IPL 2024 : જ્યારે મુશ્કેલીમાં હતું મુંબઈ ઈન્ડિયન્સ, ત્યારે “સુપર કેપ્ટન ” બન્યો રોહિત શર્મા,જુઓ વીડિયો

|

Apr 19, 2024 | 1:31 PM

પંજાબ કિંગ્સના બેટ્સમેન આશુતોષ શર્માની બેટિંગ જોઈ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના હોશ ઉડી ગયા હતા. જ્યારે મુશ્કેલીમાં મુંબઈની ટીમ હતી ત્યારે રોહિત શર્મા કેપ્ટન બન્યો હતો.

IPL 2024 :   જ્યારે મુશ્કેલીમાં હતું મુંબઈ ઈન્ડિયન્સ, ત્યારે સુપર કેપ્ટન  બન્યો રોહિત શર્મા,જુઓ વીડિયો

Follow us on

આઈપીએલ 2024માં ગુરુવારના રોજ પંજાબ કિંગ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની જીત થઈ હતી, પરંતુ આ માટે તેમણે છેલ્લી ઓવર સુધી ચિંતામાં હતી. સ્કોરબોર્ડ પર 192 રન બન્યા બાદ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહએ શરુઆતની વિકેટ લઈ પંજાબને હારનો રસ્તો દેખાડ્યો હતો, પરંતુ આ વખતે પંજાબ કિંગ્સના ચાહકોની શશાંક સિંહ અને આશુતોષ શર્મા પર નજર હતી.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

 

શશાંક- આશુતોષએ આ વખતે ચાહકોને નિરાશ કર્યા નથી અને શાનદાર ઈનિગ્સ રમી પંજાબ કિંગ્સને મેચમાં પરત લાવી હતી. એક સમયે જીતના રસ્તા પર જઈ રહેલી પંજાબ કિંગ્સને જોઈ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના ચેહરાનો રંગ ઉડેલો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેને કાંઈ સમજાયુ નહિ કે, તે શું કરે.ત્યારબાદ  તેની પાસે આવ્યો રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે સુપર કેપ્ટન બન્યો હતો.

 

 

છેલ્લી ઓવરમાં રોહિત શર્માએ કરી કેપ્ટનશીપ

193 રનનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરુઆત ખુબ ખરાબ રહી હતી. માત્ર 14 રનના સ્કોર પર તેમણે 4 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી શંશાક સિંહે ઈનિગ્સ સંભાળી અને મુંબઈ ઈન્ડિયન્સને દબાવમાં લાવી હતી. આ ખેલાડી 25 બોલમાં 41 રન બનાવી આઉટ થયો હતો અને પંજાબની કિંગ્સ ફરી મુસીબતમાં આવી ગઈ હતી. 77ના સ્કોર પર 6 વિકેટ પડી ગઈ હતી. એવું લાગી રહ્યું હતુ કે, મુંબઈ આસાનીથી આ મેચ જીતી જશે, પરંતુ આશુતોષ શર્મા નામનું તોફાન આવ્યું, જેની રમત જોઈ મુંબઈના બોલર સહિત આખી ટીમની આંખો પહોળી થઈ ગઈ હતી.

 

 

મુસીબતના સમયમાં હાર્દિકને રોહિતની યાદ આવી

તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2024ની શરુઆતની મેચમાં કેટલાક વીડિયો ખુબ વાયરલ થયા હતા. મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા રોહિતને બાઉન્ડ્રી લાઈન પર ફીલ્ડિંગ કરવા માટે મોકલ્યો હતો. અને આ કારણે તેની અલોચના પણ થઈ હતી. હવે મુસીબતના સમયમાં હાર્દિકને રોહિતની યાદ આવી ગઈ હતી અને તેની મદદ પણ લીધી હતી.

આ પણ વાંચો : IPL 2024 PBKS vs MI: પંજાબની હારની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સની સિઝનમાં ત્રીજી જીત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article