IPL 2022: મુંબઈ સામેની પ્રથમ મેચમાં જ Kuldeep Yadav એ ધમાલ મચાવતા અક્ષર પટેલે કહ્યુ તે KKR માં સુરક્ષીત નહોતો

|

Mar 28, 2022 | 8:52 AM

IPL 2022: દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં કુલદીપ યાદવે રોહિત શર્મા અને કિરન પોલાર્ડ જેવા મજબૂત બેટ્સમેનોની વિકેટ લીધી હતી.

IPL 2022: મુંબઈ સામેની પ્રથમ મેચમાં જ Kuldeep Yadav એ ધમાલ મચાવતા અક્ષર પટેલે કહ્યુ તે KKR માં સુરક્ષીત નહોતો
Kuldeep Yadav એ રોહિત અને પોલાર્ડને પેવેલિયન મોકલ્યા હતા

Follow us on

દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર અક્ષર પટેલે (Axar Patel) રવિવારે કહ્યું કે તેમની ફ્રેન્ચાઈઝીએ કુલદીપ યાદવ (Kuldeep Yadav) ને ટીમમાં તેના સ્થાનને લઈને સુરક્ષાની ભાવના આપી. જેના કારણે આ ભારતીય રિસ્ટ સ્પિનરે IPL 2022 માં ટીમની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કુલદીપ યાદવે, જે તેની ભૂતપૂર્વ ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે છેલ્લી બે સિઝનમાં મોટાભાગની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર હતો, તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 18 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની જીતમાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

કુલદીપ યાદવ લાંબા સમયથી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતો. પરંતુ સુનીલ નરેન પછી ટીમમાં વરુણ ચક્રવર્તીના ઉદય બાદ કુલદીપ હાંસિયામાં ધકેલાઈ ગયો હતો. આ દરમિયાન તેનું ફોર્મ પણ બગડ્યું જ્યારે ફિટનેસમાં પણ સમસ્યા આવી. પરિણામે તેને સતત રમવાની તક મળી ન હતી. તે ભારતીય ટીમમાં પણ રહ્યો પરંતુ રમી શક્યો નહીં.

KKR માં કુલદીપનું સ્થાન સુરક્ષિત નહોતું

મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે અક્ષરને કુલદીપના પ્રદર્શન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, આ બધું માનસિકતા વિશે છે. KKR ટીમમાં તેનું સ્થાન સુરક્ષિત ન હોવાથી તે IPL માં સંઘર્ષ કરી રહ્યો હતો. તેને ખાતરી નહોતી કે તે તેની તમામ મેચ રમશે. તેને હવે લાગે છે કે અહીં આવ્યા બાદ મેચ રમવાની ખાતરી છે. જો તમને ખબર હોય કે તમારી પાસે સુરક્ષિત સ્થાન છે, અને બે મેચમાં ખરાબ પ્રદર્શન પછી તમે બહાર ન થાઓ તો તમે તમારું શ્રેષ્ઠ આપી શકો છો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કુલદીપે રોહિત-પોલાર્ડને આઉટ કર્યા હતા

KKR માટે સરેરાશ પ્રદર્શન કરનાર કુલદીપે મધ્ય ઓવરોમાં રોહિત શર્મા અને કિરોન પોલાર્ડ જેવી મહત્વની વિકેટ લીધી હતી. દિલ્હીની ચાર વિકેટની જીત બાદ અક્ષરે કહ્યું, જે રીતે કોચ રિકી પોન્ટિંગ અને કેપ્ટન (ઋષભ પંત) એ તેને ટેકો આપ્યો, તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો. પ્રેક્ટિસ દરમિયાન પણ અમે તેને કહીએ છીએ કે તું સારું કરી શકે છે. તે તમામ મેચ રમશે તેવો તેનો વિચાર બદલાઈ ગયો છે.

દિલ્હીની શાનદાર જીત

178 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી 14મી ઓવરમાં છ વિકેટે 104 રન પર સંઘર્ષ કરી રહી હતી પરંતુ લલિત યાદવ (38 બોલમાં અણનમ 48, ચાર ચોગ્ગા, બે છગ્ગા) અને અક્ષર (17 બોલમાં અણનમ 38, બે છગ્ગા) અને અક્ષર ( 17 બોલમાં અણનમ 38) ચોગ્ગા, ત્રણ છગ્ગા) સાથે 75 રનની અતૂટ ભાગીદારી કરીને તેની ટીમનો સ્કોર 18.2 ઓવરમાં 179 રન સુધી પહોંચાડ્યો હતો.

 

આ પણ વાંચોઃ Gujarat Titans vs Lucknow Super Giants Playing XI IPL 2022: ગુજરાત અને લખનૌ વચ્ચે કાંટાની ટક્કર, આવી હશે પ્લેયીંગ ઈલેવન!

આ પણ વાંચોઃ IPL 2022, PBKS vs RCB: બેંગલોરને ભારે પડી ગઇ 17મી ઓવરની 2 ભૂલ, બાકીના 5 બોલમાં જ લખાઇ ગઇ હતી હાર

 

Next Article