AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Orange Cap: જોસ બટલર ફેલ થયો છતાં સૌથી આગળ, જુઓ સંપૂર્ણ યાદી

IPL 2022 Orange Cap in gujarati: સોમવારે ગુજરાત ટાઇટન્સ અને હૈસદરાબાદ (GT vs SRH) વચ્ચેની ટક્કર પછી, ઓરેન્જ કેપ રેસ લીડર બદલશે તેવી અપેક્ષા છે.

IPL 2022 Orange Cap: જોસ બટલર ફેલ થયો છતાં સૌથી આગળ, જુઓ સંપૂર્ણ યાદી
IPL 2022 Orange Cap: જોસ બટલર ફેલ થયો છતાં સૌથી આગળ , જુઓ સંપૂર્ણ યાદીImage Credit source: IPL/BCCI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 2:57 PM
Share

IPL 2022 Orange Cap: IPL 2022 મેચનો રોમાંચ દિવસેને દિવસે વધી રહ્યો છે. તે જ સમયે રન અને વિકેટના સંદર્ભમાં પણ રેસ મુશ્કેલ બની રહી છે. સૌથી વધુ વિકેટ લેવાની રેસમાં જ્યાં રાજસ્થાન રોયલ્સના યુઝવેન્દ્ર ચહલે ઘણા દિવસોથી ચાલી રહેલા ઉમેશ યાદવના શાસનનો અંત લાવી દીધો છે, ત્યાં જ જોસ બટલર (Jos Buttler)ને રનની રેસમાં પડકાર મળી રહ્યો છે. જો કે, રવિવાર 10 એપ્રિલના રોજ બે મેચના પરિણામો પછી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) પણ પોઈન્ટ ટેબલમાં પર્પલ કેપ સાથે ઓરેન્જ કેપ રેસમાં સૌથી આગળ છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામે નિષ્ફળ જવા છતાં બટલર નંબર વન પર છે, પરંતુ લખનૌનો ક્વિન્ટન ડી કોક પણ ઝડપથી આગળ વધી રહ્યો છે.

જોસ બટલર રવિવારે લખનૌ સામે માત્ર 13 રન બનાવી શક્યો હતો અને આ રીતે તેણે 4 ઈનિંગ્સમાં 218 રન બનાવ્યા છે. આમ છતાં તે હજુ પણ નંબર વન પર યથાવત છે. આ જ મેચમાં લખનૌના ઓપનર ડી કોકે 38 રન બનાવ્યા હતા, જે તેની ટીમને જીતવા માટે પૂરતા ન હતા, પરંતુ તે ઓરેન્જ કેપ જીતવાની રેસમાં બીજા સ્થાને પહોંચી ગયો હતો. તેની પાસે હવે 5 ઈનિંગ્સમાં 188 રન છે અને તેણે ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલને પાછળ છોડી દીધો છે, જેમના 180 રન છે.

બાકી બેટ્સમેનોની આવી જ હાલત છે

જો કે આ મેચમાં રાજસ્થાનના શિમરોન હેટમાયરે બીજી સારી ઈનિંગ રમી અને 36 બોલમાં અણનમ 59 રન ફટકારીને ટીમને મેચ વિનિંગ સ્કોર સુધી પહોંચાડી દીધી. આ તેની પ્રથમ અડધી સદી હતી અને આ સાથે હેટમાયર 4 ઈનિંગ્સમાં 168 રન સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. દિલ્હીના ઓપનર પૃથ્વી શૉએ સતત બીજી અડધી સદી ફટકારી અને 51 રન બનાવ્યા. તેના નામે હવે 160 રન છે અને તે સાતમા નંબર પર છે. આ જ મેચમાં અડધી સદી ફટકારનાર કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યરે પાંચ ઈનિંગ્સ પછી 123 રન બનાવ્યા છે.

શુભમન ગિલ આગળ વધશે?

સોમવારે, 11 એપ્રિલે, ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર છે અને આ મેચમાં ઓરેન્જ કેપમાં ફેરફાર જોવા મળી શકે છે. જો શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ગુજરાતનો ઓપનર શુભમન બીજી શાનદાર ઇનિંગ રમે છે તો તે બટલરને પાછળ છોડી શકે છે. તે બટલરથી માત્ર 38 રન પાછળ છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : IPL 2022, Purple Cap : યુઝવેન્દ્ર ચહલના ચોગ્ગાએ કર્યું અદ્ભુત કામ, ઉમેશ યાદવ-કુલદીપ યાદવને હરાવી નંબર-1 બન્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">