IPL 2023 Retention:15 નવેમ્બર ડેડલાઈન, 10 ટીમમાં કોણ થશે રિટેન, કોણ થશે રિલીઝ?

IPL 2022ની જેમ IPL 2023માં પણ કુલ 10 ટીમ રમતી જોવા મળશે. તમામ ટીમોએ 2023ની મીની હરાજીમાં જતા પહેલા તેમના પર્સમાં પૂરતા પૈસા હોવાની ખાતરી કરવા માટે ખેલાડીઓને રિટેન અને રિલીઝ કર્યા છે.

IPL 2023 Retention:15 નવેમ્બર ડેડલાઈન, 10 ટીમમાં કોણ થશે રિટેન, કોણ થશે રિલીઝ?
Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2022 | 7:17 PM

IPL 2023ને લઈ ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. મિની ઓક્શન 23 ડિસેમ્બરના રોજ કોચ્ચિમાં યોજાનાર છે, પરંતુ મિની ઓક્શન યોજાઈ તે પહેલા ખેલાડીઓનું રિટેન્શન તમામ ટીમોએ કરવાનું છે. જેના માટે છેલ્લી તારીખ 15 નવેમ્બરના રોજ ડેડલાઈન પૂર્ણ થવાની છે એવામાં તમારે એ જાણવું પણ જરુરી છે કે, અત્યાર સુધી કઈ-કઈ ટીમોએ ખેલાડીઓને રિટેન્શન અને રિલીઝને લઈ નામ ફાઈનલ કર્યું છે. IPL 2022ની જેમ આ વખતે પણ કુલ 10 ટીમો મેદાન પર રમતી જોઈ શકાશે. ચાલો જોઈએ તમામ ટીમ વિશે કે કોણ રિટન અને રિલીઝ કરી રહી છે.

ચેન્નઈ સુપર કિંગ્સ

4 વખતની આઈપીએલ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સની તાકાત વધારવા માટે સારા ખેલાડીઓની શોધમાં છે. આ શોધ તે આઈપીએલ 2023ના મિની ઓક્શનમાં પૂર્ણ કરવા માંગશે.

CSK Retained Players: એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, મોઈન અલી, શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, મુકેશ ચૌધરી, ડ્વેન પ્રિટોરિયસ, દીપક ચહર

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

CSK Released players:ક્રિસ જોર્ડન, એડમ મિલ્ને, નારાયણ જગદીસન, મિશેલ સેન્ટનર

મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલ 2022 સારું રહ્યું નથી, પરંતુ આગામી સીઝન એટલે કે, આઈપીએલ 2023માં ટીમ શાનદાર ફોર્મ સાથે પરત ફરે,જેના માટે મુંબઈએ એક તો જેસન બેહરેનડૉર્ફને રૉયલ ચેલેન્જર બેંગ્લોર સાથે ટ્રેડ કર્યો છે.

MI Retained Players: રોહિત શર્મા , ડિવાલ્ડ બ્રેવિસ,ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, ડેનિયલ સેમ્સ, ટિમ ડેવિડ, જોફ્રા આર્ચર, જસપ્રીત બુમરાહ, ટ્રિસ્ટન સ્ટબ્સ, તિલક વર્મા

MI Released Players:ફેબિયન એલન, કિરોન પોલાર્ડ, ટિમલ મિલ્સ, મયંક માર્કંડેય, હૃતિક શોકીન

રૉયલ ચેલેન્ઝર બેંગ્લોર

આઈપીએલની 16મી સીઝનનું આયોજન થવા જઈ રહ્યું છે, પરંતુ રોયલ ચેલેન્ઝર બેંગ્લોર આજે પણ પોતાની પ્રથમ ટ્રોફીની રાહ છે. ત્યારે આ રાહને પુરી કરવા માટે તે મજબુત ટીમ બનાવવા માંગશે.

RCB Retained Players:વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસીસ, વાનિન્દુ હસરંગા, દિનેશ કાર્તિક, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, શાહબાઝ અહેમદ, રજત પાટીદાર

RCB Released Players: સિદાર્થ કૌલ, કર્ન શર્મા, ડેવિડ વિલી, આકાશ દીપ

ગુજરાત ટાઈટન્સ

ગુજરાત ટાઈટન્સ આઈપીએલની સૌથી નવી ટીમ છે. આઈપીએલ 2022 તેની પ્રથમ સીઝન હતી પરંતુ પ્રથમ સીઝનમાં જ આ ટીમ ચેમ્પિયન બની હતી. તેની આ કામયાબીને જાળવી રાખવા માટે ટીમ મિની ઓક્શનને લઈ કેટલાક ખેલાડીઓને જોડવા માંગશે.

GT Retained Players: હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, શુભમન ગિલ, અભિનવ મનોહર, ઋદ્ધિમાન સાહા, રાશિદ ખાન,મોહમ્મદ શમી, રાહુલ તેવટિયા, રહમાનુલ્લાહ ગુરબાઝ

GT Released Players: મેથ્યુ વેડ, વિજય શંકર, ગુરકીરત માન સિંહ, જયંત યાદવ, પ્રદીપ સાંગવાન, નૂર અહેમદ, સાઈ કિશોર, વરુણ એરોન

દિલ્હી કેપિટલ્સ

દિલ્હી કેપિટલ્સે સૌથી ઓછા બજેટમાં આઈપીએલ 2022માં સારી ટીમ બનાવી હતી. મિની ઓક્શન દ્વારા તેનો ઈરાદો ટીમને કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડશે.

DC Retained Players: ઋષભ પંત, ડેવિડ વોર્નર, પૃથ્વી શો, રૉવમન પાવેલ, અક્ષર પટેલ, મિચેલ માર્શ, સરફરાઝ ખાન, એનરિક, કુલદીપ યાદવ

DC Released Players: શાર્દુલ ઠાકુર, ટિમ સિફર્ટ, કેએસ ભરત, મંદીપ સિંહ, અશ્વિન હેબર

કોલકતા નાઈટ રાઈડર્સ

કોલકતા નાઈટસ રાઈડર્સે આઈપીએલ 2023 માટે લૉકી ફર્ગ્યુસન અને રહમાનુલ્લાહ ગુરુબાઝને ટ્રેડ કર્યા છે.

Top Retained Players:શ્રેયસ ઐયર, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, પેટ કમિન્સ, નીતિશ રાણા, શેલ્ડન જેક્સન, રિંકુ સિંહ, ઉમેશ યાદવ

Possible Released Players:શિવમ માવી, મોહમ્મદ નબી, ચમિકા કરુણારત્ને, રમેશ કુમાર, અજિંક્ય રહાણે, એરોન ફિન્ચ

રાજસ્થાન રોયલ્સ

આઈપીએલ 2023 મિની ઓક્શન દ્વારા રાજસ્થાન રોયલ્સે પણ પોતાની ટીમની કેટલીક ખામી દુર કરવાનો પ્રયત્ન કરશે. જેના માટે આ ટીમના કેટલાક ખેલાડીઓને રિલીઝ કરતી જોવા મળી શકે છે.

Top Retained Players: સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, શિમરોન હેટમાયર, ટ્રેન્ટ બોલ્ટ, જીમી નીશમ, પ્રસિદ્ધ કૃષ્ણા, મેકકોય

Possible Released Players:નવદીપ સૈની, ડેરીલ મિશેલ, રાસી વેન ડેર ડ્યુસેન, કોર્બીન બોસ

લખનઉ સુપર જાયન્ટસ

લખનઉ સુપર જાયન્સે અત્યાર સુધી ખેલાડીઓને રિટેન અને રિલીઝને લઈ પોતાના પત્તા ખોલ્યા નથી. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, એક મોટું નામ જે રિલીઝ કરવામાં આવી શકે છે તે છે મનીષ પાંડે, આ સિવાય અંકિત રાજપુત અને એન્ડ્રુ ટાય પણ આ લિસ્ટમાં આવી શકે છે.

પંજાબ કિંગ્સ

પંજાબ કિંગ્સે પહેલા જ કેપ્ટનને લઈને મોટો નિર્ણય લઈ લીધો છે. આઈપીએલ 2023 માટે ટીમે શિખર ધવનને કેપ્ટન્સી સોંપી છે. હવે તે કોને ટીમમાં રાખશે અને કોને રિટેન અને કોને રિલીઝ કરશે તે અંગેનો નિર્ણય જોવો રસપ્રદ રહેશે.

સનરાઈઝ હૈદરાબાદ

સનરાઈઝ હૈદરાબાદે પણ પોતાની ટીમ પર ખુબ કામ કરવાની જરુર છે. પોતાની આ જરુરત માટે આ ટીમ અનેક ખેલાડીને રિલીઝ કરી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">