AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli બાળપણથી જ એક્ટ્રેસ સાથે લગ્ન કરવાનું જોતો હતો સપનું, મિત્રની માતાએ કર્યો ખુલાસો, જુઓ Video

IPL 2023: વિરાટ કોહલીએ (Virat Kohli) બાળપણમાં જે પણ સપના જોયા હતા, તે બધા તેણે પૂરા કર્યા. તેના તેના દરેક સપનાને સાકાર કર્યા છે. પછી તે ભારત માટે રમવાની હોય કે એક્ટ્રેસ સાથે લગ્ન કરવાની હોય.

Virat Kohli બાળપણથી જ એક્ટ્રેસ સાથે લગ્ન કરવાનું જોતો હતો સપનું, મિત્રની માતાએ કર્યો ખુલાસો, જુઓ Video
Virat Kohli - Anushka Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 5:39 PM
Share

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ બાળપણમાં અન્ય બાળકોની જેમ ઘણા સપના જોયા હતા. ભારત માટે રમવું, મોટો ખેલાડી બનવાનું તેનું બાળપણનું સપનું હતું. આ સિવાય બાળપણથી જ તે એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માંગતો હતો. કોહલીએ બાળપણમાં જોયેલા તમામ સપના પૂરા કર્યા. ભારતનો સૌથી મોટો ક્રિકેટર બન્યો. ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી. અનુષ્કા શર્માને પાર્ટનર બનાવી.

કોહલી એક એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માંગતો હતો તે વાતનો ઘટસ્ફોટ તેના બાળપણના મિત્ર શલજની માતાએ કર્યો હતો, વિરાટને તેના મિત્રની માતાએ બનાવેલા ભરેલા બટાકા પ્રિય હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોહલીના પહેલા કોચ રાજકુમાર શર્મા, મિત્ર શલજ અને તેની માતાનો કોહલીના શરૂઆતના દિવસો વિશે વાત કરતા સુંદર વીડિયો શેર કર્યો છે.

અહીં જુઓ વીડિયો

ભરેલા બટાકા ખાવાનો શોખીન છે કોહલી

શલજ અને કોહલી એકસાથે ક્રિકેટ એકેડમીમાં જતા હતા. શલજની માતા નેહા અવારનવાર બધા માટે ખાવાનું લઈ જતી. કોહલીને તેના દ્વારા તૈયાર કરવામાં આવેલ ફૂડ પણ ગમ્યું. નેહાએ કહ્યું કે કોહલી પહેલાથી જ વિનંતી કરતો હતો કે તેને શું ખાવું છે. તેણીએ બનાવેલા ભરેલા બટેટા તેને ખૂબ જ ગમતા અને તે ટિફિન ખોલતાની સાથે જ કોહલી તે લઈને ભાગી જતો. ત્યારબાદ બાકીના બાળકો પણ કોહલીની પાછળ દોડવા લાગ્યા.

આ પણ વાંચો : MS Dhoni, DRS: ધોની છે રિવ્યૂ માસ્ટર? જાણો વિરાટ કોહલી, કેએલ રાહુલ કોણ છે માહિની આગળ કે પાછળ

એડનું પોસ્ટર જોઈને કહ્યું પોતાનું સપનું

નેહાએ વધુમાં જણાવ્યું કે એક વખત મદનલાલ ક્રિકેટ એકેડમી સાથે સ્પર્ધા ચાલી રહી હતી. એક એડ ફિલ્મનું પોસ્ટર હતું, જેને જોઈને કોહલીએ કહ્યું હતું કે તે એક દિવસ મોટો માણસ બનશે અને એક્ટ્રેસ સાથે લગ્ન કરશે. નેહાએ કહ્યું કે કોહલીનું દરેક સપનું સાકાર થયું છે, જે જોઈને આનંદ થયો.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">