IPL 2022: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ ખેલાડીને કેપ્ટન જાહેર કર્યો, જુઓ વિરાટ કોહલીએ શું આપી પ્રતિક્રિયા?
વિરાટ કોહલીએ ગત સિઝનમાં પોતે સુકાની પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી ચાહકોમાં કોણ સુકાની બને તેની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે લોકો ફરી વિરાટ કોહલીને સુકાની તરીકે જોવા માંગતા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers bangalore)એ ફાફ ડુ પ્લેસિસ (Faf du Plessis)ને IPL 2022 માટે તેમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા વિરાટ કોહલી (Virat Kohli) ટીમનો કેપ્ટન હતો. તેમના રાજીનામા બાદ ફાફ ડુ પ્લેસીસને જવાબદારી સોંપવામાં આવી છે. ડુપ્લેસીસને RCBએ IPL 2022ની હરાજીમાં રૂ. 7 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ પહેલા તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો હતો.
બેંગ્લોર ટીમના નવા સુકાની ફાફ ડુ પ્લેસીસની આઈપીએલ કારકિર્દી પર નજર કરીએ તો તે ખૂબ જ અસરકારક રહી છે. તેણે અત્યાર સુધી રમેલી 100 મેચમાં 2,935 રન બનાવ્યા છે. આ દરમિયાન ડુ પ્લેસિસે 22 અડધી સદી ફટકારી છે. તેણે ગત સિઝનની છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 86 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
ફાફ ડુ પ્લેસીસને બેંગ્લોરના સુકાની બનાવવામાં આવ્યા બાદ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પ્રતિક્રિયા આપી છે. તેણે ડુપ્લેસીસને શુભેચ્છા પાઠવતા ખુશી વ્યક્ત કરી હતી.
The Leader of the Pride is here!
Captain of RCB, @faf1307! 🔥#PlayBold #RCBCaptain #RCBUnbox #ForOur12thMan #UnboxTheBold pic.twitter.com/UfmrHBrZcb
— Royal Challengers Bangalore (@RCBTweets) March 12, 2022
“Happy to pass on the baton to Faf! Excited to partner with him and play under him” – A message from @imVkohli for our new captain @faf1307. 🤩#PlayBold #RCBUnbox #UnboxTheBold #ForOur12thMan #IPL2022 pic.twitter.com/lHMClDAZox
— Royal Challengers Bangalore (@RCBTweets) March 12, 2022
તમને જણાવી દઈએ કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ 27 માર્ચે લીગમાં તેમના અભિયાનની શરૂઆત કરશે. બેંગ્લોરની ટીમ મુંબઈના ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે ટકરાશે. મહત્વની વાત એ છે કે બેંગલુરુ હજુ સુધી IPL ટાઈટલ જીતી શક્યું નથી. ટીમ છેલ્લે 2016માં ફાઈનલ મેચ રમી હતી, જ્યારે તેને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હાર મળી હતી.
આ પણ વાંચો: PM Modi ના બે દિવસના ગુજરાત પ્રવાસે રાજકીય વર્તુળમાં અનેક ચર્ચા ઉભી કરી, જાણો વિગતે