IPL 2024 RCB vs GT: સિરાજ-દયાલ બાદ વિરાટ-ડુ પ્લેસિસે તબાહી મચાવી, બેંગલુરુએ ફરી ગુજરાતને કચડી નાખ્યું

|

May 04, 2024 | 11:51 PM

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સને હરાવ્યું અને સતત ત્રીજી જીત સાથે પોઈન્ટ ટેબલમાં સાતમું સ્થાન મેળવ્યું હતું. જ્યારે ગુજરાત આ હાર સાથે નવમા સ્થાને સરકી ગયું છે. મોહમ્મદ સિરાજે 2 ઓવરમાં ગુજરાતના બંને ઓપનરને આઉટ કરીને બેંગલુરુની જીતનો પાયો નાખ્યો હતો. જે બાદ વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે RCBને બેટિંગમાં ધમાલ શરૂઆત આપવતા માનસિક રીતે પહેલા જ જીત મેળવી હતી. અંતમાં દિનેશ કાર્તિક અને સ્વપ્નિલ સિંઘે RCBને જીત અપાવી હતી.

IPL 2024 RCB vs GT: સિરાજ-દયાલ બાદ વિરાટ-ડુ પ્લેસિસે તબાહી મચાવી, બેંગલુરુએ ફરી ગુજરાતને કચડી નાખ્યું
Royal Challengers Bengaluru

Follow us on

PL 2024માં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઈટન્સને 4 વિકેટે હરાવ્યું અને સિઝનમાં સતત ત્રીજી જીત નોંધાવી હતી. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બેંગલુરુના ફાસ્ટ બોલરોએ ગુજરાતને માત્ર 147 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પછી ફાફ ડુ પ્લેસિસની વિસ્ફોટક ઈનિંગે બેંગલુરુની જીત સુનિશ્ચિત કરી હતી, પરંતુ વચ્ચેની ઓવરોમાં અચાનક 6 વિકેટ ગુમાવ્યા બાદ હારનો ખતરો મંડરાઈ રહ્યો હતો. અંતમાં દિનેશ કાર્તિક અને સ્વપ્નિલ સિંહે 14મી ઓવરમાં જ ટીમને જીત અપાવી હતી.

ગુજરાત પાવરપ્લેમાં માત્ર 23 રન જ બનાવી શક્યું

આ સિઝનની શરૂઆતથી જ પાવરપ્લેમાં સતત પીટાઈ રહેલી બેંગલુરુની બોલિંગે આ સિઝનમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાતને બેકફૂટ પર મૂકી દીધું હતું. મોહમ્મદ સિરાજે બીજી અને ચોથી ઓવરમાં રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલની વિકેટ લઈને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. ત્યાર બાદ છઠ્ઠી ઓવરમાં કેમરૂન ગ્રીને પણ સાઈ સુદર્શનની વિકેટ લીધી હતી. સુદર્શન આ સિઝનમાં ગુજરાતનો સૌથી સફળ બેટ્સમેન હતો, પરંતુ તે પ્રથમ વખત સિંગલ ડિજિટમાં આઉટ થયો હતો. આ રીતે ગુજરાત પાવરપ્લેમાં માત્ર 23 રન જ બનાવી શક્યું જે આ સિઝનનો સૌથી ઓછો સ્કોર હતો.

સિરાજ-દયાલ સામે GTનો ટોપ ઓર્ડર ધ્વસ્ત

આમ છતાં, શાહરૂખ ખાન (37) અને ડેવિડ મિલર (30)એ વળતો હુમલો કર્યો અને બેંગલુરુના બોલરોને નિશાન બનાવતા ઝડપથી રન બનાવ્યા. બંને વચ્ચે 61 રનની ભાગીદારીએ ગુજરાતનું પુનરાગમન કરાવ્યું હતું. ત્યારબાદ કર્ણ શર્માએ ડેવિડ મિલરની વિકેટ લીધી, જ્યારે કોહલીએ શાહરૂખને ડાયરેક્ટ થ્રો પર રનઆઉટ કરીને ગતિ પર બ્રેક લગાવી. અહીં રાહુલ તેવટિયા (35) આવ્યો અને ઝડપથી રન બનાવ્યા, પરંતુ તેમ છતાં તે ગુજરાતને મોટા સ્કોર સુધી લઈ જવા માટે પૂરતું નહોતું. ગુજરાતે 20મી ઓવરના પ્રથમ 3 બોલમાં છેલ્લી 3 વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમ 147ના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. બેંગલુરુ તરફથી સિરાજ, વિજયકુમાર વૈશાક અને યશ દયાલે 2-2 વિકેટ લીધી હતી.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

ડુપ્લેસીસ-કોહલીએ ધમાલ મચાવી

148ના જવાબમાં બેંગલુરુએ એવી શરૂઆત કરી કે જેની ખુદ ટીમને પણ ભાગ્યે જ અપેક્ષા હશે. વિરાટ કોહલી (42) એ પ્રથમ ઓવરમાં જ 2 સિક્સર ફટકારીને ઝડપી શરૂઆત અપાવી હતી અને પછી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે બાઉન્ડ્રીનો વરસાદ કર્યો હતો. બેંગલુરુના કેપ્ટને માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે આ સિઝનમાં RCB દ્વારા સૌથી ઝડપી અડધી સદી પણ હતી. કોહલીએ યુવા સ્પિનર ​​માનવ સુતારને પણ સતત બે સિક્સર ફટકારી હતી. બંનેએ સાથે મળીને પાવરપ્લેમાં ટીમને 92 રન સુધી પહોંચાડી, જે IPLના ઈતિહાસમાં RCBનો સૌથી મોટો સ્કોર છે.

RCBએ 25 રનમાં 6 વિકેટ ગુમાવી

અહીંથી 147ની જીત નિશ્ચિત જણાતી હતી પરંતુ પછી અસલી ડ્રામા શરૂ થયો. છઠ્ઠી ઓવરમાં, ડાબોડી ફાસ્ટ બોલર જોશ લિટલે 23 બોલમાં 64 રન (10 ચોગ્ગા, 3 છગ્ગા)ની વિસ્ફોટક ઈનિંગ રમીને આઉટ થયેલા ડુપ્લેસીસની વિકેટ લીધી હતી. અચાનક વિકેટો પડવાની શરૂઆત થઈ. RCBએ સતત 3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હતી, જેમાંથી 3 લિટલ દ્વારા લેવામાં આવી હતી. લિટલને તેની છેલ્લી ઓવરમાં કેમરન ગ્રીનને પણ આઉટ કર્યો હતો જ્યારે નૂર અહેમદે 11મી ઓવરમાં વિરાટની વિકેટ લીધી હતી.

સ્વપ્નિલ સિંહે સિક્સર ફટકારી અપાવી જીત

બેંગલુરુએ માત્ર 25 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી અને મેચ રોમાંચક બની ગઈ. ગુજરાત માટે જીતની આશા જાગી હતી પરંતુ દિનેશ કાર્તિક (21) અને સ્વપ્નિલ સિંઘ (15) એ આશાનું કિરણ ઓલવી નાખ્યું હતું. બંનેએ માત્ર 18 બોલમાં 35 રનની અણનમ ભાગીદારી કરી અને 13.4 ઓવરમાં ટીમને જીત અપાવી. સ્વપ્નિલ સિંહે સિક્સર ફટકારીને મેચનો અંત આણ્યો હતો.

આ પણ વાંચો : IPL 2024 : વિરાટ કોહલીનો શાનદાર રન આઉટ, થર્ડ અમ્પાયરના નિર્ણય બાદ અનુષ્કાને આપી ‘ફ્લાઈંગ કિસ’

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article