IPL 2024: રોહિત શર્મા-રિષભ પંતની પતંગબાજી, ચાલુ મેચ દરમિયાન જોવા મળ્યો અદ્ભુત નજારો

|

Apr 27, 2024 | 9:18 PM

IPL 2024ની 43મી મેચમાં એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ દરમિયાન મેદાનમાં એક પતંગ કપાઈને આવ્યો હતો, જેના કારણે થોડા સામે માટે મેચ રોકવામાં આવી હતી. રોહિતે આ પતંગને ઉઠાવી રિષભ પંતને આપ્યો હતો, જે બાદ પંતે પંતગ સાથે જે કર્યું તે જોઈ સ્ટેડિયમમાં હાજર દર્શકો જોશમાં આવી ગયા હતા.

IPL 2024: રોહિત શર્મા-રિષભ પંતની પતંગબાજી, ચાલુ મેચ દરમિયાન જોવા મળ્યો અદ્ભુત નજારો
Rohit Sharma & Rishabh Pant

Follow us on

રિષભ પંત અને રોહિત શર્મા સાથે ક્રિકેટના મેદાન પર મજાની પળોની કોઈ કમી ન હોઈ શકે. સ્ટમ્પ માઈક પરથી બંને ખેલાડીઓની ફની કોમેન્ટ્સ વારંવાર સાંભળવા મળે છે. હવે અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ દરમિયાન રોહિત શર્મા અને રિષભ પંતનું એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું. મેચ દરમિયાન રોહિત અને પંત પતંગ સાથે રમતા જોવા મળ્યા હતા. હવે આ ઘટનાએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. બંને ખેલાડીઓનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પંત પતંગ સાથે રમતા જોવા મળ્યા હતા

IPL 2024ની 43મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ આમને-સામને હતા. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીની ટીમે 258 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઈશાન કિશન અને રોહિત શર્મા મેદાનમાં જ ઉતર્યા હતા જ્યારે પ્રથમ ઓવરના ત્રીજા બોલ બાદ કાળો પતંગ કપાઈને મેદાન પર પડ્યો હતો. ત્યારબાદ, રોહિત અને પંતને થોડી મજા કરવાનો મોકો મળ્યો. રોહિત પતંગની પાછળ ગયો અને તેને ઉપાડ્યો. ત્યાં સુધીમાં પંત પણ ત્યાં પહોંચી ગયો અને પછી રોહિતે પતંગ દિલ્હીના કેપ્ટનને આપ્યો. આ પછી, પંતે થોડી સેકન્ડો માટે તે પતંગ ઉડાવવાનું શરૂ કર્યું.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

દર્શકો પંતની સાથે એન્જોય કરવા લાગ્યા

અચાનક બહારથી આવી રહેલા પતંગને કારણે રમત થોડીવાર માટે બંધ કરવી પડી હતી. રમતમાં વિક્ષેપને કારણે, ફોર્થ અમ્પાયર તરત જ મેદાન પર દોડી ગયા અને પતંગને પોતાની સાથે લઈ ગયા. આ દ્રશ્ય જોઈને સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો અવાજ કરવા લાગ્યા અને તેઓ પણ પંતની સાથે એન્જોય કરવા લાગ્યા.

હાર બાદ મુંબઈ માટે પ્લે ઓફનો રસ્તો મુશ્કેલ

તમને જણાવી દઈએ કે આ મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 10 રનથી હરાવ્યું હતું. આ સાથે દિલ્હીની ટીમે 10 મેચમાં 5 જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો આપ્યો છે અને તે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈની ટીમ 9 મેચમાં 3 જીત સાથે નવમા સ્થાને છે. આ હાર બાદ મુંબઈ માટે પ્લે ઓફનો રસ્તો વધુ મુશ્કેલ બની ગયો છે.

આ પણ વાંચો : IPL 2024 DC vs MI: દિલ્હી કેપિટલ્સનો બદલો પૂર્ણ, રેકોર્ડ બનાવીને મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article