IPL 2024 LSG vs DC: કુલદીપ યાદવે ફેંક્યો એવો બોલ, મેચ રોકવી પડી, 9 બોલમાં 3 વિકેટ લીધી

|

Apr 12, 2024 | 9:49 PM

કુલદીપ યાદવે લખનૌ સુપરજાયન્ટ્સ સામે તોફાની બોલિંગ કરી અને માત્ર 9 બોલમાં 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે તેની પહેલી જ ઓવરમાં માર્કસ સ્ટોઈનિસ અને નિકોલસ પૂરનને આઉટ કર્યા અને પછીની ઓવરમાં તેણે કેએલ રાહુલની વિકેટ લીધી, જે બાદ લખનૌ સુપર જાયન્ટ્સની હાલત ખરાબ થઈ ગઈ હતી.

IPL 2024 LSG vs DC: કુલદીપ યાદવે ફેંક્યો એવો બોલ, મેચ રોકવી પડી, 9 બોલમાં 3 વિકેટ લીધી
Kuldeep Yadav

Follow us on

ઈજા બાદ મેદાનમાં વાપસી કરવી સરળ નથી પરંતુ કુલદીપ યાદવે જોરદાર કમબેક કરી બતાવ્યું છે. ઈજાના કારણે છેલ્લી બે મેચમાં રમી ન શકેલો કુલદીપ યાદવ શુક્રવારે લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમવા આવ્યો હતો અને આ ખેલાડીએ તબાહી મચાવી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ સામે કુલદીપ યાદવે બોલ હાથમાં લેતા જ મેચમાં તેનો જાદુ શરૂ થઈ ગયો. આ ચાઈનામેન બોલરે પહેલી ઓવરમાં જ બે મોટા બેટ્સમેનોની વિકેટો લીધી હતી. તેણે પહેલા માર્કસ સ્ટોઈનિસને આઉટ કર્યો અને પછી નિકોલસ પૂરનની વિકેટ લીધી.

કુલદીપનો જાદુ

રિષભ પંતે આઠમી ઓવરમાં કુલદીપ યાદવને બોલિંગ માટે બોલાવ્યા. કુલદીપે ત્રીજા જ બોલ પર માર્કસ સ્ટોઈનિસને ફસાવી દીધો હતો. સ્ટોઈનિસને કુલદીપે તેની ગુગલી પર ફસાવી દીધો હતો અને તે ઈશાંત શર્માના હાથે કેચ થયો હતો. આ પછી તરત જ પંતે નિકોલસ પૂરનને બોલ્ડ કર્યો. પૂરન પણ કુલદીપની ગુગલીનો શિકાર બન્યો હતો. કુલદીપનો આ બોલ એટલો અદ્ભુત હતો કે પૂરનનો ઓફ સ્ટમ્પ ઉડી ગયો અને તેની સાથે સ્ટમ્પનું માઈક પણ બહાર આવ્યું. આ પછી રમત રોકવી પડી અને અમ્પાયરોએ સ્ટ્રેટિજિક ટાઈમ આઉટ જાહેર કર્યો.

રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન

રાહુલની વિકેટ પણ લીધી

પુરન અને સ્ટોઈનિસની વિકેટ લીધા પછી પણ કુલદીપ યાદવ રોકાયો ન હતો. આગલી ઓવરમાં તેણે લખનૌના કેપ્ટન કેએલ રાહુલની વિકેટ પણ લીધી હતી. રાહુલે કુલદીપના ઝડપી બોલને કટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટની કિનારી લઈને વિકેટકીપર પંતના હાથમાં આવી ગયો. આ રીતે કુલદીપે માત્ર 9 બોલમાં 3 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ જે સ્ટાઈલમાં બોલિંગ કરી રહ્યો છે તે માત્ર દિલ્હી માટે સારા સમાચાર નથી પરંતુ ટીમ ઈન્ડિયા માટે પણ એક સારા સમાચાર છે કારણ કે જૂનમાં T20 વર્લ્ડ કપ પણ છે.

આ પણ વાંચો : IPL 2024 LSG vs DC : દિલ્હી સામે લખનૌની જીત માટે RCB કરશે પ્રાર્થના, જાણો કેમ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article