IPL 2023 : 4 મેના રોજ નહીં રમાય LSG vs CSKની મેચ, શેડયૂલમાં થયો મોટો ફેરફાર
CSK vs LSG : આધિકારિક વેબસાઈટ પરથી જાહેર કરવામાં આવ્યું છે કે 4 મેના રોજ યોજાનારી ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની મેચ હવે 3 મેના રોજ રમાશે.

આઈપીએલ 2023માં હાલમાં ધમાકેદાર મેચ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આધિકારિક વેબસાઈટ પરથી જાહેર કરવામાં આવ્યું છે કે 4 મેના રોજ યોજાનારી ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની મેચ હવે 3 મેના રોજ રમાશે.
લખનઉમાં આ દિવસે મેયરની ચૂંટણીને હોવાને કારણે, જે મેચ 4 મેના રોજ લખનઉના એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની હતી તે હવે 3જી મેના રોજ બપોરે 3:30 વાગ્યે રમાવાની છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની આ મેચ આઈપીએલ 2023ની 46મી મેચ છે.
મેચની તારીખમાં ફેરફાર
CSK Vs LSG match on 4th May has been shifted to 3rd May (3.30pm) due to the Mayor election in Lucknow. (Reported by @abhishereporter).
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 17, 2023
સ્થાનિક અધિકારીઓ માટે ચૂંટણીના દિવસોમાં સ્ટેડિયમ અને તેની આસપાસ પોલીસ અધિકારીઓની તૈનાતી સુનિશ્ચિત કરવી મુશ્કેલ બની જતી હોય છે. ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાના પરિણામે મતદાન સ્થળોએ જાહેર પરિવહનની ગતિશીલતા પણ મર્યાદિત છે.જેને કારણે મેચની તારીખમાં ફેરફાર થયો છે.
IPL 2023માં તાજેતરમાં 3જી એપ્રિલે MA ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ ખાતે લખનઉ સુપર જાયન્ટ્સનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થયો હતો. જ્યાં ધોનીની ટીમે લખનઉને 12 રને કચડી નાખ્યા હતા. મોઇન અલીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
હાલમાં ચેન્નાઈ અને બેંગ્લોર વચ્ચે ચાલી રહી છે મેચ
🚨 Toss Update from M. Chinnaswamy Stadium 🏟️@faf1307 has won the toss & @RCBTweets have elected to bowl against the @msdhoni-led @ChennaiIPL.
Follow the match ▶️ https://t.co/QZwZlNju3V #TATAIPL | #RCBvCSK pic.twitter.com/rHKuDWsRuG
— IndianPremierLeague (@IPL) April 17, 2023
આજની મેચમાં ટોસ જીતીને બેંગ્લોરની ટીમે બોલિંગ પસંદ કરી હતી.. પ્રથમ ઈનિંગમાં ચેન્નાઈની ટીમે 6 વિકેટના નુકશાન સાથે 226 રન બનાવ્યા હતા. બેંગ્લોર સામે હવે 227 રનનો ટાર્ગેટ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, મહિપાલ લોમરોડ, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હર્ષલ પટેલ, વાનિન્દુ હસરંગા, વેન પાર્નેલ, વિજય કુમાર વિશાક, મોહમ્મદ સિરાજ
ચેન્નાઈ સુપર કિંગ્સ: ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), મતિશ પથિરાના, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષાના
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…