IPL 2022: ઉમરાન મલિકના સુપર એક્સપ્રેસ બોલ ટીમ ઈન્ડિયાની વધારી રહી છે ચિંતા, હાર્દિક પંડ્યાને બીજી વાર કર્યો ઘાયલ

|

Apr 28, 2022 | 8:57 AM

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નો ફાસ્ટ બોલર ઉમરાન મલિક (Umran Malik) તેની સ્પીડ માટે જાણીતો છે. તેની ઝડપ હૈદરાબાદ માટે વરદાન સાબિત થઈ છે પરંતુ તે ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી રહ્યો છે.

IPL 2022: ઉમરાન મલિકના સુપર એક્સપ્રેસ બોલ ટીમ ઈન્ડિયાની વધારી રહી છે ચિંતા, હાર્દિક પંડ્યાને બીજી વાર કર્યો ઘાયલ
Umran Malik ના બોલ અંતિમ બંને મેચમાં Hardik Pandya ને વાગ્યા છે

Follow us on

ફાસ્ટ બોલર ઉમરાન મલિકે (Umran Malik) IPL 2022 માં પોતાની સ્પીડથી તોફાન મચાવી દીધું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નો આ યુવા બોલર દરેક મેચમાં સૌથી ઝડપી બોલિંગ માટે પોતાનું નામ બનાવી રહ્યો છે. વિરોધી બેટ્સમેન માટે તેમને રમવું મુશ્કેલ બની રહ્યું છે. આ જ કારણ છે કે ઉમરાનની ટીમે લીગમાં સતત પાંચ મેચ જીતી છે. જોકે, ઉમરાન મલિક માત્ર વિરોધીઓને જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાને પણ ચિંતા ઉપજજાવી રહ્યો છે. કારણ કે તેના સુપર એક્સપ્રેસ બોલ ટીમ ઈન્ડિયા (Team India) ના હિસ્સો હોય એવા ખેલાડીઓને ઘાયલ કરે તેવા ફેંકાઈ રહ્યા છે. જે ચિંતાનો વિષય છે.

ગુરુવારે હૈદરાબાદની ટીમનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો. હૈદરાબાદને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ઉમરાન ફરી એકવાર તેની ઝડપથી પ્રભાવિત કરવામાં સફળ રહ્યો. તેણે આ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી જેમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાની વિકેટનો સમાવેશ થાય છે. હાર્દિક આઉટ થતા પહેલા ઈજાગ્રસ્ત થયો હતો અને તેનો શ્રેય બીજા કોઈને નહીં પણ ઉમરાન મલિકને જાય છે.

ઉમરાvs હાર્દિકને ઇજા પહોંચાડી

ઉમરાને IPL માં એક કે બે વાર હાર્દિકને ઈજા પહોંચાડી છે. છેલ્લા કેટલાક સમયથી હાર્દિકની ફિટનેસ ચિંતાનું કારણ બની રહી છે. બુધવારે રમાયેલી મેચમાં ઉમરાને પહેલો જ બોલ હાર્દિક પંડ્યાને 144.2 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો. બોલ હાર્દિકના ખભા પર વાગ્યો અને તે નિરાશ થઈ ગયો. મેચ બાદ હાર્દિક ઈજા પર આઈસ પેક લગાવતો જોવા મળ્યો હતો. આ પહેલા જ્યારે બંને ટીમો છેલ્લી વખતે આમને સામને આવી હતી ત્યારે પણ ઉમરાનનો ઝડપી બોલ હાર્દિકના હેલ્મેટ પર વાગ્યો હતો. જો હાર્દિક આ સમયે ઈજાગ્રસ્ત થાય છે તો તે ટીમ ઈન્ડિયા માટે ચિંતાનું કારણ બની શકે છે. હાર્દિક સિવાય ઉમરાન બાકીના ભારતીય ખેલાડીઓ માટે પણ ખતરો બની શકે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

BCCI ની યોજના પર પાણી ફરી વળશે.

આ વર્ષે IPL માં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન પૂરતું છે. તે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા આતુર છે. તે જ સમયે, બીસીસીઆઈ વર્ષના અંતમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે પણ તેના પર નજર રાખી રહ્યું છે. હાર્દિક આ સિઝનમાં બોલિંગ પણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ઓલરાઉન્ડર તરીકે ટીમ ઈન્ડિયા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. લીગની શરૂઆત પહેલા જ આ અંગે સતત ચર્ચા ચાલી રહી છે. હાર્દિક પણ તેના સારા પ્રદર્શનને કારણે આ અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે. જોકે, ઉમરાન બીસીસીઆઈની યોજનાને તોડફોડ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

 

આ પણ વાંચો : IPL 2022: ઉમરાનની ખતરનાક ઝડપી બોલીંગ, જેના હાર્દિક થી મનોહર સુધીના થઈ ગયા શિકાર, આટલી ઝડપે ફેંક્યા હતા બોલ, જાણો

આ પણ વાંચો : Arvalli: જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમાં રાજ્યની ટીમના ધામા, નાયબ નિયામકે કોરોના કાળમાં ભ્રષ્ટાચારને આશંકાએ તપાસ શરુ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 8:56 am, Thu, 28 April 22

Next Article