રવિન્દ્ર જાડેજાના રાજીનામા પર વિરેન્દ્ર સેહવાગે કહ્યું, ‘અમે પહેલા દિવસથી આ કહી રહ્યા છીએ’

MS Dhoni: ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે રેકોર્ડ 9 આઈપીએલ ફાઈનલ મેચ રમી છે. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે પણ 4 વખત ખિતાબ જીતી ચુકી છે. ચેન્નાઈની ટીમ 2010, 2011, 2018 અને 2021માં IPL ચેમ્પિયન રહી ચૂકી છે.

રવિન્દ્ર જાડેજાના રાજીનામા પર વિરેન્દ્ર સેહવાગે કહ્યું, 'અમે પહેલા દિવસથી આ કહી રહ્યા છીએ'
MS Dhoni and Ravindra Jadeja (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 11:33 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 સીઝનની મધ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝી તરફથી ફરી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ટુર્નામેન્ટ શરૂ થવાના 2 દિવસ પહેલા જ ટીમની કમાન સંભાળનાર રવીન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) 8 મેચ રમ્યા બાદ હવે સુકાની પદેથી રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં ફરી કમાન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ના હાથમાં આવી ગઈ છે. આ સમગ્ર મામલે અનેક દિગ્ગજોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ ઘટના બાદ ભારતના પૂર્વ દિગ્ગજ વિરેન્દ્ર સેહવાગનું નામ પણ જોડાયું છે. તેણે કહ્યું કે અમે પહેલા દિવસથી જ કહી રહ્યા છીએ કે ધોની વગર ચેન્નાઈની ટીમની હાલત ખરાબ થઈ જશે. સેહવાગ સિવાય ઈરફાન પઠાણ, વસીમ જાફર સહિત અન્ય ઘણા દિગ્ગજોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

‘દેર આએ દુરૂસ્ત આએઃ’ વિરેન્દ્ર સહેવાગ

સેહવાગે ક્રિકબઝના એક શોમાં કહ્યું, ‘અમે પહેલા દિવસથી જ કહી રહ્યા છીએ કે જો મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન નહીં હોય તો ચેન્નાઈની ટીમનું કંઈ થઈ શકશે નહીં પણ હવે એવું કહી શકાય કે ‘દેર આએ દુરૂસ્ત આએઃ’ તેની પાસે હજુ પણ તક છે. તેની પાસે હજુ ઘણી મેચો બાકી છે. હવે મોટો ફેરફાર થશે. બીજી તરફ ઈરફાન પઠાણે ટ્વીટ કર્યું કે તે જાડેજાની લાગણી સમજી શકે છે. આશા છે કે તેની રમત પર અસર નહીં થાય.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

‘ચેન્નઈ ટીમ પાસે અન્ય કોઈ વિકલ્પ ન હતો’

સેહવાગની સાથે અજય જાડેજા પણ આ શોનો ભાગ હતો. આવી સ્થિતિમાં જાડેજાએ કહ્યું, ‘જ્યારે તેને (જાડેજા) કેપ્ટન બનાવવામાં આવ્યો તો મને નથી લાગતું કે તેની પાસે કોઈ વિકલ્પ હશે. હવે જ્યારે તેની પાસેથી કેપ્ટન્સી નથી રહી તો પણ તેની પાસે કોઈ વિકલ્પ ન હતો. જો ધોની ટીમમાં હોય તો તેણે કેપ્ટન બનવું પડશે. મેં 2019ના વર્લ્ડ કપ દરમિયાન પણ આ જ વાત કહી હતી. જ્યારે ટીમ ઈન્ડિયા રમી રહી હતી. હું માનું છું કે ક્યાંક ને ક્યાંક જાડેજા પણ આનાથી ખુશ થશે. તે ખરેખર તેના ખભા પર એક મોટો બોજા સમાન હતું.

ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ 4 વાર ટાઈટલ જીત્યું છે

ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે રેકોર્ડ 9 આઈપીએલ ફાઈનલ મેચ રમી છે. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે પણ 4 વખત ખિતાબ જીતી ચુકી છે. ચેન્નાઈની ટીમ 2010, 2011, 2018 અને 2021માં IPL ચેમ્પિયન રહી ચૂકી છે. આ સિવાય ચેન્નઈ ધોનીની કપ્તાનીમાં 2 વખત ચેમ્પિયન્સ લીગનો ખિતાબ પણ જીતી ચૂકી છે. આ સાથે જ જાડેજાએ આ સિઝનમાં પ્રથમ વખત ટીમની કમાન સંભાળી હતી. તેની કેપ્ટનશીપમાં ચેન્નાઈની ટીમ અત્યાર સુધી 8 મેચ રમી છે અને 6 મેચ હારી છે. જાડેજાની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમ માત્ર બે જ મેચ જીતી શકી હતી. હાલ ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે 9મા નંબર પર છે.

આ પણ વાંચો : IPLમાં આ બોલરોએ ફેંક્યા છે સૌથી વધુ ‘નો બોલ’, જાણો ટોપ 6માં કોનો સમાવેશ થાય છે

આ પણ વાંચો : IPL 2022: ‘બર્થ ડે બોય’ રોહિત કમાલ કરી શક્યો નહીં, વિકેટ પડવાથી રીતિકા નિરાશ થઈ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">