IPL 2022: હાર્દિક પંડ્યા બોલિંગ કરશે કે નહીં? આશિષ નેહરાએ આપ્યો વિચિત્ર જવાબ, જાણો શું કહ્યું
ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાનું સ્થાન જોખમમાં છે. કારણ કે રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની જોડીએ તેના સ્થાને વેંકટેશ અય્યરને તૈયાર કરી રહ્યા છે. આ ખેલાડીએ છેલ્લી કેટલીક મેચોમાં સાબિત કર્યું છે કે તે મધ્યમ ક્રમમાં ઝડપી રન પણ બનાવી શકે છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની બોલિંગમાં નિષ્ફળતા ભારતીય ક્રિકેટ માટે ચિંતાનો વિષય છે. આ કારણે તેને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો છે. જોકે, હાર્દિક પંડ્યાએ એવા સંકેત આપ્યા હતા કે તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં તેની નવી ટીમ ગુજરાત ટાઈટન્સ માટે બોલિંગ કરતો જોવા મળી શકે છે. પંડ્યા આ લીગમાં બોલિંગ કરશે કે નહીં તેના પર પણ તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર છે. ગુજરાત ટાઈટન્સ ટીમના કોચ અને ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા (Ashish Nehra)એ પંડ્યાની બોલિંગને લઈને વિચિત્ર નિવેદન આપ્યું છે. તેણે પંડ્યાની બોલિંગ વિશે સ્પષ્ટ કંઈ કહ્યું ન હતું.
ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાનું સ્થાન જોખમમાં છે. કારણ કે રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની જોડીએ તેના સ્થાને વેંકટેશ અય્યરને તૈયાર કરી રહ્યા છે. આ ખેલાડીએ છેલ્લી કેટલીક મેચોમાં સાબિત કર્યું છે કે તે મધ્યમ ક્રમમાં ઝડપી રન પણ બનાવી શકે છે. વેંકટેશ અય્યર સારી બોલિંગ પણ કરી શકે છે. જોકે આ એવી વસ્તુ છે જેના પર તેણે વધુ કામ કરવું પડશે.
બરોડામાં 80% સુધી બોલિંગ કરી હતી
ESPNcricinfo સાથે વાત કરતા જ્યારે કોચ આશિષ નેહરાને સુકાની હાર્દિક પંડ્યાની બોલિંગ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું “જ્યારે મેં તેને બરોડામાં જોયો ત્યારે તે 80 ટકા સુધી બોલિંગ કરી રહ્યો હતો. આ થોડા અઠવાડિયા પહેલા હતું. ત્યારબાદ તે એનસીએ ગયો અને ત્યારે તેણે સતત પ્રેક્ટિસ કરી હતી. હું પહેલા દિવસથી જ કહી રહ્યો છું કે હું કોઈપણ ટી-20 ટીમમાં પંડ્યાને બેટ્સમેન તરીકે લઈશ. જ્યાં સુધી અમારી ફ્રેન્ચાઈઝીનો સંબંધ છે. હું તેને કેપ્ટન અને બેટ્સમેન બંને રીતે જોઈ રહ્યો છું. તેથી કદાચ તે કહી રહ્યો છે કે તેની બોલિંગ સરપ્રાઈઝ રહેશે.”
મોહમ્મદ શમીના કર્યા વખાણ
જો કે ગુજરાત પાસે મોહમ્મદ શમી જેવા બોલર છે. મો. શમી વિશે કોચ આશિષ નેહરાએ કહ્યું કે હું તેની સાથે થોડા વર્ષો રમ્યો છું. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં તેણે જે અનુભવ મેળવ્યો છે અને જે પરિપક્વતા બતાવી છે તે અદભૂત છે શાનદાર છે. ભારતના બે ઝડપી બોલરો વાત કરવામાં આવે ત્યારે બુમરાહ-શમીનું નામ પહેલા આવે છે. તેઓએ જે ફિટનેસ મેળવી છે તો જે રીતે લાંબા સ્પેલ બોલિંગ કરી રહ્યા છે તે જોવાની મજા આવે છે.
આ પણ વાંચો : IPL 2022 : ચેન્નઇ સુપર કિંગ્સ સાથે જોડાયો મોઈન અલી, સાથી ખેલાડીઓ સાથે કઇક આવા અંદાજમાં સ્વાગત કર્યું