IPL 2022: મહેન્દ્ર સિંહ ધોની ડેથ ઓવરનો ‘કિંગ’ છે, માહીનો આ રેકોર્ડ તોડવા કોઈ પણ ખેલાડી માટે સહેલું નહીં હોય
IPL ના ઈતિહાસમાં ડેથ ઓવરોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની ટોપ પર છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) દરમિયાન ઘણા રેકોર્ડ તૂટશે અને ઘણી ઐતિહાસિક ક્ષણો પણ જોવા મળશે. પરંતુ જ્યારે પણ ડેથ ઓવરની વાત આવે છે ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીનું નામ હંમેશા પહેલા લેવામાં આવે છે. મહેન્દ્ર સિંહ ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ડેથ ઓવરનો બાદશાહ છે અને તેણે આ વાત ઘણી વખત સાબિત કરી છે. આંકડાઓ પણ આ વાતની સાક્ષી આપે છે. તમને જણાવી દઇએ કે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ ઇનિંગની 15થી 20 ઓવરમાં ડેથ ઓવરોમાં સૌથી વધુ રન બનાવ્યા છે.
IPL માં પુર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરૂવારે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) સામે અણનમ 16 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકાર્યો હતો. તેણે IPL ની 15મી, 16મી, 17મી, 18મી, 19મી અને 20મી ઓવરમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તે IPL ના ઈતિહાસમાં ડેથ ઓવરોમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલની 20મી ઓવરમાં અત્યાર સુધી કુલ 627 રન બનાવ્યા છે. છેલ્લી ઓવરોની યાદીમાં આ સૌથી વધુ રન છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ સુકાની ધોનીએ 15મી ઓવરમાં 444 રન, 16મી ઓવરમાં 482 રન, 17મી ઓવરમાં 574 રન, 18મી ઓવરમાં 620 રન અને 19મી ઓવરમાં 627 રન બનાવ્યા છે. આ રીતે તેણે 20મી ઓવરમાં સૌથી વધુ રન બનાવ્યા છે. ધોનીએ છેલ્લી ઓવરમાં 627 રન બનાવ્યા છે.
Convo between @MSDhoni & gambhir ❤ pic.twitter.com/QuABxIWFn5
— Dhoni Army TN™ (@DhoniArmyTN) April 1, 2022
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેથ ઓવર્સમાં દરેક ઓવરમાં સૌથી વધુ રનઃ
- 15મી ઓવરઃ મહેન્દ્ર સિંહ ધોની (444)
- 16મી ઓવરઃ મહેન્દ્ર સિંહ ધોની (482)
- 17મી ઓવરઃ મહેન્દ્ર સિંહ ધોની (574)
- 18મી ઓવરઃ મહેન્દ્ર સિંહ ધોની (609)
- 19મી ઓવરઃ મહેન્દ્ર સિંહ ધોની (620)
- 20મી ઓવરઃ મહેન્દ્ર સિંહ ધોની (627)
આ પણ વાંચો : Ayush badoni, IPL 2022: 22 વર્ષનો યુવાન જેવો માહોલ એવુ ચલાવે છે બેટ, શરુઆતમાં જ આયુષ બદોની ચારેકોર છવાઈ ગયો
આ પણ વાંચો : IPL 2022: Odean Smith અને Andre Russell વચ્ચે પણ જામશે જંગ, પંજાબ અને કોલકાતાની મેચમાં જોવા મળશે ટક્કર