IPL 2023 Mini Auction : 405 ખેલાડીઓની બોલી લાગશે, જાણો કોણ છે સૌથી યુવા અને સૌથી મોટી ઉંમરના ખેલાડી
IPL 2023 માટે મીની હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં યોજાવાની છે. તેમાં 405 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમાંથી 117ની પસંદગી થવાની છે. જેમાં 87 ભારતીય અને 30 વિદેશી ખેલાડીઓ હશે.

કેરળના કોચિનમાં 23 ડિસેમ્બરના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગનું મિની ઓક્શન યોજાશે. આ પુલમાં 405 ખેલાડી છે. જેમાં 132 વિદેશી ખેલાડી સામેલ છે. પ્રથમ મેગા ઓક્શનમાં કુલ 991 ખેલાડીઓમાંથી 369 લોકોની પસંદગી થઈ હતી ત્યારબાદ 36 વધુ ખેલાડીઓ જોડાયા હતા. ઓક્શન બપોરના 2.30 કલાકથી શરુ થશે. મેગા ઓક્શનમાં ટીમની પાસે 90 કરોડ રુપિયાનું પર્સ હતું. આ વખતે 95 કરોડનું પર્સ છે. જો કે ટીમો સાથે હાજર રહેલા ખેલાડીઓના જણાવ્યા અનુસાર આ પર્સમાંથી તેમની રકમ ઓછી કરવામાં આવશે.
આ યાદીમાં 282 અનકેપ્ડ ખેલાડીઓ
આ ઉપરાંત 30 વિદેશી ખેલાડીઓ માટે સ્લોટ છે. સૌથી વધુ કિંમત 2 કરોડ રૂપિયા છે. આઈપીએલની 10 ટીમોમાં કુલ 117 સ્લોટ છે. કુલ 405 ખેલાડીઓમાંથી માત્ર 117 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. હૈદરાબાદની ટીમ પાસે સૌથી વધુ 17 સ્લોટ છે અને દિલ્હી પાસે સૌથી ઓછા 7 સ્લોટ છે. ચેન્નાઈ પાસે 9 સ્લોટ છે, ગુજરાત ટાઇટન્સ પાસે 10, કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે 14, લખનૌ સુપરજાયન્ટ્સ પાસે 14, મુંબઈ ઈન્ડિયન્સ પાસે 12, પંજાબ કિંગ્સ પાસે 12, બેંગ્લોર પાસે 9 સ્લોટ છે.
અલ્લાહ મોહમ્મદ ગઝનફર સૌથી યુવા ખેલાડી
સૌથી યુવા ખેલાડીની વાત કરીએ તો મિની ઓક્શનમાં અફધાનિસ્તાનના બોલર અલ્લાહ મોહમ્મદ ગઝનફર સૌથી યુવા ખેલાડી છે. તમને જણાવી દઈએ કે, તેની પસંદગી થવાની સંભાવના વધુ છે. અફધાનિસ્તાનના આ યુવા સ્પિનર પહેલાથી જ ટી20 મેચ માટે ડિમાન્ડમાં રહ્યો છે. ગાઝાનફરની ઉંમર માત્ર 15 વર્ષે અને 151 દિવસની છે. તે 6 ફીટ 2 ઈંચ લાંબો છે. તેમણે પોતાની બેઝ પ્રાઈઝ
20 લાખ રુપિયા નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે, અત્યારસુધીના આઈપીએલમાં સૌથી યુવા ખેલાડી પ્પયાસ બર્મન હતો. જેમણે 2019માં આરસીબી તરફથી રમ્યો હતો. તે 16 વર્ષે 157 દિવસનો હતો.
આઈપીએલ 2023ના મિની ઓક્શન માટે રજિસ્ટ્રેશન કર્યું
સૌથી મોટી ઉંમરના ખેલાડીની વાત કરીએ તો તે અમિત મિશ્રા છે. આ જાણીતા સ્પિનરની ઉંમર 40 વર્ષની છે. તેમણે આઈપીએલ 2023ના મિની ઓક્શન માટે રજિસ્ટ્રેશન કર્યું છે. તેમણે દિલ્લી કેપિટલ્સે મુક્ત કર્યો છે. મિશ્રાએ ટી20 ક્રિકેટમાં 272 વિકેટ લીધી છે. કુલ 244 મેચ રમી છે. તેનો ઈકોનોમી રેટ 7.14નો છે. 154 આઈપીએલ મેચમાં તેમણે 166 વિકેટ લીધી છે.