MI vs RR, IPL 2022: Jos Buttler એ રાજસ્થાન માટે ‘રોયલ’ ઈનીંગ રમી, બટલરની સદીની વડે 193 રનનો સ્કોર ખડક્યો

|

Apr 02, 2022 | 6:21 PM

જોસ બટલરે (Jos Buttler) મુંબઈ ઈન્ડિયન્સ સામે રમતા સદી ફટકારી હતી. તેણે 66 બોલમાં 100 રન પૂરા કર્યા હતા, IPL માં તેનુ આ બીજુ શતક છે.

MI vs RR, IPL 2022: Jos Buttler એ રાજસ્થાન માટે રોયલ ઈનીંગ રમી, બટલરની સદીની વડે 193 રનનો સ્કોર ખડક્યો
Jos Buttler એ બીજી IPL સદી નોંધાવી

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) નો આજે શનિવારનો દિવસ ડબલ હેડર છે. દિવસની પ્રથમ અને સિઝનની 9મી મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને રન ચેઝ કરવાની યોજના પસંદ કરી હતી. આમ રાજસ્થાનની ટીમ ટોસ હારીને ક્રિઝ પર ઉતરી હતી. રાજસ્થાનના ઓપનર જોસ બટલરે (Jos Buttler) શાનદાર સદી ફટકારી ઈનીંગ રમી હતી. રાજસ્થાને 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને રાજસ્થાને મુંબઈ સામે 193 નો સ્કોર ખડક્યો હતો.

રાજસ્થાનને ત્રીજી ઓવરમાં માત્ર 13 રનના સ્કોર પર જ યશસ્વી જયસ્વાલના રુપમાં લાગ્યો હતો. જયસ્વાલ માત્ર 1 જ રન નોંધાવીને બુમરાહનો શિકાર થઈ ગયો હતો. ત્યાર બાદ દેવદત્ત પડીક્કલ પણ માત્ર 7 રન નોંધાવીને વિકેટ ગુમાવી હતી. આમ રાજસ્થાનને મહત્વની બે વિકેટ ગુમાવતા દબાણ સર્જાવાની સ્થિતી લાગી રહી હતી. પરંતુ ખરી ભૂમિકા જોસ બટલરે નિભાવી હતી. તેણે મક્કમતા પૂર્વક રમત રમીને મોટી ઈનીંગ રમી હતી. ચોગ્ગા છગ્ગાની આતશી બેટીંગ ઈનીંગ રમીને ફેન્સને ખુશ કરી દેવા સાથે રાજસ્થાનનુ સ્કોરબોર્ડ મોટુ બનાવી દેવાનો સફળ પ્રયાસ કર્યો હતો. તેણે 68 બોલનો સામનો કરીને 100 રન સાથે પોતાની ઈનીંગ બુમરાહના બોલ પર સમાપ્ત કરી હતી, બુમરાહે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. બટલરે 11 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

કેપ્ટન સંજૂ સેમસને પણ 3 છગ્ગા અને 1 ચોગ્ગા વડે સ્કોરબોર્ડને ઝડપથી ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સેમસન 21 બોલમાં 30 રન નોંધાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે બાદમાં શિમરોન હેટમાયર અને બટલરે મોટા સ્કોરની જવાબદારી સ્વિકારી લીધી હતી. શિમરોને 17મી ઓવરમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારી દઈ સ્કોર બોર્ડને એક જ ઓવરમાં ઝડપથી આગળ કરી દીધુ હતુ. તેણે 3 છગ્ગા ભરી 35 રનની ઈનીંગ 14 બોલનો સામનો કરીને રમી હતી. બંને એ 53 રનની ભાગીદારી કરી હતી. અશ્વિન રન આઉટ થતા શૂન્ય પર જ પરત ફર્યો હતો. નવદીપ સૈનીએ 2 રન કર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મુંબઈના બોલરોએ રોહિતને નિરાશ કર્યો

આમ તો મુંબઈની ટીમ પાસે સારા બોલર છે, પરંતુ રાજસ્થાન સામેની આ મેચમાં બોલરોએ શરુઆત થી મધ્યમાં ખાસ દમ દેખાડ્યો નહોતો. જોકે જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. તેણે શિમરોન અને બટલર જેવી મહત્વની વિકેટ ઝડપી હતી. પરંતુ આ પહેલા બાસિલ થમ્પિએ 1 જ ઓવરમાં 26 રન ગુમાવી દીધા હતા. જ્યારે પોલાર્ડે 4 ઓવરમાં 46 રન આપ્યા હતા. મિલ્સે પણ 3 વિકેટ ઝડપી હતી. અંતિમ ઓવરમાં તેણે 2 વિકેટ ઝડપી હતી. પોલાર્ડે 1 વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચોઃ Sabarkantha: ચિત્ર વિચિત્ર મેળો, નામ પ્રમાણેના મેળામાં રાતભર ખુશીઓ મનાવાય અને સવારે હૈયાફાટ રુદન

આ પણ વાંચોઃ IPL 2022: કેન વિલિયમસનના કેચ આઉટનો વિવાદ વકર્યો, સનરાઈઝર્સ હૈદરાબાદે અધિકારીક રુપે ફરિયાદ નોંધાવી

Published On - 5:20 pm, Sat, 2 April 22

Next Article