IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની જીત છીનવી લેનાર કોણ છે RCB ના અનુજ રાવત ?

જાણો કોણ છે 22 વર્ષીય અનુજ રાવત ?, (ANUJ RAWAT) જેણે શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે આઈપીએલમાં (IPL 2022) તેની પ્રથમ અડધી સદી ફટકારી હતી ?

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની જીત છીનવી લેનાર કોણ છે RCB ના અનુજ રાવત ?
Anuj Rawat ( Photo- IPL 2022)Image Credit source: IPL 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 9:25 AM

IPL 2022માં મુંબઈ સામેની મેચમાં જયદેવ ઉનડકટના સ્પેલની પહેલી ઓવરમાં સતત બે બોલમાં બે સિક્સર ફટકારનાર અનુજ રાવતનું (Anuj Rawat) નામ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયું હતું. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ ખેલાડી કોણ છે જે આટલી આસાનીથી મોટી સિક્સર ફટકારી રહ્યો છે. ઉત્તરાખંડના રામનગરમાં જન્મેલ 22 વર્ષીય અનુજ રાવત સ્થાનિક ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કરે છે. તે વિકેટ કીપર કમ બેટ્સમેન છે અને આ વખતે આરસીબીમાં (RCB) તેને ઇનિંગ્સની શરૂઆત કરવાની જવાબદારી મળી છે. 20 લાખ રૂપિયાની મૂળ કિંમત ધરાવતા અનુજ રાવતને આ વખતે RCBએ 3.40 કરોડ રૂપિયાની બોલી બોલીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ગત વખતે અનુજ રાજસ્થાન રોયલ્સ ટીમનો (Rajasthan Royals team) સભ્ય હતો. તેને રાજસ્થાને 2021ની હરાજીમાં 80 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તેને 2 મેચમાં મેદાનમાં ઉતરવાની તક મળી. જેમાં તે માત્ર 1 બોલનો સામનો કરી શક્યો હતો.

38 બોલમાં IPLની પ્રથમ અડધી સદી

શનિવારે મુંબઈ સામે ધમાકેદાર બેટિંગ કરતાં અનુજે 38 બોલમાં IPLમાં પોતાની પ્રથમ અર્ધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આરસીબીને જીતના કિનારે લઈ ગયા બાદ રાવત 47 બોલમાં 66 રન બનાવીને અણનમ રહ્યો હતો. પોતાની વિસ્ફોટક ઇનિંગ દરમિયાન તેણે મુંબઈના બોલરોના છગ્ગા છોડાવી દીધા હતા. પોતાની ઈનિંગમાં તેણે 2 ફોર અને 6 હાઈરાઈઝ સિક્સર ફટકારી હતી.

ઘરેલુ ક્રિકેટમાં અનુજનું આવું છે પ્રદર્શન

અનુજ રાવતે વર્ષ 2017માં દિલ્હી માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તેણે 22 ફર્સ્ટ ક્લાસ, 20 લિસ્ટ A અને 30 T20 મેચ રમી છે. આ દરમિયાન તેણે 22 ફર્સ્ટ ક્લાસ મેચમાં 30.77ની એવરેજથી 954 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 3 અડધી સદી સામેલ છે. લિસ્ટ A ક્રિકેટમાં, તેણે 20 મેચોમાં 44.07ની પ્રભાવશાળી સરેરાશ અને 85.90ની સ્ટ્રાઈક રેટથી 573 રન બનાવ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

T20માં શાનદાર પ્રદર્શન

અનુજ રાવતે પોતાની કારકિર્દીમાં મુંબઈ સામેની મેચ પહેલા રમાયેલી 30 મેચોમાં 27.40ની એવરેજથી 548 રન બનાવ્યા છે. જેમાં 2 અડધી સદીનો સમાવેશ થાય છે. T20માં તેનો સર્વોચ્ચ સ્કોર 88* અણનમ છે. T20માં તેના નામે 42 ચોગ્ગા અને 30 છગ્ગા છે. તે સિક્સર મારવામાં માહેર છે, તેણે શનિવારે મુંબઈ સામે પણ આ જ પ્રદર્શન કર્યુ હતુ.

આ પણ વાંચોઃ

IPL 2022 માં વિજયની હેટ્રિક નોંધાવ્યા બાદ ગુજરાત ટાઇટન્સ બે જૂથમાં વહેચાઈ ! ક્રિકેટ નહી, કોઈ બીજી જ રમત દેખાઈ

આ પણ વાંચોઃ

MI vs RCB IPL 2022 Match Result: અનુજ રાવત-કોહલી સામે મુંબઈના બોલરો વામળા સાબીત થયા, મુંબઈની સતત ચોથી હાર, બેંગ્લોરે 7 વિકેટે જીત મેળવી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">