IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સ પાસે સચિન-ઝહીર સહિત 18 સપોર્ટિંગ સ્ટાફની ફોજ છે, હાર માટે માત્ર રોહિત જ કેમ જવાબદાર?
IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સના (MI) શરમજનક પ્રદર્શન બાદ રોહિત શર્મા (Rohit Sharma) નિશાના પર છે. પ્રથમ 8 મેચ હાર્યા બાદ મુંબઈ લગભગ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સૌથી સફળ ટીમોમાંની એક મુંબઈ ઈન્ડિયન્સની (Mumbai Indians) આ સિઝનમાં ખરાબ હાલત છે. 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ 8 મેચ હારી ગઈ છે. જે કોઈપણ સિઝનમાં તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. મુંબઈ આ સિઝનમાંથી બહાર થવાની અણી પર છે. જો ટીમની હાલત ખરાબ છે તો સુકાની રોહિત શર્મા દરેકના નિશાના પર છે.
રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સ 5 વખત આઈપીએલ ટાઈટલ જીતી ચૂક્યું છે. તો હવે સતત 8 મેચમાં હારવું એ બધા માટે આશ્ચર્યજનક છે. રોહિત શર્મા પર ખરાબ કેપ્ટન્સી અને ખરાબ બેટિંગનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પરંતુ જો મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો લીડરશિપ ગ્રુપમાં રોહિત શર્મા એકલો નથી. પરંતુ ટીમના સપોર્ટ સ્ટાફમાં અનુભવીઓની ફોજ છે.
સપોર્ટિંગ સ્ટાફમાં સચિન-ઝહીર-મહેલા જેવા દિગ્ગજોની ફોજ
આવી સ્થિતિમાં માત્ર રોહિત શર્મા પર દોષનો ટોપલો ઢોળવો કેટલી હદે યોગ્ય છે. તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના સપોર્ટિંગ સ્ટાફમાં કુલ 18 સભ્યો છે. જેમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દને જેવા મોટા નામ સામેલ છે. ટીમમાં દરેક પ્રકારના લોકોને અલગ-અલગ બાબતો પર ફોકસ કરવા માટે રાખવામાં આવ્યા છે. ઘણી વખત એવું પણ કહેવાય છે કે જો એક જ જગ્યાએ ઘણા બધા મન ભેગા થાય તો એક જ વસ્તુનો અમલ કરવામાં ગડબડ થઈ જાય છે.
મુંબઈ ઈન્ડિયન્સના હારના મોટા કારણો
- મેગા ઓક્શન બાદ ટીમનું સંતુલન બગડ્યું, નવું કોર ગ્રુપ બનાવવાનો પડકાર.
- હરાજીમાં જોફ્રા આર્ચર પર 8 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. પરંતુ તે આ સિઝનમાં રમવાનો ન હતો.
- ઈશાન કિશન પર 15.25 કરોડ ખર્ચાયા, પ્રથમ બે દાવ બાદ બેટ સંપૂર્ણપણે શાંત.
- કેપ્ટન રોહિત શર્માના બેટિંગ ફોર્મે ચિંતા વધારી.
- બોલિંગમાં જસપ્રીત બુમરાહ સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ બોલર નથી. જે રન રોકી શકે છે અને વિકેટ લઈ શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સનો સપોર્ટ સ્ટાફ
- સચિન તેંડુલકર – આઇકોન
- મહેલા જયવર્દને – મુખ્ય કોચ
- ઝહીર ખાન – ડિરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ
- શેન બોન્ડ – બોલિંગ કોચ
- રોબિન સિંહ – બેટિંગ કોચ
- જેમ્સ પેમેન્ટ – ફિલ્ડિંગ કોચ
- પોલ ચેપમેન – સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચ
- ક્રેગ ગોવેન્ડર – હેડ થેરાપિસ્ટ
- સીકેએમ ધનંજય – ડેટા પર્ફોર્મન્સ મેનેજર
- રાહુલ સંઘવી – ટીમ મેનેજર
- અમિત શાહ – સ્પોર્ટ્સ મસાજ થેરાપિસ્ટ
- આલે. વરુણ – વિડિયો એનાલિસ્ટ
- આશુતોષ નિમસે – મદદનીશ ચિકિત્સક
- પ્રતિક કદમ – આસિસ્ટન્ટ સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ
- નાગેન્દ્ર પ્રસાદ – આસિસ્ટન્ટ સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચ
- વિજયા કુશવાહા – આસિસ્ટન્ટ સ્પોર્ટ્સ મસાજ થેરાપિસ્ટ
- મયુર સાતપુતે – આસિસ્ટન્ટ સ્પોર્ટ્સ મસાજ થેરાપિસ્ટ
- કિનીતા કડકિયા પટેલ- ન્યુટ્રિનિસ્ટ
સતત હાર બાદ કોઇ શું કહ્યુંં…
લખનૌ સુપર જાયન્ટ્સ સામેની હાર બાદ મહેલા જયવર્દનેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે અમારા બોલરોએ છેલ્લી 2 મેચમાં સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ અમે સંપૂર્ણ સાતત્ય સાથે બોલિંગ કરી નથી. આ સિઝનમાં મોટાભાગની ટીમની બોલિંગ સારી રહી છે. પરંતુ અમે શરૂઆતની ક્ષણોમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા છીએ.
બેટિંગ અંગે પણ તેણે કહ્યું કે મારે બેટ્સમેનોના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવું પડશે. ટીમ માટે આ ચિંતાનો વિષય છે. તે સિનિયર ખેલાડીઓનું જૂથ છે અને અમારે અમારા બેટ્સમેનોને સતત પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરવા પડશે. અમે ઈચ્છીએ છીએ કે તે પોતાની બેટિંગથી ટીમ માટે સતત રન બનાવે.
જાણો, રોહિત શર્માએ ટ્વીટ કરીને ચાહકોને શું કહ્યું…
સુકાની રોહિત શર્માએ પણ 25 એપ્રિલે એક ઈમોશનલ ટ્વીટ કરીને ચાહકોનો આભાર માન્યો હતો. રોહિત શર્માએ લખ્યું કે અમે આ ટૂર્નામેન્ટમાં અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી, પરંતુ આવું થાય છે. રમતગમતની દુનિયામાં ઘણા દિગ્ગજો આ તબક્કામાંથી બહાર આવ્યા છે. પરંતુ હું મારી ટીમ અને તેના વાતાવરણને પ્રેમ કરું છું. હું અમારા શુભેચ્છકોનો પણ આભાર માનું છું જેમણે અમારામાં વિશ્વાસ દર્શાવ્યો અને ટીમ પ્રત્યે અતૂટ વફાદારી દર્શાવી.
We haven’t put our best foot forward in this tournament but that happens,many sporting giants have gone through this phase but I love this team and it’s environment. Also want to appreciate our well wishers who’ve shown faith and undying loyalty to this team so far 💙@mipaltan
— Rohit Sharma (@ImRo45) April 25, 2022
શું રોહિત શર્મા સુકાની પદ છોડી રહ્યો છે?
રોહિત શર્માના આ ટ્વિટ પછી અટકળો લગાવવામાં આવી રહી છે કે શું રોહિત ટીમની કેપ્ટન્સી છોડી રહ્યો છે. કારણ કે તે IPL ની સફળતાના આધારે ભારતીય ટીમનો કેપ્ટન બન્યો હતો. હવે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટનો કેપ્ટન છે. પરંતુ આ પછી જ્યારે તે IPL માં પાછો ફર્યો તો તે પ્રથમ 8 મેચ સતત હારી ગયો. જે મુંબઈ ઈન્ડિયન્સનું આઈપીએલ ઈતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન છે.
આઈપીએલ 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ
- દિલ્હી કેપિટલ્સે 4 વિકેટે હરાવ્યું
- રાજસ્થાન રોયલ્સે 23 રને હરાવ્યું
- કોલકાતા નાઈટ રાઈડર્સને 5 વિકેટે હરાવ્યું
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું
- પંજાબ કિંગ્સે 12 રને હરાવ્યું
- લખનૌ સુપર જાયન્ટ્સે 18 રનથી હરાવ્યું
- ચેન્નાઈ સુપર કિંગ્સે 3 વિકેટે હરાવ્યું
- લખનૌ સુપર જાયન્ટ્સે 36 રને હરાવ્યું
આ પણ વાંચો : IPL 2022 Mumbai Indians માટે સફેદ હાથી બન્યો ઈશાન કિશન?
આ પણ વાંચો : IPL 2022: Rohit Sharma મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી છોડશે, કીરોન પોલાર્ડ સંભાળશે કમાન?