IPL 2023 Auction: બેન સ્ટોક્સ અને સેમ કરન ઓક્શનનો હિસ્સો, 21 એવા નામ જેમણે 2 કરોડ બેઝ પ્રાઈઝ રાખી

|

Dec 02, 2022 | 8:47 AM

IPL 2023 શરુ થાય એ પહેલા કોચીમાં આગામી 23 ડિસેમ્બરે મીની ઓક્શન યોજાનાર છે, જે માટે દેશ અને વિદેશના 991 ખેલાડીઓએ પોતાના નામ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. જેમાં દિગ્ગજો પણ સામેલ છે.

IPL 2023 Auction: બેન સ્ટોક્સ અને સેમ કરન ઓક્શનનો હિસ્સો, 21 એવા નામ જેમણે 2 કરોડ બેઝ પ્રાઈઝ રાખી
Ben Stokes અને Sam Curran એ 2 કરોડ બેઝ પ્રાઈઝ રાખી છે

Follow us on

આગામી 23 ડિસેમ્બરે આઈપીએલ મીની ઓક્શન યોજાનાર છે. આ માટેની તૈયારીઓ શરુ થઈ ગઈ છે અને રજીસ્ટ્રેશન પણ ખેલાડીઓના થઈ ચુક્યા છે. તો તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ આ પહેલા રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી પણ જાહેર કરી હતી. લગભગ 87 જેટલા ખેલાડીઓને ખરીદવા માટેની પ્રકિયા મીની ઓક્શનમાં થશે. દિગ્ગજ વિદેશી ક્રિકેટરોએ પણ વિશ્વની સૌથી વધુ આકર્ષણ ધરાવતી ક્રિકેટ લીગના ઓક્શનમાં પોતાના નામ નોંધાવ્યા છે. જેમાં બેન સ્ટોક્સ અને સેમ કુરન જેવા બે મહત્વના ઓલરાઉન્ડરોના નામનુ આકર્ષણ પણ રહેશે. બંને માટે મોટી બોલી બોલાશે એ નક્કી છે.

બંને ખેલાડીઓે પોતાની બેઝ પ્રાઈઝ 2 કરોડ રાખી છે. આ સિવાય પણ અનેક ખેલાડીઓએ પોતાની બેઝ પ્રાઈઝ 2 કરોડ રુપિયા પસંદ કરી છે. આ યાદીમાં 21 જેટલા નામો સામેલ છે કે, જેમણે ટોચની રકમની બેઝ પ્રાઈઝ પસંદ કરી છે.

2 કરોડ બેઝ પ્રાઈઝ યાદીમાં ભારતીય ખેલાડી નહીં

મીની ઓક્શન માટેના રજીસ્ટ્રેશન દરમિયાન 991 નોંધાયેલા ખેલાડીઓમાંથી 21 એ બેઝ પ્રાઈઝ 2 કરોડ રુપિયા પસંદ કરી છે. મીડિયા અહેવાલ મુજબ ટી20 વિશ્વકપ ચેમ્પિયન ટીમના બે ખેલાડીઓ બે ઓલરાઉન્ડ બેન સ્ટોક્સ અને સેમ કુરન પણ આ યાદીમાં સામેલ છે. સેમ કુરન 2021 સુધીની આઈપીએલ સિઝનમાં ધોનીની આગેવાની વાળી ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો હતો. જોકે તે ત્યારબાદ ઈજાને લઈ અંતિમ સિઝનનો હિસ્સો બની શક્યો નહોતો. રાજસ્થાન રોયલ્સનો હિસ્સો રહેલા બેન સ્ટોક્સની પણ કહાની કંઈક આવી જ છે, તે પણ ગત સિઝનની શરુઆતે જ ઈજાગ્રસ્ત થયો અને આઈપીએલ 2022 થી દૂર રહ્યો હતો.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

જો કે, કુલ 21 ખેલાડીઓના નામ 2 કરોડની બેઝ પ્રાઈઝમાં નોંધવામા આવ્યા છે. જેમાં ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન, જેમ્સ નીશમ, ઓસ્ટ્રેલિયાના ઉભરતા ઓલરાઉન્ડર કેમરોન ગ્રીન અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન નિકોલસ પૂરનનો સમાવેશ થાય છે. જો કે આ યાદીમાં કોઈ ભારતીય નથી. ભારતીય ખેલાડીઓમાં મયંક અગ્રવાલ, મનીષ પાંડે, કેદાર જાધવ જેવા પસંદગીના ખેલાડીઓની બેઝ પ્રાઈસ 1 કરોડ છે.

2 કરોડ બેઝ પ્રાઈસ પસંદ કરનારા ખેલાડીઓ

સેમ કુરન, બેન સ્ટોક્સ, કેન વિલિયમસન, જેમ્સ નીશમ, નિકોલસ પૂરન, કેમેરોન ગ્રીન, નાથન કુલ્ટર-નાઇલ, ટ્રેવિસ હેડ, ક્રિસ લિન, ટોમ બેન્ટન, ક્રિસ જોર્ડન, ટાઇમલ મિલ્સ, જેમી ઓવરટોન, ક્રેગ ઓવરટોન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, એડમ મિલ્ને, રિલે રુસો, રાસી વેન ડેર ડ્યુસેન, એન્જેલો મેથ્યુસ, જેસન હોલ્ડર.

Published On - 8:32 am, Fri, 2 December 22

Next Article