IPL 2023 Auction: આ વખતે ઊંચા ભાવથી કામ નહીં ચાલે, 2 કરોડના 5 નામ જાણો કોણ રહેશે ખાલી હાથ!
કોચીમાં 23 ડિસેમ્બરે 991 ખેલાડીઓના ભાવિનો નિર્ણય થશે, જેમાં વધુમાં વધુ 87 ખેલાડીઓ જ ખરીદી શકાશે.
માત્ર થોડા દિવસોમાં જ એટલે કે, 23મી ડિસેમ્બરે કોચીમાં આઈપીએલનો હરાજી યોજાશે. દરેકની નજર તેના પર હશે, ભલે સામે ભારતીય ટીમની બાંગ્લાદેશ સાથે ટેસ્ટ મેચ ચાલી રહી હોય. આ નાની હરાજી માટે 991 ખેલાડીઓએ તેમના નામ નોંધાવ્યા હતા, જેમાંથી માત્ર 80-85 ખેલાડીઓને જ ખરીદી શકાશે. નજર ફરી એકવાર મોટા વિદેશી નામો પર રહેશે, પરંતુ દરેક વિદેશી ખેલાડી વેચાઈ જશે, તે શક્ય નથી. અમુક જ ખેલાડીઓના નસીબ ખુલશે. ખાસ કરીને સૌથી વધુ 2 કરોડની બેઝ પ્રાઈસ ધરાવતાં નામોમાં મોટા ભાગના નિરાશ થવાની નક્કી છે.
આ વખતે આઈપીએલની હરાજીમાં 21 ખેલાડીઓએ તેમની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા રાખી છે, જે હરાજીમાં સૌથી વધુ છે. એટલે કે આ ખેલાડીઓ પરની બોલી 2 કરોડથી શરૂ થશે. બેન સ્ટોક્સ, સેમ કરન, રિલે રુસો જેવા નામો છે, જેની બોલી ઉંચી લાગશે તેની ખાતરી છે, પરંતુ કેટલાક એવા છે જેમને ભાગ્યે જ કોઈ ભાવ પુછશે. આ વખતે 2 કરોડની બેઝ પ્રાઈઝમાં કોઈ ભારતીય નથી તેથી સ્થિતિ વધુ જટિલ બની છે. આવા ખેલાડીઓ પર એક નજર, જેમને ભાગ્યે જ ખરીદદારો મળી શકશે.
એન્જેલો મેથ્યુસ
શ્રીલંકાનો દિગ્ગજ ઓલરાઉન્ડર છેલ્લા 2-3 વર્ષેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર એક ટેસ્ટ બેટસમેન બની રહ્યો છે, 35 વર્ષેના ખેલાડીનો ટી20 રિકોર્ડ ખુબ સારો રહ્યો નથી. હાલમાં લંકા પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે. જ્યાં તેના બેટમાંથી એક-બે સારી ઈનિગ્સ આવી છે પરંતુ લંકા લીગ અને આઈપીએલના સ્તરમાં મોટું અંતર છે. ત્યારે 120ના સ્ટ્રાઈક રેટવાળા આ ખેલાડીને 2 કરોડના બેઝ પ્રાઈઝ ભાગ્યે જ કોઈ ટીમ ખરીદિ શકશે.
ટિમાલ મિલ્સ
ઈંગ્લેન્ડના ડાબોડી ફાસ્ટ બોલરને ગત્ત વખતે મુંબઈ ઈન્ડિસે ખરીદ્યો હતો પરંતુ તેણે માત્ર ગણતરીની મેચો જ રમી છે. જેમાં કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહિ, તે હાલમાં ઈંગ્લેન્ડની ટી 20 વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ હતો પરંતુ ટૂર્નામેન્ટમાં કોઈ મેચ રમી શક્યો નહિ. 30 વર્ષેના આ બોલરનો ભારતીય પિચ પર સારો રેકોર્ડ નથી અને ફિટનેસ મામલે તે હંમેશા નિરાશ કરે છે. મિલ્સ ઓગસ્ટ 2022 બાદ કોઈ મેચ રમી નથી.
જેમી ઓવરટોન
ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટ રમી ચુકેલા આ ફાસ્ટ બોલરે પણ 2 કોરડના બેઝ પ્રાઈઝ પર રજીસ્ટેશન કરાવ્યું છે પરંતુ તેની પસંદગી થવી લગભગ અસંભવ છે. ઓવર્ટન એક ઓલરાઉન્ડર છે, જે બેટથી તો સારું પ્રદર્શન કરે છે સાથે બોલથી પણ સારું પ્રદર્શન કરે છે. તે ટી 20 ક્રિકેટ કરિયરમાં 173ના સ્ટ્રાઈક રેટથી 500થી વધુ રન બનાવી ચુક્યો છે
ક્રેગ ઓવરટોન
જેમીનો જોડિયા ભાઈ ક્રેગ ઓવરટોન પણ મધ્યમ ફાસ્ટ બોલર છે, પરંતુ તેની T20 કારકિર્દી પણ બહુ પ્રભાવશાળી નથી. તેણે 70 મેચોમાં 70 વિકેટ લીધી છે બેટ સાથે તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 123 છે, જે ભાગ્યે જ કોઈ ફ્રેન્ચાઈઝી વિદેશી ખેલાડી માટે 2 કરોડની ઊંચી કિંમતે ખર્ચવા માંગશે.
નાથન કુલ્ટર નાઇલ
ઓસ્ટ્રેલિયાનો આ અનુભવી અને સ્પેશલિસ્ટ ટી20 બોલર ઘણી સીઝનથી આઈપીએલ સાથે જોડાયેલો છે. લગભગ દરેક સિઝનમાં તે હરાજીમાં હોય છે અને કોઈને કોઈ ખરીદી કરે છે પરંતુ 35 વર્ષીય આ પ્રભાવશાળી બોલર સાથે છેલ્લી કેટલીક સિઝનમાં ફિટનેસનો મુદ્દો બની ગયો છે. છેલ્લી સિઝન પણ માત્ર એક મેચ રમી હતી. આવી સ્થિતિમાં હવે ટીમો આવા ખેલાડી પર પૈસા ખર્ચવાનું ટાળવા માંગશે.