IPL 2022: જલ્દી બેંગ્લોર ટીમ સાથે જોડાશે ચેન્નઇનો પૂર્વ બોલર

ઓસ્ટ્રેલિયાના તમામ ખેલાડીઓ આઈપીએલ 2022 માં 6 એપ્રિલ બાદ ફ્રેન્ચાઇઝી સાથે જોડાઇ શકશે.

IPL 2022: જલ્દી બેંગ્લોર ટીમ સાથે જોડાશે ચેન્નઇનો પૂર્વ બોલર
Royal Challengers Bangalore team (PC: IPL)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 11:39 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 ની 13મી મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે રમાઈ રહી છે. આ સિઝનની પ્રથમ મેચમાં બેંગ્લોરને પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બીજી મેચમાં બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને હરાવીને ટુર્નામેન્ટમાં શાનદાર વાપસી કરી હતી. બેંગ્લોર ટીમ 9 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામે મેચ રમ્યા બાદ 12 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડને ચેન્નઇ સામેની મેચ માટે બેંગ્લોરની ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં, તે પાકિસ્તાન સામે ચાલી રહેલી દ્વિપક્ષીય શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ છે.

જો કે, ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર જોસ હેઝલવૂડને બેંગ્લોર ટીમમાં જોડાતા પહેલા ત્રણ દિવસ માટે ક્વોરેન્ટાઈન થવું પડશે. તે IPL 2021 સુધી ચેન્નઇ સુપર કિંગ્સ ટીમનો ભાગ હતો. પરંતુ ફેબ્રુઆરી 2022 માં યોજાયેલી બે દિવસીય મેગા હરાજીમાં આ બોલરને બેંગ્લોર દ્વારા 7.75 કરોડ રૂપિયા ચૂકવીને તેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

થોડા દિવસો બાદ હેઝલવુડ બેંગ્લોર ટીમ સાથે જોડાઇ જશેઃ આઈપીએલ સૂત્ર

મીડિયા રીપોર્ટ પ્રમાણે આઇપીએલના એક સૂત્રએ જણાવ્યું કે, “જોસ હેઝલવુડ આગામી થોડા દિવસોમાં ટીમ સાથે જોડાશે. તે અન્ય ખેલાડીઓની જેમ પાકિસ્તાન સિરીઝ પછી સીધો તેની ફ્રેન્ચાઈઝીમાં જોડાયો ન હતો. તેણે અંગત કારણોસર થોડા દિવસની રજા લીધી હતી.” આનો અર્થ એ થયો કે હેઝલવુડ RCB માટે આગામી બે મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

તમને જણાવી દઈએ કે જોશ હેઝલવુડે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) માં ચેન્નઇની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 9 મેચમાં 26.63ની એવરેજ અને 8.37 ના ઈકોનોમી રેટથી 11 વિકેટ લીધી હતી. પરંતુ આ વખતે તેને ચેન્નઇ દ્વારા મુક્ત કરવામાં આવ્યો હતો. તેણે 2020 માં તેની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેણે અત્યાર સુધી માત્ર 12 મેચ રમી છે. જેમાં તેણે 12 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : IPL 2022: બેગ્લોરના ગ્લેન મેક્સવેલને લઇને ટીમ મેનેજમેન્ટે આપ્યું મહત્વનું નિવેદન

આ પણ વાંચો : ICC Women’s ODI Ranking: મિતાલી સાતમા સ્થાને, મંધાના નવમા સ્થાને પહોંચી

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">