IPL 2023 ની 13મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે. ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આ ટક્કર થનારી છે. હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાતની ટીમ હાલમાં ફુલ ફોર્મમાં ચાલી રહી છે. શરુઆતની બંને મેચ જીતીને ત્રીજા સ્થાને પોઈન્ટ્સ ટેબલમાં છે. હવે કોલકાતાને હરાવીને ફરીથી નંબર 1 ના સ્થાને ગુજરાત પહોંચી શકે છે. આ દરમિયાન ગુજરાત ટીમ સામે કોલકાતાનો એક ખેલાડી પાકિસ્તાનનુ બેટ લઈને અમદાવાદમાં મેદાને ઉતરશે. આ બેટ ખાસ પ્રકારની બનાવટ ધરાવે છે અને તેની કિંમત પણ ખૂબ છે.
વાત જેસન રોયની છે. તે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે રિપ્લેસમેન્ટના રુપમાં જોડાયો છે. તે પોતાની સાથે જે બેટ લઈને આવ્યો છે એ બેટ તેની કિંમત અને તેની બનાવટને લઈ ચર્ચામાં છે. જેસન રોયનુ બેટ પાકિસ્તાનનુ છે. આ બેટ વડે જેસન રોય પાકિસ્તાનમાં પણ ધમાલ મચાવી ચુક્યો છે. હવે કોલકાતાની ટીમ માટે આ બેટથી બોલરો પર એટેક કરવાના મૂડમાં હશે. પરંતુ તેણે અમદાવાદમાં ગુજરાતના બોલરોનો સામનો કરવાનો છે. અહીં તેણે શમી થી લઈને પંડ્યાના બોલનો સામનો કરવાનો છે.
જે બેટ વડે જેસન રોયલ રમે છે એ બેટનુ નિર્માણ પાકિસ્તાનમાં થાય છે. CA સ્પોર્ટ્સનુ આ બેટ ઈંગ્લીશ વિલોમાંથી તૈયાર થયેલુ છે. જેસન રોય આ સ્પોર્ટ્સ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને જે આ બેટથી રમવા માટેનુ સૌથી મોટુ કારણ છે. જેસન રોય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કે લીગ ક્રિકેટમાં કે ઘરેલુ ક્રિકેટમાં રમતો હોય પણ તેના હાથમાં આ પાકિસ્તાની બેટ જ જોવા મળે છે.
રોય જે બેટ વડે રમે છે એ બેટના મોડલનુ નામ પણ કંપનીએ જેસન રોયના શોર્ટ નામ પરથી જ આપવામાં આવ્યુ છે. બેટનુ મોડલ CA JR20 તરીકે ઓળખવામાં આવે છે. આ બેટની કિંમત 1 લાખ રુપિયા કરતા વધારે મોંઘુ છે. ઈંગ્લીશ વિલોથી તૈયાર થયેલુ આ બેટ 39 mm ની કિનારી ધરાવે છે. આ બેટ વડે બાઉન્ડરી જમાવવી આસાન છે. જેસન રોય આઈપીએલમાં ધમાલ મચાવતો જોવા મળે તો, તેમાં તેના બેટની ભૂમિકા સૌથી મોટી હશે.
તાજેતરમાં જ રમાયેલ PSL 2023 માં પણ જેસન રોયે ધમાલ મચાવી હતી. જેમાં તેણે આજ બેટનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન તેણે તોફાની સદી નોંધાવી હતી. હવે આઈપીએલમાં મોજૂદ છે અને અહીં પણ તેના બેટ વડે કમાલની રમત બતાવવા માટે તૈયાર હશે. જેસન રોય કોલકાતા સાથે 2.8 કરોડ રુપિયા ની પ્રાઈસ વડે જોડાયો છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 10:51 am, Sun, 9 April 23