
IPL 2024 ની 20મી મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરશે. આજે સૌની નજર હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પર હશે કારણ કે, તેમણે આ સીઝનમાં હજુ ખાતું ખોલાવ્યું નથી.
મુંબઈ ઈન્ડિયન્સ જીતની નજીક જઈ રહી છે. દિલ્હી માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. ટીમની ચોથી વિકેટ પડી. કેપ્ટન ઋષભ પંત માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. ગેરાલ્ડ કોએત્ઝીએ તેને આઉટ કર્યો. દિલ્હીએ 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સને ત્રીજો ફટકો પડ્યો છે. અભિષેક પોરેલ 31 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. દિલ્હીનો રસ્તો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. તેમને જીતવા માટે 30 બોલમાં 91 રનની જરૂર છે. દિલ્હીએ 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા છે.
દિલ્હી કેપિટલ્સને 36 બોલમાં 97 રનની જરૂર છે. તેણે 14 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 138 રન બનાવ્યા છે. ટીમ તરફથી અભિષેક પોરેલ 36 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 26 બોલમાં 4 ચોગ્ગા ફટકાર્યા છે. ટ્રિસ્ટન સ્ટબ્સ 25 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 2 સિક્સર અને એક ફોર ફટકારી છે.
દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો પડ્યો છે. પૃથ્વી શો સારી ઇનિંગ બાદ આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે તેને આઉટ કર્યો હતો. પૃથ્વી 40 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. દિલ્હીએ 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા હતા. તેને જીતવા માટે 124 રનની જરૂર છે.
દિલ્હી કેપિટલ્સે 11 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા છે. પૃથ્વી 65 રન બનાવીને રમી રહ્યો છે. અભિષેક પોરેલ 31 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 85 રનની ભાગીદારી થઈ છે.
દિલ્હી કેપિટલ્સની ઈનિંગની 10 ઓવર પૂરી થઈ ગઈ છે. હવે તેને જીતવા માટે 60 બોલમાં 141 રનની જરૂર છે. દિલ્હીએ 1 વિકેટ ગુમાવીને 94 રન બનાવી લીધા છે. પૃથ્વી 37 બોલમાં 64 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. અભિષેક 19 રન બનાવીને રમી રહ્યો છે.
9 ઓવર બાદ દિલ્હીએ એક વિકેટ ગુમાવીને 84 રન બનાવી લીધા છે. અત્યારે પૃથ્વી શો 33 બોલમાં 56 રન અને અભિષેક પોરેલે 17 રન બનાવીને ક્રીઝ પર છે. દિલ્હીને 66 બોલમાં 151 રનની જરૂર છે.
દિલ્હી કેપિટલ્સનો સ્કોર 50 રનને પાર કરી ગયો છે. ટીમે 8 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા છે. અભિષેક 12 રન બનાવીને રમી રહ્યો છે. પૃથ્વી શો 46 રન બનાવીને રમી રહ્યો છે. દિલ્હીને જીતવા માટે 166 રનની જરૂર છે. તેના હવે 72 બોલ બાકી છે.
પૃથ્વી શોએ પીયૂષ ચાવલાની આઠમી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ અને ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
દિલ્હીએ પ્રથમ 7 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 51 રન બનાવ્યા છે. દિલ્હીને એકમાત્ર ફટકો ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો છે. તે 10 રન બનાવીને આઉટ થયો હતો.
દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 43 રન બનાવી લીધા છે. પૃથ્વી શો 22 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે.અભિષેક 5 રન બનાવી રમી રહ્યો છે. મુંબઈ તરફથી રોમારિયો શેફર્ડે એકમાત્ર વિકેટ લીધી હતી.
પૃથ્વી શોએ પાંચમી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
ચાર ઓવર પછી દિલ્હીનો સ્કોર એક વિકેટે 24 રન છે,હાલમાં પૃથ્વી શો અને અભિષેક પોરેલ ક્રિઝ પર છે.
દિલ્હી કેપિટલ્સને પહેલો ઝટકો 22 રન પર લાગ્યો છે, ડેવિડ વોર્નર 10 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે.મુંબઈએ 235 રનનો લક્ષ્યાંક આપ્યો.
ડેવિડ વોર્નર ચોથી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી
દિલ્હી કેપિટલ્સે 2 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 11 રન બનાવ્યા હતા. પૃથ્વી શો 11 રન બનાવીને રમી રહ્યો છે. તેણે એક ચોગ્ગો અને એક સિક્સ ફટકારી છે. ટીમને જીતવા માટે હજુ 224 રનની જરૂર છે.
પૃથ્વી શોએ બીજી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
દિલ્હી કેપિટલ્સે પ્રથમ ઓવરમાં 7 રન બનાવ્યા હતા. પૃથ્વી શૉએ સિક્સર ફટકારી હતી. તે 7 રન બનાવીને રમી રહ્યો છે. ડેવિડ વોર્નર હજુ ખાતું ખોલાવી શક્યો નથી. હવે જસપ્રીત બુમરાહ બોલિંગ માટે આવ્યો છે.
પૃથ્વી શો અને ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સ માટે ઓપનિંગ કરવા આવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ ઓવર ગેરાલ્ડ કોએત્ઝીને સોંપી છે. દિલ્હીની સામે પહાડ જેવું લક્ષ્ય છે.
મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ માટે ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ છેલ્લી ઓવરોમાં શેફર્ડે 10 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ટિમ ડેવિડે 21 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ મુંબઈને સારી શરૂઆત અપાવી હતી. તેણે 27 બોલમાં 49 રન બનાવ્યા હતા. રોહિતની આ ઇનિંગમાં 6 ચોગ્ગા અને 3 સિક્સ સામેલ હતી. ઈશાન કિશને 42 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 39 રન બનાવ્યા હતા.
નોરખિયા દિલ્હી માટે ખૂબ મોંઘો સાબિત થયો છે. તેણે 4 ઓવરમાં 65 રન આપ્યા હતા. જો કે આ દરમિયાન તેણે 2 વિકેટ પણ લીધી હતી. અક્ષર પટેલે સારી બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 35 રન આપ્યા અને 2 વિકેટ લીધી. ખલીલ અહેમદે 4 ઓવરમાં 39 રન આપીને 1 વિકેટ લીધી હતી.
મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 200 રનને પાર થઈ ગયો છે. ટિમ ડેવિડ શાનદાર બેટિંગ કરી રહ્યો છે.
રોમારિયો શેફર્ડ 19મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
મુંબઈ ઈન્ડિયન્સને 18મી ઓવરમાં 181ના સ્કોર પર પાંચમો ફટકો લાગ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યા એનરિક નોર્ટજેને ફ્રેઝર મેકગર્કના હાથે કેચ આઉટ થયો હતો. તે 33 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 39 રન બનાવી શક્યો હતો. 18 ઓવર પછી મુંબઈનો સ્કોર પાંચ વિકેટે 183 રન છે. હાલમાં ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડ ક્રિઝ પર છે.
17 ઓવર પછી મુંબઈનો સ્કોર ચાર વિકેટે 167 રન છે. હાલમાં ટિમ ડેવિડ 23 રન અને હાર્દિક પંડ્યા 39 રન સાથે ક્રિઝ પર છે. રોહિત અને ઈશાનના આઉટ થયા બાદ મુંબઈનો દાવ ધીમો પડી ગયો છે. મુંબઈનો વર્તમાન રન રેટ, જે એક સમયે 10થી ઉપર સ્કોર કરતો હતો, તે નવની આસપાસ છે.
ટિમ ડેવિડે 17મી ઓવરના ચોથા બોલ પર સિક્સ ફટકારી
મુંબઈ ઈન્ડિયન્સે 150 રનનો આંકડો સ્પર્શી લીધો છે. ટીમે 16 ઓવર બાદ 4 વિકેટ ગુમાવી દીધી છે. હાર્દિક પંડ્યા 32 રન બનાવીને રમી રહ્યો છે. ટિમ ડેવિડ 13 રન બનાવીને રમી રહ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સની રનની ગતિ ઘણી ધીમી થઈ ગઈ છે. ટીમે 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 138 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યા 27 બોલમાં 31 રન બનાવીને રમી રહ્યો છે. ટિમ ડેવિડ 4 રન બનાવીને રમી રહ્યો છે. ઈશાંત શર્માની દિલ્હી માટે 2 ઓવર બાકી છે.રિચર્ડસનની પણ એક ઓવર બાકી છે.
મુંબઈ ઈન્ડિયન્સની હાલત ખરાબ લાગી રહી છે. ટીમ સારી શરૂઆત બાદ સતત વિકેટ ગુમાવી રહી છે. હવે તિલક વર્મા બહાર છે. ખલીલ અહેમદે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. તિલક 6 રન બનાવીને આઉટ થયો હતો. ખલીલે આ ઇનિંગમાં પોતાની પ્રથમ વિકેટ લીધી છે. મુંબઈએ 4 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની 12 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમનો સ્કોર 120 રનને પાર કરી ગયો છે. મુંબઈએ 3 વિકેટ ગુમાવીને 120 રન બનાવ્યા છે. ઈશાન કિશન 21 બોલમાં 36 રન બનાવીને રમી રહ્યો છે. 17 બોલમાં 17 રન બનાવ્યા બાદ હાર્દિક પંડ્યા મુશ્કેલીમાં છે. દિલ્હી વિકેટની શોધમાં છે.
111ના સ્કોર પર મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજો ઝટકો લાગ્યો હતો. ઈશાન કિશન 23 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 42 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષરે પોતાનો સર્વશ્રેષ્ઠ કેચ પોતાના જ બોલ પર લીધો હતો. હાલમાં હાર્દિક પંડ્યા અને તિલક વર્મા ક્રિઝ પર છે.
ઈશાન કિશને 11મી ઓવરના અક્ષર પટેલના પહેલા બોલ પર સિક્સ ફટકારી
મુંબઈની 2 વિકેટ પડી જતાં દિલ્હીએ રાહતનો શ્વાસ લીધો છે. તેના બોલરોએ હાલમાં મેચમાં ધમાકેદાર વાપસી કરી છે. મુંબઈએ 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 105 રન બનાવી લીધા છે. ઈશાન કિશન 21 બોલમાં 3 6 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 14 રન બનાવીને રમી રહ્યો છે. દિલ્હી તરફથી અક્ષર અને નોરખિયાએ 1-1 વિકેટ લીધી છે.
ઈશાન કિશને 10મી ઓવરના પાંચમાં બોલ પર સિક્સ ફટકારી
હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકાર્યો
સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર આવતાની સાથે પેવેલિયન ભેગો થયો હતો.
80 રનના સ્કોર પર મુંબઈને પહેલો ફટકો, રોહિત એક રનથી અડધી સદી ચૂકી ગયો, સૂર્યકુમાર બેટિંગ કરવા આવ્યો.
ઈશાન કિશને સાતમી ઓવરના અક્ષર પટેલના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
રોહિત શર્માએ છઠ્ઠી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો ત્યારબાદ બીજો ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
5 ઓવર પછી મુંબઈએ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 60 રન બનાવી લીધા છે. હાલમાં ઈશાન કિશન 12 બોલમાં 19 રન અને રોહિત શર્મા 18 બોલમાં 35 રન બનાવીને ક્રિઝ પર છે. રોહિત અને ઈશાને ટીમને સારી શરૂઆત અપાવી છે.
રોહિત ઝડપી બેટિંગ કરી રહ્યો છે. ઈશાન કિશન તેને સપોર્ટ કરી રહ્યો છે.મુંબઈ ઈન્ડિયન્સના 50 રન પુરા
ઈશઆન કિશને ત્રીજી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
2 ઓવર બાદ મુંબઈનો સ્કોર 21/0.રોહિત શર્મા 9 બોલમાં 10 અને ઈશાન કિશન 3 બોલમાં 5 બનાવી રમી રહ્યા છે.
રોહિત શર્માએ બીજી ઓવરના પહેલા અને બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ્સ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ બેટિંગ માટે ક્રિઝ પર હાજર છે. આ બંને પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ટીમને સારી શરૂઆત અપાવવામાં સફળ રહેશે. દિલ્હી તરફથી ખલીલ અહેમદ પ્રથમ ઓવર ફેંકી હતી
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ શરુ થઈ ચુકી છે. ઈશાન કિશને પહેલી ઓવરના પાંચમાં બોલ પર ચોગ્ગો ફટકાર્યો
પશ્ચિમ બંગાળ: જલપાઇગુડીમાં પાર્ટી સ્વાગત સન્માન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું.
#WATCH | West Bengal: Prime Minister Narendra Modi garlanded by party workers in Jalpaiguri. pic.twitter.com/7n2r5LigI0
— ANI (@ANI) April 7, 2024
મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર છે કે, સૂર્યકુમાર યાદવ ફિટ થયો છે. આજે આઈપીએલ 2024ની પહેલી મેચ રમશે.
ટોસ હાર્યા બાદ મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે, તે પહેલા બોલિંગ કરવા માંગતા હતા. મુંબઈએ પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે.
દિલ્હીએ મુંબઈ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, દિલ્હીની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. રસિક દાર સલામના સ્થાને લલિત યાદવ પ્લેઈંગ-11માં અને ઈજાગ્રસ્ત મિશેલ માર્શના સ્થાને ઝાય રિચર્ડસન પ્લેઈંગ-11માં પ્રવેશ્યો છે.
દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્મા પર સૌની નજર છે. 23 રન બનાવવાની સાથે જ રોહિત શર્મા દિલ્હી વિરુદ્ધ 1000 રન પુરા કરશે,
આજે ડબલ હેડર મેચ છે. બીજી મેચ ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે છે.
દિલ્હી કેપિટલ્સનો ખેલાડી મિચેલ માર્શ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ આજે રમશે નહિ. આ વાતની પુષ્ટિ સૌરવ ગાંગુલીએ એક દિવસ પહેલા જ કરી છે.
રાજનાથ સિંહે કહ્યું કે પાંચ આરબ દેશોએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે. તેમણે કહ્યું કે કતાર ગયેલા ભારતીય નૌકાદળના કેટલાક ભૂતપૂર્વ જવાનોને ત્યાંની અદાલતે મૃત્યુદંડની સજા સંભળાવી હતી. તે દરમિયાન પીએમ મોદીએ કતારના રાજ્યના વડાને ફોન કર્યો, ત્યારબાદ નવ ભૂતપૂર્વ સૈનિકોને મુક્ત કરવામાં આવ્યા અને તે તમામ સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા.
આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની હાલત ખરાબ છે. દિલ્હી 4માંથી 1 મેચ જીતી 9માં સ્થાને તો મુંબઈ 3માંથી 3 મેચ હારી 10માં સ્થાન પર છે. આજે બંન્ને ટીમોની નજર જીત પર છે.
IPL 2024 ની 20મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે. મુંબઈ અત્યાર સુધી એક પણ મેચ જીતી શક્યું નથી. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમ પણ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલમાં અત્યારસુધી 33 મેચ રમાઈ છે. જેમાં મુંબઈનો દબદબો અત્યારસુધી રહ્યો છે.
Published On - 2:25 pm, Sun, 7 April 24