AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL માં દરેક સિક્સર-ચોગ્ગા પર ચીયરલીડર્સ કરે છે શાનદાર ડાન્સ, જાણો ચીયરલીડર્સને કેટલી મળે છે સેલેરી

દરેક સિક્સર, ચોગ્ગા અને વિકેટ પર બ્રાઉન્ડ્રી બહાર ઉભેલી ચીયરલીડર્સ શાનદાર ડાન્સ કરે છે. વર્ષ 2008માં આઈપીએલની પ્રથમ સિઝનથી ભારતમાં ચીયરલીડર્સની એન્ટ્રી થઈ હતી. છેલ્લા કેટલીક સિઝનથી કોરોનાને કારણે આઈપીએલમાં ચીયરલીડર્સ જેવો મળ્યા ન હતા. પણ આ સિઝનમાં ચીયરલીડર્સની વાપસી થઈ છે.

IPL માં દરેક સિક્સર-ચોગ્ગા પર ચીયરલીડર્સ કરે છે શાનદાર ડાન્સ, જાણો ચીયરલીડર્સને કેટલી મળે છે સેલેરી
ipl 2023 cheerleaders
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 7:23 PM
Share

31 માર્ચથી શરુ થયેલી આઈપીએલની 16મી સિઝનમાં ધમાકેદાર, શાનદાર અને રોમાંચક મેચ જોવા મળી રહી છે. બેટ્સમેનના બેટથી ફટકારવામાં આવેલા દરેક સિક્સર, ચોગ્ગા અને વિકેટ પર બ્રાઉન્ડ્રી બહાર ઉભેલી ચીયરલીડર્સ શાનદાર ડાન્સ કરે છે. વર્ષ 2008માં આઈપીએલની પ્રથમ સિઝનથી ભારતમાં ચીયરલીડર્સની એન્ટ્રી થઈ હતી. છેલ્લા કેટલીક સિઝનથી કોરોનાને કારણે આઈપીએલમાં ચીયરલીડર્સ જેવો મળ્યા ન હતા. પણ આ સિઝનમાં ચીયરલીડર્સની વાપસી થઈ છે.

આઈપીએલની મેચ જોઈ રહેલા દરેક લોકોના મનમાં ચીયરલીડર્સને લઈને અનેક સવાલો હોય છે. ચીયરલીડર્સને લાઈફ સ્ટાઈલને લઈને લોકોના મનમાં સવાલો ચાલતા રહે છે. જણાવી દઈએ કે આઈપીએલની દરેક ફ્રેન્ચાઈઝી ચીયરલીડર્સને અલગ અલગ સૈલરી આપે છે. મીડિયા રિપોર્ટસ પરથી કેટલીક ફ્રેન્ચાઈઝીની ચીયરલીડર્સને સેલેરી જાણવા મળી છે. જે નીચે મુજબ છે.

ટીમ સેલેરી (પ્રતિ મેચ)
કોલકત્તા નાઈટ રાઈડર્સ 24,574
મુંબઈ ઈન્ડિયન્સ 20,479
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 20,479
રાજસ્થાન રોયલ્સ 14,744
પંજાબ કિંગ્સ 12,287
સનરાઈઝર્સ હૈદરાબાદ 12,287
ચેન્નાઈ સુપર કિંગ્સ 12,287

આઈપીએલમાં દરેક મેચમાં ચીયરલીડર્સને 10થી 25 હજાર સુધીની સેલેરી આપવામાં આવે છે. અહીં દર્શાવેલા આંકડા મીડિયા રિપોર્ટસ પરથી જાણવા મળ્યા છે. TV9 આ આંકડાઓની પુષ્ટિ કરતું નથી. આઈપીએલની ચીયરલીડર્સ યૂક્રેન, રુસ, નોર્વે, બેલ્જિયમથી વધારે હોય છે, કેટલીક ફ્રેન્ચાઈઝીઓ ભારતીય ચીયરલીડર્સ સાથે પણ ટાઈઅપ કરે છે. કેટલાક રિપોર્ટસ અનુસાર, ઘણી ચીયરલીડર્સનું મુખ્ય પ્રોફેશન અલગ હોય છે. આઈપીએલ દરમિયાન તેઓ ચીયરલીડિંગ એક પાર્ટ ટાઈમ જોબ તરીકે કરે છે.

આઈપીએલ 2023નું સંપૂર્ણ શેડયૂલ

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

IPL 2023માં કુલ 70 લીગ મેચો અને 4 પ્લેઓફ મેચો હશે, જો આપણે લીગ મેચોની વાત કરીએ તો કોઈ દિવસ બે મેચ અને કોઈ દિવસ એક મેચ રમાશે. જેના માટે તમને જણાવી દઈએ કે IPLમાં કોઈપણ દિવસે બે મેચ હોય તો તે દિવસે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને ત્યાર બાદ બીજી મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ તમામ મેચોની ટોસ મેચની બરાબર 30 મિનિટ પહેલા કરવામાં આવશે એટલે કે બપોરની મેચ માટે ટોસ બપોરે 3 વાગ્યે અને સાંજની મેચ માટે ટોસ સાંજે 7 વાગ્યે કરવામાં આવશે.

બે ગ્રુપમાં વિભાજીત થઈ છે બંને ટીમ

ગ્રુપ A : મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ

ગ્રુપ B : રોયલ ચેલેન્જર બેંગ્લોર, ગુજરાત ટાઈટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ

IPL 2023માં શું છે નવો નિયમ?

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

IPL 2023 સિઝનમાં, BCCIએ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ રજૂ કર્યો છે, IPLના ઈતિહાસમાં પહેલીવાર આ નિયમનો ઉપયોગ કરવામાં આવશે. મેચ પહેલા ટોસ દરમિયાન, દરેક કેપ્ટને તેની પ્લેઈંગ ઈલેવન સાથે 4 અવેજીનું નામ આપવું પડશે. આ ચાર ખેલાડીઓમાંથી માત્ર એક જ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે. પ્લેઈંગ ઈલેવનમાં આ અવેજી ખેલાડીને સ્થાન આપનાર ખેલાડી ફરીથી મેચમાં ભાગ લઈ શકશે નહીં.

બીસીસીઆઈએ પહેલાથી જ જાહેર કર્યું છે કે પ્રભાવશાળી ખેલાડી સુકાનીની ભૂમિકા નિભાવી શકતો નથી અને તેણે ભારતીય ખેલાડી બનવું જોઈએ. જો કોઈ ટીમ પ્રભાવશાળી ખેલાડીનો વિદેશી ખેલાડી તરીકે ઉપયોગ કરવા માંગતી હોય તો તેણે પ્લેઈંગ ઈલેવનમાં પ્રથમ ચારને બદલે ત્રણ ખેલાડીઓની પસંદગી કરવી પડશે. મેચ દરમિયાન એક સાથે ચાર વિદેશી ખેલાડીઓ મેદાનમાં ઉતરી શકતા નથી.

આઈપીએલ 2023ના સૌથી મોંઘા ખેલાડીઓ

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

સેમ કરન IPL 2023નો સૌથી મોંઘો ખેલાડી છે, જેને પંજાબ કિંગ્સની ટીમે કુલ 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ઈંગ્લેન્ડની ટીમ માટે રમે છે અને ઓલરાઉન્ડર છે. સેમ કરન IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. સેમ કરન બાદ આ લિસ્ટમાં મુંબઈ ઈન્ડિયન ટીમે કેમરૂન ગ્રીનને 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ત્યારબાદ બેન સ્ટોક્સનો નંબર આવે છે જેને ચેન્નાઈની ટીમે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

10 ટીમના  243 ખેલાડીઓ

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

આઇપીએલ 2023ની હરાજી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદમાં કુલ 25 ખેલાડીઓ છે. જ્યારે  કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 22, મુંબઈ ઇન્ડિયન્સમાં 24, પંજાબ કિંગ્સમાં કુલ 22 ખેલાડીઓ છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">