IPL 2022 Orange Cap: જોસ બટલરની આસપાસ પણ ફરકી ના શક્યો શુભમન ગિલ, હાર્દિક પંડ્યા ટોપ-10 માં સામેલ

|

Apr 12, 2022 | 9:57 AM

IPL 2022 Orange Cap in Gujarati: રાજસ્થાન રોયલ્સનો ઓપનર જોસ બટલર હજુ પણ ઓરેન્જ કેપની રેસમાં ટોચ પર છે, જે હાલમાં 200 થી વધુ રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે.

IPL 2022 Orange Cap: જોસ બટલરની આસપાસ પણ ફરકી ના શક્યો શુભમન ગિલ, હાર્દિક પંડ્યા ટોપ-10 માં સામેલ
Shubman Gill
Image Credit source: IPL/BCCI

Follow us on

ભારતના યુવા બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill) માટે IPL 2022 ની શરૂઆત ઘણી સારી રહી છે. ટીમમાં ફેરફાર સાથે ગિલનો અભિગમ પણ બદલાયો છે અને યુવા બેટ્સમેન નવી ટીમ ગુજરાત ટાઇટન્સ માટે સતત સારી બેટિંગ કરી રહ્યો છે. આ જ કારણ છે કે 22 વર્ષીય શુભમન ગિલ આ સિઝનની શરૂઆતની મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની રેસમાં સામેલ છે. જોકે, સોમવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH vs GT) સામેની મેચમાં ગિલ સસ્તામાં પાછો ફર્યો હતો, જેના કારણે તે જોસ બટલરને પાછળ કરી શક્યો ન હતો, બટલર હજુ પણ ઓરેન્જ કેપ (IPL Orange Cap) ની રેસમાં નંબર વન બેટ્સમેન છે.

ડીવાય પાટિલ સ્ટેડિયમમાં હૈદરાબાદ અને ગુજરાત માટે બંને ટીમના કેપ્ટનોએ મોટી ઇનિંગ્સ રમી હતી. ગુજરાત માટે પ્રથમ કેપ્ટન હાર્દિક પંડ્યાએ અણનમ 50 રન બનાવ્યા હતા જેના આધારે ટીમ 162 રનના સ્કોર સુધી પહોંચી શકી હતી. ત્યાર બાદ હૈદરાબાદ તરફથી કેપ્ટન કેન વિલિયમસને 57 રનની લડાયક ઇનિંગ રમી અને ટીમ માટે જીતનો પાયો તૈયાર કર્યો. જો કે, આ ઇનિંગ્સ છતાં, બંને બેટ્સમેન ઓરેન્જ કેપની રેસમાં પાછળ છે. હાર્દિક 141 રન સાથે 9માં નંબર પર છે જ્યારે વિલિયમસન માત્ર 107 રન સાથે 23માં નંબર પર છે.

આવું ગિલનું પ્રદર્શન રહ્યું છે

જ્યાં સુધી શુભમન ગિલનો સવાલ છે, કોલકાતા નાઈટ રાઈડર્સમાંથી બહાર આવેલા આ બેટ્સમેને સતત બે શાનદાર ઈનિંગ્સ રમી છે અને સદીની નજીક ચૂકી ગયો છે. ગિલે દિલ્હી કેપિટલ્સ સામે 80 રન બનાવ્યા હતા, જ્યારે તે પંજાબ કિંગ્સ સામે 96 રન બનાવીને આઉટ થયો હતો. આવી સ્થિતિમાં જો તેણે ગુજરાત સામે 39 રન બનાવ્યા હોત તો પણ ઓરેન્જ કેપ કબજે કરી લીધો હોત. જોકે, તે ઈનિંગની ત્રીજી ઓવરમાં માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ રીતે ગિલે હવે 4 ઇનિંગ્સમાં 187 રન બનાવ્યા છે અને તે બીજા નંબર પર ક્વિન્ટન ડી કોક (188) થી પણ પાછળ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ બેટ્સમેન પણ દાવેદાર છે

ગિલ સિવાય અન્ય કેટલાક મહાન બેટ્સમેન ઓરેન્જ કેપ માટે દાવો કરી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સના જોસ બટલર ટોપ પર યથાવત છે. તેની 4 ઇનઈંગ બાદ 218 રન છે. આ સિઝનમાં અત્યાર સુધી સદી ફટકારનાર તે એકમાત્ર બેટ્સમેન છે. તેના સિવાય લખનૌ સુપર જાયન્ટ્સનો ઓપનર ક્વિન્ટ ડી કોક ત્રીજા નંબર પર છે, જેના 188 રન છે. મુંબઈ ઈન્ડિયન્સના ઈશાન કિશનના 175 રન છે, જ્યારે રાજસ્થાનના શિમરોન હેટમાયરે 168 રન બનાવ્યા છે.

આ પણ વાંચોઃ

IPL 2022: ગુજરાત ટાઈટન્સ સામે જીત બાદ SRH લાગ્યો મોટો ઝટકો, વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થતા એક સપ્તાહ બહાર રહેશે

આ પણ વાંચોઃ

CSK vs RCB, IPL 2022: ચેન્નાઈ અને બેંગ્લોરની ટીમ વચ્ચે ટક્કર જામે એ પહેલા જોવા મળ્યો દોસ્તીનો માહોલ, કોહલી, જાડેજા અને ડુ પ્લેસિસના મજાના દૃશ્યો Video

Next Article