IPL 2022 Final GT vs RR: ટાઈટલ મેચમાં શમી-બટલરથી લઈને રાશિદ-સેમસન સુધી આ ખેલાડીઓ વચ્ચે થશે પરસ્પર જંગ

|

May 29, 2022 | 4:10 PM

IPL 2022ની ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન અને ગુજરાત ટાઇટન્સના સ્પિનર ​​રાશિદ ખાન વચ્ચે સારો મુકાબલો જોવા મળી શકે છે.

IPL 2022 Final GT vs RR: ટાઈટલ મેચમાં શમી-બટલરથી લઈને રાશિદ-સેમસન સુધી આ ખેલાડીઓ વચ્ચે થશે પરસ્પર જંગ
Tata IPL 2022 Trophy

Follow us on

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં IPL 2022 ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ (GT vs RR) ની ટીમો સામસામે ટકરાશે. આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ મેદાન પર અત્યાર સુધીમાં 16 T20 મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 8 મેચ જીતી છે. જ્યારે રનનો પીછો કરતી ટીમે પણ 8 મેચ જીતી છે. આ રીતે આંકડા દર્શાવે છે કે આ મેદાન પર ટોસનું મહત્વ બહુ નથી.

માનવામાં આવે છે કે આ મોટી મેચમાં બંને ટીમો પ્રથમ બેટિંગ કરવા માંગશે. જોકે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ક્વોલિફાયર-2 માં બીજા દાવમાં બેટિંગ કરવી સરળ બની હતી. રાજસ્થાન રોયલ્સે 18.1 ઓવરમાં 161 રન બનાવીને 7 વિકેટે મેચ જીતી લીધી હતી.

મો. શમી માટે આ સિઝન શાનદાર રહી

ગુજરાત ટાઇટન્સનો બોલર મોહમ્મદ શમી આ સિઝનમાં શાનદાર બોલિંગ કરી રહ્યો છે. શમીએ આ સિઝનમાં અત્યાર સુધી 15 મેચમાં 19 વિકેટ લીધી છે. તેમજ શમીની ઈકોનોમી 7.98 રહી છે. તો શમીની એવરેજ 23.95 રહી છે. આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં તે 8મા નંબરે છે. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલર અને મોહમ્મદ શમી (Mohammed Shami) વચ્ચે જંગ જોવા મળી શકે છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ખરેખર જોસ બટલરે (Jos Buttler) આ સિઝનમાં અત્યાર સુધી 16 મેચમાં 824 રન બનાવ્યા છે. આ સાથે તેણે 4 સદી પણ ફટકારી છે. હાલમાં જોસ બટલર પાસે ઓરેન્જ કેપ છે. બંને ખેલાડીઓ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં આ મેચ દરમિયાન બંને ખેલાડીઓ વચ્ચે રસપ્રદ જંગ જોવા મળી શકે છે.

સેમસન સામે રાશિદ ખાનનો પડકાર

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન (Sanju Samson) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના સ્પિનર ​​રાશિદ ખાન (Rashid Khan) વચ્ચે સારો મુકાબલો જોવા મળી શકે છે. ખરેખર, સંજુ સેમસન સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. પરંતુ તે લેગ-સ્પિનરની સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. છેલ્લી મેચમાં પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલર વનેન્દુ હસરંગાએ સંજુ સેમસનને આઉટ કર્યો હતો. સેમસને આ સિઝનમાં અત્યાર સુધી 16 મેચમાં 444 રન બનાવ્યા છે. તો ગુજરાત ટાઇટન્સના બોલર રાશિદ ખાને અત્યાર સુધીમાં 15 મેચમાં 18 વિકેટ ઝડપી છે. ફાઇનલ મેચમાં સંજુ સેમસન રાશિદ ખાનનો કેવી રીતે સામનો કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

Next Article