CSK vs DC, IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સે ખડક્યો વિશાળ સ્કોર, દિલ્હી સામે 6 વિકેટે 208 રન, કોનવેના 87 રન

|

May 08, 2022 | 10:09 PM

LSG vs KKR, IPL 2022: ડેવેન કોનવે અને ઋતુરાજ ગાયકવાડ બંનેએ શાનદાર શરુઆત ચેન્નાઈને અપાવ્યુ હતુ. બંનેએ 110 રનની ભાગીદારી રમત રમી હતી. બંને એ આક્રમક અંદાજ થી પ્રદર્શન કર્યુ હતુ

CSK vs DC, IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સે ખડક્યો વિશાળ સ્કોર, દિલ્હી સામે 6 વિકેટે 208 રન, કોનવેના 87 રન
Ruturaj-Devon Conway એ 110 રનની પાર્ટનરશીપ કરી હતી

Follow us on

IPL 2022 ની 55મી મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (Chennai Super Kings vs Delhi Capitals) વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) ટોસ જીત્યો હતો અને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ધોની સેનાએ ટોસ હારીને પહેલ બેટીંગ કરતા એક બાદ એક દિલ્દીના બોલરોને નિશાન બનાવતી બેટીંગ કરી હતી. ખાસ કરીને ઓપનર ડેવેન કોનવે (Devon Conway) એ 87 રનની જબરદસ્ત ઈનીંગ રમી હતી. તેની રમતને પગલે ચેન્નાઈ 200 રનના આંકડાને પાર કરવામાં સફળ રહ્યુ હતુ. અંતમાં ધોનીએ પણ શાનદાર રમત દર્શાવી હતી, તેણે અણનમ 21 રન 9 બોલમાં ફટકાર્યા હતા. ચેન્નાઈએ 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 208 રનનો સ્કોર કર્યો હતો.

ઓપનીંગ જોડીએ દિલ્હીને પરેશાન કરી દીધુ હતુ. ઓપનીંગ જોડી ડેવેન કોનવે અને ઋતુરાજ ગાયકવાડે શરુઆત થી જ દિલ્હીના બોલરોને ધોલાઈ કરવાનુ જારી રાખ્યુ હતુ. બંનેએ 110 રનની પાર્ટનરશીપ કરી હતી. ગાયકવાડના રુપમાં ચેન્નાઈએ પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેણે 41 રન 33 બોલમાં કરીને પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેને એનરિક નોરખિયાએ અક્ષર પટેલના હાથમાં કેચ ઝડપાવ્યો હતો.

મહેન્દ્રસિંહ ધોનીએ અણનમ 21 રન ફટકાર્યા હતા. તેણે 8 બોલમાં આ રન નોંધાવ્યા હતા. ધોનીએ 2 છગ્ગા અને 1 ચોગ્ગા ફટકાર્યો હતો. અંબાતી રાયડુ 6 બોલ રમીને 5 રન નોંધાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મોઈન અલીએ 4 બોલમાં 9 રન નોંધાવ્યા હતા. રોબિન ઉથપ્પા શૂન્ય રન પર જ પરત ફર્યો હતો. ડ્વેન બ્રાવો 1 રન સાથે અણનમ રહ્યો હતો. આમ 6 વિકેટ ગુમાવીને 208 રનના સ્કોર કર્યો હતો.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

ખલીલ અહેમદ શાનદાર રહ્યો

એક તરફ ચેન્નાઈ રનનો વરસાદ વરસાવી રહ્યુ હતુ, તો બીજી તરફ ખલીલ અહેમદ પોતાની ધાક બેટ્સમેનો પર જમાવી રહ્યો હતો. તે ઓવર કરતો રહ્યો અને રન બચાવી રહ્યો હતો, જ્યારે અન્ય બોલરો રન લુટાવી રહ્યા હતા. ખલીલે 2 વિકેટ ઝડપી હતી અને 4 ઓવરમાં 28 રન ગુમાવ્યા હતા. એનરિક નોરખિયાએ શરુઆતમાં ખુબ માર સહ્યો હતો, પરંતુ તેણે 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 42 રન ગુમાવ્યા હતા. મિશેલ માર્શે 1 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ સૌથી વધુ ખર્ચાળ સરેરાશ ધરાવતો હતો, તેણે 3 ઓવરમાં 43 રન આપ્યા હતા. અક્ષર પટેલે3 ઓવરમાં 23 રન આપ્યા હતા. તેને જોકે વિકેટ નસીબ થઈ શકી નહોતી.

Published On - 9:27 pm, Sun, 8 May 22

Next Article