IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાંથી રોહિત શર્મા બહાર, કેપ્ટન હાર્દિક પંડ્યાનો ચોંકાવનારો નિર્ણય

કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ચોંકાવનારો નિર્ણય લીધો છે. રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો છે. આનું કારણ બહાર આવ્યું નથી. કેપ્ટન હાર્દિક પંડયાના ચોંકાવનારો નિર્ણયથી ફેન્સ ચોંકી ગયા હતા. હવે જોવાનું એ છે કે શું રોહિત શર્મા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બીજી ઈનિંગમાં મુંબઈ તરફથી બેટિંગ કરશે? શું હાર્દિક પંડયા રોહિતને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સામેલ કરશે?

IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાંથી રોહિત શર્મા બહાર, કેપ્ટન હાર્દિક પંડ્યાનો ચોંકાવનારો નિર્ણય
Rohit Sharma
| Updated on: May 03, 2024 | 8:09 PM

IPL 2024ની 51મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે એક એવો નિર્ણય લીધો જેની કદાચ કોઈએ અપેક્ષા પણ નહીં કરી હોય. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને તેમની પ્લેઈંગ ઈલેવનમાંથી બાકાત રાખ્યો હતો. રોહિત છેલ્લી સિઝન સુધી મુંબઈનો કેપ્ટન હતો, આ સિઝનની શરૂઆતમાં તેણે કેપ્ટનશિપ ગુમાવી દીધી હતી અને હવે તે પ્લેઈંગ ઈલેવનમાંથી પણ બહાર થઈ ગયો છે. કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો તે બહાર આવ્યું નથી. શક્ય છે કે આ મુંબઈની નવી વ્યૂહરચના હોઈ શકે કારણ કે રોહિત ઈમ્પેક્ટ પ્લેયર છે.

રોહિતને બચાવવા માટે લેવાયેલા પગલાં?

એક એંગલ એ પણ હોઈ શકે કે મુંબઈ ઈન્ડિયન્સ હવે IPL 2024માંથી લગભગ બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને મુંબઈની ટીમ રોહિતને સુરક્ષિત રાખવા માંગે છે. જોકે, રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે.

IPL 2024માં રોહિત શર્માનું એવરેજ ફોર્મ

રોહિત શર્માએ આ સિઝનમાં સારી બેટિંગ કરી છે. રોહિતે 10 મેચમાં 35ની એવરેજથી 315 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 160થી વધુ રહ્યો છે. રોહિતનું બેટ છેલ્લી કેટલીક મેચોમાં શાંત રહ્યું છે. હવે જો તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવશે અને રન બનાવશે તો T20 વર્લ્ડ કપ માટેની તેની તૈયારી વધુ મજબૂત બનશે.

મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ 11

ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વાઢેરા, હાર્દિક પંડ્યા, નમન ધીર, ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોટજિયા, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ, નુઆન તુશારા.

આ પણ વાંચો : IPL 2024 : ધોનીએ પોતાના બોડીગાર્ડને રડાવ્યા…’એક હી દિલ હૈ કિતની બાર જીતોગે માહી’, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો