IPL 2022: કાર્દિક-શાહબાઝે રાજસ્થાન પાસેથી જીત છીનવી, 4 વિકેટે બેંગ્લોરની જીત

|

Apr 06, 2022 | 12:04 AM

RR vs RCB IP 2022: રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ મેચ ખૂબ જ રોમાંચક હતી જેમાં આખરે બેંગ્લોરે જીત મેળવી હતી.

IPL 2022: કાર્દિક-શાહબાઝે રાજસ્થાન પાસેથી જીત છીનવી, 4 વિકેટે બેંગ્લોરની જીત
Royal Challengers Bangalore win (PC: IPL)

Follow us on

IPLની 15મી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં બેંગ્લોરે શાનદાર પ્રદર્શન કરતા મેચ 4 વિકેેટે જીત મેળવી હતી. આ પહેલા જોસ બટલરના અણનમ 70 રનની મદદથી રાજસ્થાન ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરે 19.1 ઓવરમાં 6 વિકેટના ભોગે જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. દિનેશ કાર્તિકે (Dinesh Kartik) 23 બોલમાં 44 રનની તોફાની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. તો શાહબાદે (Shahbaz Ahmed) પણ આક્રમક ઇનિંગ રમતા 26 બોલમાં 45 રન બનાવ્યા હતા.

રાજસ્થાન તરફથી મળેલા 170 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સુકાની ફાફ ડુ પ્લેસિસ અને અનુજ રાવતની જોડી બેંગ્લોર માટે મેદાનમાં ઉતરી હતી. સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને કેપ્ટન સંજુ સેમસને 7મી ઓવર નાખવા માટે ટીમમાંથી બોલાવ્યો હતો. પ્રથમ જ ઓવરમાં બેંગ્લરોના સુકાની ડુ પ્લેસિસને છેલ્લા બોલે (29 રન) આઉટ કરીને ટીમને સફળતા અપાવી હતી. અનુજ રાવત પણ મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને 26 રન બનાવી આઉટ થયો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પછી વિરાટ કોહલી માત્ર 5 રન બનાવીને રનઆઉટ થયો હતો. બીજા જ બોલ પર, ચહલે એક શાનદાર બોલ પર ડેવિડ વિલીને શૂન્ય પર ક્લીન બોલ્ડ કર્યો. આરસીબી આ મેચમાંથી બહાર થઈ જશે તેવું લાગતું હતું પરંતુ કાર્તિકે તેને મેચમાં રાખ્યો હતો. આરસીબીએ 14મી ઓવરમાં 21 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિનની આ ઓવરમાં કાર્તિકે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. આ પછી કાર્તિક અને શાહબાદ અહેમદે મળીને સૈનીની ઓવરમાં 16 રન બનાવ્યા હતા. અહીંથી બંનેએ ઝડપી રન બનાવ્યા હતા.

ટ્રેન્ટ બોલ્ટે તેને 18મી ઓવરના પાંચમા બોલ પર બોલ્ડ કર્યો. પરંતુ તે પહેલા તેણે બોલ્ટની ઓવરમાં ચોગ્ગો અને છગ્ગો ફટકાર્યો હતો. અહેમદે 26 બોલમાં 45 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. જો કે કાર્તિક અંત સુધી ઊભો રહ્યો અને પોતાની ટીમને વિજય અપાવીને જ પાછો ફર્યો. હર્ષલ પટેલે છેલ્લી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારીને બેંગ્લોરને જીત અપાવી હતી.

રાજસ્થાન તરફતી બટલરે અડધી સદી ફટકારી

રાજસ્થાને પહેલા બેટિંગ કરતા પ્રથમ વિકેટ ઓપનર યશસ્વી જયસ્વાલના રૂપમાં ગુમાવી હતી. યશસ્વી 4 રન બનાવીને ડેવિડ વિલીના હાથે બોલ્ડ થયો હતો. દેવદત્ત પડિકલે 2 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 29 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. પરંતુ તે હર્ષલ પટેલની ઓવરમાં કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. સુકાની સંજુ સેમસને માત્ર 8 રનની ઇનિંગ રમી અને હસરંગાએ તેને પોતાના જ બોલ પર કેચ આપ્યો.

જોસ બટલરે સિરાજના બોલ પર સિક્સ ફટકારીને 42 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. બટલરે 47 બોલમાં 6 છગ્ગાની મદદથી અણનમ 70 રન બનાવ્યા હતા. જ્યારે હેટમાયરે 31 બોલમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી અણનમ 42 રન બનાવ્યા હતા. ડેવિલ વિલે, હસરંગા અને હર્ષલ પટેલને આરસીબી તરફથી એક-એક સફળતા મળી.

આ પણ વાંચો : IPL 2022: જલ્દી બેંગ્લોર ટીમ સાથે જોડાશે ચેન્નઇનો પૂર્વ બોલર

આ પણ વાંચો : ઇંગ્લેન્ડના પૂર્વ કોચ ટ્રેવર બેલિસને મળી નવી જવાબદારી, આ ટીમના બન્યા કોચ

Published On - 11:59 pm, Tue, 5 April 22

Next Article