
મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર… આ બંને ટીમો સ્ટાર્સથી ભરેલી છે, પરંતુ આ સિઝનમાં બંને ટીમોની હાલત ખરાબ છે. મુંબઈએ 4માંથી એક મેચ જીતી છે, જ્યારે RCBએ પાંચમાંથી માત્ર એક જ મેચ જીતી છે. હવે આ બંને ટીમો આમને-સામને છે અને ટક્કર વાનખેડે ખાતે છે, જ્યાં મુંબઈએ દિલ્હી કેપિટલ્સને હરાવ્યું છે. જો કે, મુંબઈને કોર્નર કરવા માટે, બેંગલુરુએ તેની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે અને પ્લેઈંગ ઈલેવનમાં વિલ જેક્સને તક આપી છે. IPL માં વિલ જેક્સનું આ ડેબ્યૂ હશે.
મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એકતરફી મેચમાં 7 વિકેટે હરાવ્યું હતું. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 196 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 15.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. મુંબઈ તરફથી તોફાની બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવે 19 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. ઈશાન કિશને 34 બોલમાં 69 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 38 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 21 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન RCB તરફથી આકાશ દીપ, વિજય કુમાર વિશાક અને વિલ જેક્સે એક-એક વિકેટ લીધી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા છે. તિલક વર્મા 5 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 14 રન બનાવીને રમી રહ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો પડ્યો છે. સૂર્યકુમાર યાદવ 19 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 5 ફોર અને 4 સિક્સર ફટકારી છે. મુંબઈને હવે જીતવા માટે 21 રનની જરૂર છે.
સૂર્યકુમાર યાદવે આક્રમક બેટિંગ કરી હતી અને 17 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે 18 બોલમાં 52 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 5 ફોર અને 4 સિક્સર ફટકારી છે. મુંબઈએ 13 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા છે. તેને જીતવા માટે માત્ર 28 રનની જરૂર છે.
મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 48 બોલમાં 46 રનની જરૂર છે. ટીમે 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા છે. સૂર્યા 12 બોલમાં 34 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 2 બોલમાં 7 રન બનાવીને રમી રહ્યો છે. તેણે સિક્સર ફટકારી છે.
મુંબઈ ઈન્ડિયન્સને બીજો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 24 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો હતો. વિલ જેક્સે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. હવે હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવ્યો છે.
સૂર્યકુમાર યાદવે પણ આક્રમક બેટિંગ શરૂ કરી છે. તેણે 11મી ઓવરમાં ત્રણ સિક્સ અને એક ફોર ફટકારી હતી. સૂર્યકુમાર 10 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો છે. રોહિત 34 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈએ 11 ઓવરમાં 135 રન બનાવ્યા છે.
મુંબઈની ઈનિંગની 10 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમે 1 વિકેટ ગુમાવીને 110 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 22 બોલમાં 34 રન બનાવીને રમી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ 5 રન બનાવીને રમી રહ્યો છે. આકાશ દીપે RCBને એકમાત્ર વિકેટ આપી છે.
મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો પડ્યો છે. ઈશાન કિશન 34 બોલમાં 69 રન બનાવીને આઉટ થયો હતો. આકાશ દીપે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. મુંબઈની પહેલી વિકેટ પડી. વિરાટ કોહલીએ ઈશાનનો કેચ લીધો હતો. મુંબઈએ 8.5 ઓવરમાં 101 રન બનાવ્યા છે. રોહિત 29 રન બનાવીને રમી રહ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સે 8 ઓવરમાં કોઈ પણ નુકશાન વિના 92 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 72 બોલમાં 105 રનની જરૂર છે. ઈશાન 30 બોલમાં 62 રન બનાવીને રમી રહ્યો છે. રોહિત શર્મા 18 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સની જોરદાર બેટિંગ, ઈશાન કિશનની દમદાર ફિફ્ટી, રોહિત શર્માની ફટકાબાજી
મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 50 ને પાર, રોહિત શર્મા-ઈશાન કિશનની મજબૂત બેટિંગ, રોહિત શર્માની શાનદાર સિક્સર
ચાર ઓવર બાદ મુંબઈનો સ્કોર 32/0, રોહિત-ઈશાનની ફટકાબાજી શરૂ
ત્રણ ઓવર બાદ મુંબઈનો સ્કોર 23/0, રોહિત-ઈશાનની મજબૂત બેટિંગ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિનેશ કાર્તિકે શાનદાર બેટિંગ કરી હતી. 23 બોલનો સામનો કરીને તેણે અણનમ 53 રન બનાવ્યા હતા. કાર્તિકે આ ઇનિંગમાં 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.
RCBની ઇનિંગની છેલ્લી ઓવર બાકી છે. ટીમે 19 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા છે. દિનેશ કાર્તિક 36 રન બનાવીને રમી રહ્યો છે. આકાશ દીપ 1 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈ તરફથી બોલિંગ કરતી વખતે બુમરાહે 4 ઓવરમાં 21 રન આપીને 5 વિકેટ લીધી હતી.
RCBએ 18 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા છે. દિનેશ કાર્તિક 30 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 17 બોલનો સામનો કરીને 4 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. સૌરવ ચૌહાણ 7 રન બનાવીને રમી રહ્યો છે.
ફાફ ડુ પ્લેસિસે પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 33 બોલમાં 50 રન બનાવીને રમી રહ્યો છે. ડુપ્લેસિસે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. દિનેશ કાર્તિક 5 રન બનાવીને રમી રહ્યો છે. RCBએ 14 ઓવર પછી 4 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ચોથો ઝટકો, ગ્લેન મેક્સવેલ 0 પર થયો આઉટ, શ્રેયસ ગોપાલે લીધી વિકેટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ત્રીજો ઝટકો, રજત પાટીદારની દમદાર ફિફ્ટી ફટકારી આઉટ, જેરાલ્ડ કોએત્ઝીએ લીધી વિકેટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સ્કોર 100ને પાર, રજત પાટીદારની દમદાર ફિફ્ટી
10 ઓવર બાદ RCB નો સ્કોર 89/2, ફાફ ડુ પ્લેસિસ અને રજત પાટીદારની મજબૂત બેટિંગ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મક્કમ બેટિંગ. ફાફ ડુ પ્લેસિસ અને રજત પાટીદારની મજબૂત ભાગીદારી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને બીજો ઝટકો, કોહલી બાદ વિલ જેક્સ 8 રન બનાવી થયો આઉટ, આકાશ માધવાલે લીધી વિકેટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પહેલો ઝટકો, વિરાટ કોહલી માત્ર 3 રન બનાવી થયો આઉટ, બૂમરાહે લીધી વિકેટ
રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, શ્રેયસ ગોપાલ, જસપ્રિત બુમરાહ, ગેરાલ્ડ કોએત્ઝી, આકાશ માધવાલ.
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, રીસ ટોપલી, વિજયકુમાર વૈશક, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.
RCB ટીમમાં ત્રણ ફેરફાર. કેમરૂન ગ્રીનને બહાર કરવામાં આવ્યો. વિલ જેક્સ, મહિપાલ લોમરોડ, વિજયકુમાર વૈશાખને મળી તક.
મુંબઈની ટીમમાં એક ફેરફાર, પીયૂષ ચાવલાની જગ્યાએ શ્રેયસ ગોપાલને તક મળી.
વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલા કરશે બેટિંગ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની 25મી મેચ આજે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મેચ ખુબ જ રોમાંચક રહેશે. બંન્ને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે અને પોઈન્ટ ટેબલમાં સ્થાન વધુ મજબૂત કરવા પ્રયાસ કરશે. IPLમાં મોટાભાગની મેચો રોમાંચક રહી છે. ત્યારે ચાહકોને આશા છે કે, આ મેચ પણ રસપ્રદ રહેશે.
Published On - 6:58 pm, Thu, 11 April 24