનથી હરાવ્યું, મેચમાં રેકોર્ડ કુલ 523 રન બન્યા

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article