IPL 2024 : ક્રિકેટર આઈપીએલ છોડીને આધાર કાર્ડ બનાવવા દોડ્યો, દિલ્હી કેપિટલ્સે શેર કર્યો વીડિયો

|

Apr 24, 2024 | 2:19 PM

દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરને ભારત પ્રત્યે ખુબ પ્રેમ છે, તે આ વીડિયોમાં પણ જોઈ શકાય છે. ચાહકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. વોર્નર આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમમાંથી રમે છે.

IPL 2024 :  ક્રિકેટર આઈપીએલ છોડીને આધાર કાર્ડ બનાવવા દોડ્યો, દિલ્હી કેપિટલ્સે શેર કર્યો વીડિયો

Follow us on

દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરનો ભારત પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી. તે પોતાના સોશિયલ મીડિયા પર ભારત પ્રત્યેના પ્રેમને વખત કરતો રહે છે. હવે દિલ્હી કેપિટલ્સનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ફરી એક વખત ડેવિડનો ભારત પ્રત્યેનો પ્રેમ જોઈ શકાય છે. સમગ્ર વાત એવી છે કે, વોર્નર પોતાનું આધાર કાર્ડ બનાવવા માટે રાજી થયો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

દિલ્હી કેપિટલ્સે શેર કર્યો વીડિયો

દિલ્હી કેપિટ્લસે વોર્નરનો એક શાનદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વોર્નરની સાથે કોમેડિયન વિશુ વૉશર્ને જોવા મળી રહ્યો છે.વિશુ દિલ્હી કેપિટલ્સના પ્રેક્ટિસ સેશનના સમયે ડેવિડ વોર્નરની સાથે વાત કરે છે. વિશુ વોર્નરને ફિલ્મ જોવા માટે કહે છે. વોર્નર સ્પષ્ટ ના પાડી દે છે. ત્યારબાદ ડેવિડ વોર્નરને જમવા માટે કહે છે,પરંતુ દિલ્હી કેપિટલ્સનો આ બેટસ્મેન તેના માટે પણ ના પાડી દે છે. ત્યારબાદ વિશુ વોર્નરને ખુબ સુંદર છોકરી જોવા માટે કહે છે પરંતુ આ તમામ વિશે વોર્નર ના પાડે છે.

 

 

વોર્નરને બનાવવું છે આધારકાર્ડ

ત્યારબાદ વિશુ ડેવિડ વોર્નરને કહે છે. આ જગ્યાએ ફ્રીમાં આધાર કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. વોર્નરે વિશને લઈ દોડે છે, વીડિયોમાં આ મજાકિયા અંદાજમાં જોવા મળી રહ્યું છે કે, વોર્નરને ભારતની નાગરિકતા મેળવવા માટે કેટલો રસ છે.

ભારતીય ચાહકો પણ વોર્નરને કરે છે પ્રેમ

ડેવિડ વોર્નર ભારતના ભોજન થી લઈ ફિલ્મો બધું જ પસંદ છે. તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સાઉથ સિનેમાના હીરો પર બનાવેલી કેટલીક રીલ પણ છે. તે મેદાનમાં પણ બોલિવુડ અને સાઉથના ગીતો પર ડાન્સ કરતો જોવા મળતો હોય છે. આજ કારણ છે કે, ભારતીય ચાહકોમાં આ ઓસ્ટ્રેલિયાનો ખેલાડીને કેટલો પ્રેમ મળે છે. વોર્નરને ખુબ પ્રેમ પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો : IPL 2024 : દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ દરમિયાન કેવું રહેશે હવામાન ? જાણો

 

Next Article