IPL 2024: રાજસ્થાનની બેટિંગ દરમિયાન 17મી ઓવરમાં કંઈક એવું થયું જે બાદ થયો વિવાદ

|

Apr 10, 2024 | 11:40 PM

ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગિલ ખૂબ જ શાંત લાગે છે પરંતુ આ ખેલાડી રાજસ્થાન રોયલ્સ સામે ખૂબ ગુસ્સે થયો હતો. આનું કારણ થર્ડ અમ્પાયરનો નિર્ણય હતો જેના કારણે ગુજરાત ટાઈટન્સને પાંચ રનનું નુકસાન થયું હતું.

IPL 2024: રાજસ્થાનની બેટિંગ દરમિયાન 17મી ઓવરમાં કંઈક એવું થયું જે બાદ થયો વિવાદ
Shubman Gill

Follow us on

શુભમન ગિલ પ્રથમ વખત કેપ્ટન તરીકે IPL મેદાનમાં ઉતર્યો છે. ગુજરાત ટાઈટન્સે તેને આ સિઝનમાં ટીમની કેપ્ટનશીપ આપી છે અને આ જ કારણ છે કે આ ખેલાડી હવે અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે મેદાન પર કૂલ રહેતો શુભમન ગિલ બુધવારે રાજસ્થાન સામેની મેચમાં તેની કૂલનેસ ગુમાવી બેઠો હતો. અમ્પાયરના નિર્ણય પર શુભમન ગિલ ગુસ્સે થયો હતો જેના કારણે ગુજરાત ટાઈટન્સને પાંચ રનનું નુકસાન થયું હતું. સવાલ એ છે કે અમ્પાયરે શું કર્યું? ચાલો તમને જણાવીએ કે સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં શું થયું?

ત્રીજા અમ્પાયરે અચાનક નિર્ણય બદલ્યો

રાજસ્થાનની બેટિંગ દરમિયાન 17મી ઓવરમાં કંઈક એવું થયું જેણે વિવાદ સર્જ્યો. મોહિત શર્મા ઓવરનો છેલ્લો બોલ ફેંકી રહ્યો હતો જેને અમ્પાયરે વાઈડ આપ્યો હતો. ગુજરાતે આ નિર્ણયને DRS દ્વારા પડકાર્યો હતો. થર્ડ અમ્પાયરે રિપ્લે જોયો અને બોલને માન્ય જાહેર કર્યો, પરંતુ થોડી સેકન્ડ બાદ અચાનક થર્ડ અમ્પાયરે પોતાનો નિર્ણય પલટી નાખ્યો. આ બધું જોઈ શુભમન ગિલ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે મેદાન પરના અમ્પાયરો સાથે વાત કરી. આ વાતચીત લાંબા સમય સુધી ચાલતી રહી.

આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો

ગિલ અમ્પાયર પર ગુસ્સે થયો

ગિલનો ગુસ્સો કરવો વાજબી હતો, કારણ કે ત્રીજા અમ્પાયરે અચાનક તેનો નિર્ણય પલટી નાખ્યો હતો. જોકે મેદાન પરના અમ્પાયરે ગિલને શાંત પાડ્યો હતો, પરંતુ બીજી જ ક્ષણે ગુજરાતને તેની કિંમત ચૂકવવી પડી હતી. મોહિત શર્માના છેલ્લા બોલ પર સંજુ સેમસને ચોગ્ગો ફટકાર્યો અને આ રીતે ગુજરાતને કુલ પાંચ રનનું નુકસાન થયું. જો થર્ડ અમ્પાયરે તે બોલ વાઈડ ન આપ્યો હોત તો મોહિત શર્માનો છેલ્લો બોલ બાઉન્ડ્રી સુધી ન પહોંચ્યો હોત.

ગુજરાતના બોલરોની ધુલાઈ

રાજસ્થાન રોયલ્સની ઈનિંગની વાત કરીએ તો કેપ્ટન સંજુ સેમસન અને યુવા બેટ્સમેન રિયાન પરાગે ગુજરાતી બોલરોને જોરદાર ફટકાર્યા હતા. ગુજરાતે રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરને વહેલા આઉટ કર્યા હતા, પરંતુ આ પછી રિયાન પરાગ અને સંજુ સેમસને ત્રીજી વિકેટ માટે 78 બોલમાં 130 રન જોડ્યા હતા. રિયાન પરાગે 5 સિક્સરની મદદથી 76 રન બનાવ્યા હતા. જ્યારે સંજુ સેમસને 38 બોલમાં 68 રનની અણનમ ઈનિંગ રમી હતી.

આ પણ વાંચો : IPL 2024 : છઠ્ઠી ઓવરના આ બોલે ગુજરાત ટાઈટન્સની એક મોટી ભૂલે પલટી રાજસ્થાનની બાજી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article