Prerak Mankad, IPL 2023: લખનૌની જીતના હિરો ગુજરાતી ખેલાડી પર હૈદરાબાદમાં ફેન્સનો હુમલો, SRH vs LSG મેચમાં બબાલ!
SRH vs LSG, IPL 2023: સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સના ડગ આઉટ પર નટ-બોલ્ટ વડે નિશાન બનાવાયા હતા. જોકે હવે મોટો ખુલાસો ફિલ્ડીંગ કોચે કર્યો છે.
IPL 2023 જબરદસ્ત રોમાંચ સાથે હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આ સાથે જ સિઝનમાં વિવાદો પણ જોવા મળ્યા છે. વિવાદ મેદાનમાં ખેલાડીઓ સાથે તો જોવા જ મળી રહ્યા છે, પરંતુ હવે ચાહકો પણ વિવાદ ખેલાડીઓને નિશાન બનાવીને વિવાદ સર્જી રહ્યા છે. શનિવારે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના ડગ આઉટ પર સનરાઈઝર્સ હૈદરાબાદના ચાહકોએ સ્ટેન્ડમાંથી નટ બોલ્ટ ફેંકાયા હતા. પરંતુ હવે એવો ખુલાસો સામે આવ્યો છે કે, જીતનો હિરો પ્રેરક માંકડ પણ નટ બોલ્ટને નિશાને ચાહકોએ લીધો હતો. ગુજરાતી ખેલાડી માંકડને નટ અને બોલ્ટ માર્યા હોવાનો ખુલાસો થયો છે. આ એ જ ખેલાડી છે, જેણે લખનૌની જીત માટે મહત્વની ભૂમિકા ભજવીને અડધી સદી નોંધાવી હતી.
અંપાયરના નિર્ણયના વિવાદ દરમિયાન હૈદરાબાદના ચાહકોએ હંગામો મચાવ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સના ડગ આઉટ પર નટ બોલ્ટ ફેંકવામાં આવ્યા હતા. જેને લઈ ડગ આઉટમાં રહેલા ખેલાડીઓ અને સપોર્ટ્સ સ્ટાફ સહિતના સૌ કોઈ મેદાનમાં દોડી આવ્યા હતા. હૈદરાબાદના દર્શકોએ આઈપીએલમાં શરમજનક સ્થિતી હૈદરાબાદ શહેરની કરી દીધી હતી. રમતમાં ખેલ ભાવનાને બદલે હુમલો કરવાની હદ સુધી પહોંચવાને લઈ હૈદરાબાદના ચાહકો સામે રોષની સ્થિતી પેદા થઈ છે.
જોન્ટી રોડ્સે કર્યો ખુલાસો
લખનૌની ટીમના ફિલ્ડીંગ કોચ જોન્ટી રોડ્સે ખુલાસો કર્યો હતો કે, પ્રેરક માંકડ પર ફિલ્ડીંગ કરવા દરમિયાન માથામાં નટ બોલ્ટ મારવામાં આવી રહ્યા હતા. આમ માંકડને નટ-બોલ્ટ વડે નિશાન બનાવવામાં આવી રહ્યો હતો. રોડ્સે આ અંગે ટ્વીટ કરતા જ હવે આ વાત આઈપીએલમાં નવો વિવાદ સર્જી રહી છે અને હૈદરાબાદના ચાહકો સામે રોષ પેદા થાય એવો માહોલ સર્જાઈ રહ્યો છે.
Not at the dugout, but at the players. They hit Prerak Mankad on the head while he was fielding at long on. #noton https://t.co/4yxmuXh7ZF
— Jonty Rhodes (@JontyRhodes8) May 13, 2023
ટોસ જીતીને હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સે 20 ઓવરમાં 6 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં 183 રનના લક્ષ્યાંકનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સે અંતિમ ઓવરમાં 4 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી હતી. લખનૌની આ જીતનો હીરો બન્યો હતો પ્રેરક માંકડ. 45 બોલમાં 64 રનની અણનમ ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ SRH vs LSG IPL Match Result: પૂરનની તોફાની રમત વડે લખનૌએ 7 વિકેટે મેળવી રોમાંચક જીત, પ્રેરક માંકડની અડધી સદી
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…