
IPL 2024ની 19મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થઈ રહ્યો છે. જયપુરમાં યોજાનારી આ મેચ બે ટીમો વચ્ચે છે જે આ સિઝનમાં સંપૂર્ણપણે અલગ પ્રદર્શન કરી રહી છે. એક તરફ રાજસ્થાને તેની ત્રણેય મેચ જીતી લીધી છે અને ટીમ ખતરનાક ફોર્મમાં જોવા મળી રહી છે. જ્યારે બેંગલુરુને 4 મેચમાં 3 વખત હારનો સામનો કરવો પડ્યો છે અને તેના ખાતામાં માત્ર 1 જીત આવી છે. બેંગલુરુ આ મેચ સાથે સતત 2 મેચોની હારનો સિલસિલો સમાપ્ત કરવાની આશા રાખશે, જ્યારે રાજસ્થાન તેની સતત ચોથી જીત સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી શકે છે.
રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું છે. જોસ બટલરે સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી.
રાજસ્થાન રોયલ્સની ચોથી વિકેટ પડી. ધ્રુવ જુરેલ સસ્તામાં આઉટ થયો હતો. તે 3 બોલમાં 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ટોપલેએ ધ્રુલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ટીમને હવે જીતવા માટે 20 રનની જરૂર છે. રાજસ્થાને 164 રન બનાવ્યા છે.
રાજસ્થાન રોયલ્સની ત્રીજી વિકેટ પડી. રિયાન પરાગ 4 રન બનાવીને આઉટ થયો હતો. યશ દયાલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ટીમને જીતવા માટે 26 બોલમાં 29 રનની જરૂર છે. રાજસ્થાને 15.4 ઓવરમાં 155 રન બનાવ્યા છે.
રાજસ્થાનની ઈનિંગમાં 15 ઓવર થઈ ગઈ છે. ટીમે 2 ઓવર બાદ 152 રન બનાવ્યા હતા. હવે તેને જીતવા માટે 30 બોલમાં 32 રનની જરૂર છે. જોસ બટલર 77 રન બનાવીને રમી રહ્યો છે. 44 બોલનો સામનો કરીને તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. રિયાન પરાગ 4 રન બનાવીને રમી રહ્યો છે.
રાજસ્થાન રોયલ્સને હવે જીતવા માટે 48 બોલમાં 60 રનની જરૂર છે. ટીમે 12 ઓવર બાદ 1 વિકેટ ગુમાવીને 124 રન બનાવી લીધા છે. બટલર 33 બોલમાં 58 રન બનાવીને રમી રહ્યો છે. સેમસન 37 બોલમાં 65 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 124 રનની ભાગીદારી થઈ હતી.
બટલર બાદ સંજુ સેમસને પણ અડધી સદી ફટકારી હતી. તે 34 બોલમાં 58 રન બનાવીને રમી રહ્યો છે. સેમસને આ ઈનિંગ દરમિયાન 7 ફોર અને 2 સિક્સર ફટકારી છે. રાજસ્થાને 11 ઓવરમાં 109 રન બનાવ્યા છે.
જોસ બટલરે પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. ૩૦ બોલમાં 50 રન બનાવ્યા બાદ રમી રહ્યો હતો. સંજુ સેમસન 24 બોલમાં 35 રન બનાવીને રમી રહ્યો છે.
રાજસ્થાન તરફથી બટલર અને સેમસન સારી બેટિંગ કરી રહ્યા છે. બટલર 25 બોલમાં 43 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 6 ફોર અને એક સિક્સર ફટકારી છે. સેમસને 21 બોલમાં 33 રન બનાવ્યા છે. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા છે. આ બંને વચ્ચે 77 રનની ભાગીદારી છે. રાજસ્થાને 8 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 77 રન બનાવ્યા હતા.
છઠ્ઠી ઓવર આરસીબી માટે ઘણી મોંઘી સાબિત થઈ હતી. મયંક ડાગરે 20 રન આપ્યા હતા. બટલર 39 રન બનાવીને રમી રહ્યો છે. સેમસન 15 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાને 6 ઓવર બાદ 54 રન બનાવ્યા છે.
RCBના બોલરોએ રાજસ્થાનના બેટ્સમેનોને કઠિન બાંધી રાખ્યા છે. જોકે, રાજસ્થાને હજુ પાંચમી ઓવરમાં 9 રન બનાવ્યા હતા. રાજસ્થાને 5 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 34 રન બનાવી લીધા છે. જોસ બટલર 19 અને સેમસન 15 રન સાથે રમી રહ્યા છે.
રાજસ્થાન રોયલ્સે 4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 25 રન બનાવ્યા હતા. સંજુ સેમસન 12 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા છે. જોસ બટલર 10 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. સિરાજે આરસીબી માટે 1 ઓવરમાં 9 રન આપ્યા છે.
રાજસ્થાન રોયલ્સે 3 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 16 રન બનાવી લીધા છે. સંજુ સેમસન 14 રન બનાવીને રમી રહ્યો છે. જોસ બટલર 2 રન બનાવીને રમી રહ્યો છે. આરસીબી માટે ટોપલીએ ત્રીજી ઓવર ફેંકી. આ ઓવરમાં તેણે 7 રન આપ્યા હતા.
રાજસ્થાનને પહેલો ઝટકો, યશસ્વી જયસ્વાલ 0 પર થયો આઉટ
કિંગ કોહલીની શાનદાર સદી, બેંગલુરુએ રાજસ્થાનને જીતવા 184 રનનો ટાર્ગેટ આપ્યો
વિરાટ કોહલીએ IPLની આઠમી સદી ફટકારી. IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી
IPL 2024ની પહેલી સદી, વિરાટ કોહલીએ ફટકારી સદી
કિંગ કોહલીની શાનદાર સદી, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને મોટા સ્કોર તરફ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ત્રીજો ઝટકો, સૌરભ ચૌહાણ માત્ર 9 રન બનાવી થયો આઉટ, ચહલે રાજસ્થાનને ત્રીજી સફળતા અપાવી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને બીજો ઝટકો, ગ્લેન મેક્સવેલ માત્ર 1 રન બનાવી થયો આઉટ, બર્ગરે લીધી બીજી વિકેટ
યુઝવેન્દ્ર ચહલની એક જ ઓવરમાં બે કેચ છૂટયા, કોહલીનો કેચ બર્ગરે જ્યારે ડુ પ્લેસિસનો કેચ બોલ્ટે છોડ્યો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પહેલો ઝટકો, ફાફ ડુ પ્લેસિસ 44 રન બનાવી થયો આઉટ, બર્ગરે લીધી વિકેટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સ્કોર 100ને પાર, વિરાટ કોહલીની દમદાર ફિફ્ટી, રાજસ્થાન સામે બેંગ્લુરૂની શાનદાર શરૂઆત
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જોરદાર શરૂઆત, 10 ઓવર બાદ સ્કોર 88/0, કોહલી-ડુ પ્લેસિસની મજબૂત બેટિંગ
પાવરપ્લે બાદ RCBનો સ્કોર 53/0, કોહલી-ડુ પ્લેસિસની મજબૂત બેટિંગ
ત્રણ ઓવર બાદ બેંગલુરુ 29/0, કોહલી અને ડુ પ્લેસિસે ફટકાબાજી શરૂ કરી.
રોવમેન પોવેલ, તનુષ કોટિયન, કુલદીપ સેન, શુભમ દુબે, આબિદ મુશ્તાક
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન & વિકેટકીપર), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નંદ્રે બર્ગર, યુઝવેન્દ્ર ચહલ
સુયશ પ્રભુદેસાઈ, મહિપાલ લોમરોર, હિમાંશુ શર્મા, વિજયકુમાર વૈશક, સ્વપ્નિલ સિંહ
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સૌરવ ચૌહાણ, રીસ ટોપલી, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલા કરશે બેટિંગ
રાજસ્થાનના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટક્કર
Published On - 6:53 pm, Sat, 6 April 24