IPL 2022: ઈરફાન પઠાણે રાજસ્થાનના સુકાની સંજુ સેમસનની કેપ્ટનશીપને લઈને ઉઠાવ્યા અનેક પ્રશ્નો
IPL 2022: સંજુ સેમસનની કેપ્ટનશીપવાળી ટીમ રાજસ્થાન રોયલ્સનો મુંબઈ ઈન્ડિયન્સ સામે પરાજય થયો હતો. રાજસ્થાનના બોલરો 159 રનના ટાર્ગેટનો બચાવ કરી શક્યા ન હતા. જેના કારણે રાજસ્થાન આ મહત્વપૂર્ણ મેચ હારી ગયું હતું.
મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ની જીતની રાહ આખરે 8 મેચ બાદ શનિવારે સમાપ્ત થઈ ગઈ. રોહિત શર્માના જન્મદિવસના અવસર પર ટીમે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું અને તેના કેપ્ટનને સિઝનની પ્રથમ જીતની ભેટ આપી. રાજસ્થાન રોયલ્સની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેના માટે મુંબઈ સામેની જીત ઘણી મહત્વની હતી. ટીમો વચ્ચે પોઈન્ટનો તફાવત ઘણો ઓછો છે. તેથી દરેક જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૂર્વ ભારતીય ખેલાડી ઈરફાન પઠાણે (Irfan Pathan) રાજસ્થાન રોયલ્સની વ્યૂહરચના પર સવાલ ઉઠાવ્યા છે. જે તેના મતે હારનું કારણ બની શકે છે.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 158 રન બનાવ્યા હતા. તેના વિસ્ફોટક બેટ્સમેને ટીમ માટે 67 રન બનાવ્યા હતા. મુંબઈએ આ લક્ષ્ય 4 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધું હતું. ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્ય કુમારે 51 અને તિલક વર્માએ 35 રન બનાવ્યા હતા. આ મેચમાં રાજસ્થાનની બોલિંગ ઘણો સંઘર્ષ કરતી જોવા મળી હતી.
ઈરફાન પઠાણે ઉઠાવ્યા પ્રશ્નો
ઈરફાન પઠાણ હંમેશા કોઈપણ ખચકાટ વગર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે જાણીતો છે. તેણે મેચ બાદ ટ્વીટ કરીને લખ્યું કે, ‘હું માત્ર એ સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું કે ડેરિલ મિશેલે 7મી ઓવર શા માટે ફેંકી અને શા માટે ટ્રેન્ટ બોલ્ટે તેની 4 ઓવરનો ક્વોટા પૂરો ન કર્યો.’ મેચની સાતમી ઓવરમાં સંજુ સેમસને ડેરિલને મિશેલ પાસેથી બોલિંગ કરાવી હતી. આ ઓવરમાં મિશેલે 20 રન આપ્યા હતા. તે જ સમયે ટ્રેન્ટ બોલ્ટને ટીમ માટે ઈશાન કિશનની વિકેટ મળી હતી. પરંતુ તેમ છતાં તેને ચોથી ઓવર નાખવાની તક મળી ન હતી. તેણે 3 ઓવરમાં 26 રન આપ્યા. આ ટ્વીટ સાથે ઈરફાને એક રીતે સંજુ સેમસનની કેપ્ટનશિપ પર સવાલ ઉઠાવ્યા છે.
Still trying to understand the logic behind bowling Daryl Mitchell the 7th over. Trent Boult didn’t finish his quota of 4 overs.
— Irfan Pathan (@IrfanPathan) April 30, 2022
રાજસ્થાન રોયલ્સે મેચમાં શેન વોર્નને શ્રદ્ધાંજલિ આપી
મેચની શરૂઆત પહેલા બંને ટીમના ખેલાડીઓએ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ના પ્રથમ સુકાની શેન વોર્નને શ્રદ્ધાંજલિ આપી હતી. શેન વોર્ને વર્ષ 2008માં રાજસ્થાન રોયલ્સ માટે પ્રથમ અને એકમાત્ર ખિતાબ જીતાડ્યો હતો. રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ આ સિઝનમાં વોર્ન માટે ટાઈટલ જીતવાના ઈરાદા સાથે આવ્યા છે. વોર્નનું થોડા સમય પહેલા થાઈલેન્ડમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. આ મેચમાં રાજસ્થાનની ટીમ ખાસ જર્સી પહેરીને આવી હતી.
આ પણ વાંચો : IPLમાં આ બોલરોએ ફેંક્યા છે સૌથી વધુ ‘નો બોલ’, જાણો ટોપ 6માં કોનો સમાવેશ થાય છે
આ પણ વાંચો : IPL 2022: ‘બર્થ ડે બોય’ રોહિત કમાલ કરી શક્યો નહીં, વિકેટ પડવાથી રીતિકા નિરાશ થઈ