AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Auction: પોણા અગિયાર કરોડમાં ખરીદાયેલા હર્ષલ પટેલે કહ્યુ, મને રિટેન કર્યો હોત તો RCB ને 9 કરોડનુ નુકશાન થતુ

જમણા હાથના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ (Harshal Patel) ને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા ફરીથી તેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, ગત સિઝનમાં તેની સેલરી 20 લાખ હતો અને હવે તેણે 2022 ના ઓક્શનમાં 10.75 કરોડની કમાણી કરી લીધી છે.

IPL 2022 Auction: પોણા અગિયાર કરોડમાં ખરીદાયેલા હર્ષલ પટેલે કહ્યુ, મને રિટેન કર્યો હોત તો RCB ને 9 કરોડનુ નુકશાન થતુ
Harshal Patel ને RCB ટીમ ફરી એકવાર પોતાની સાથે જોડ્યો છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 1:37 PM
Share

IPL ની છેલ્લી સિઝનમાં પોતાની શાનદાર બોલિંગના આધારે પર્પલ કેપ મેળવનાર હર્ષલ પટેલે (Harshal Patel) તેના પર જોરદાર વરસાદ વરસાવ્યો હતો. આઇપીએલ 2022 મેગા ઓક્શન (IPL 2022 Auction) માં, હર્ષલ પટેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) 10.75 કરોડના મોટા ખર્ચે પોતાનો બનાવ્યો હતો. ગત સિઝનમાં હર્ષલ પટેલની સેલરી માત્ર 20 લાખ હતી પરંતુ આ વખતે તેની કિંમત 53 ગણી વધી ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ હર્ષલ પટેલને ખરીદવા માટે દાવ લગાવ્યો હતો પરંતુ અંતે જીત RCB ને મળી હતી. હર્ષલ પટેલની આરસીબીમાં વાપસીથી ઘણા ચાહકોને આશ્ચર્ય થયું હતું. ચાહકો માનતા હતા કે જો હર્ષલને આટલો મોંઘો ખરીદવો હતો તો તેને રિલીઝ કેમ કરવામાં આવ્યો હતો? આ સવાલનો જવાબ ખુદ હર્ષલ પટેલ તરફથી આવ્યો છે.

10.75 કરોડમાં વેચાયા બાદ હર્ષલ પટેલે સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેને RCB દ્વારા કેમ રિલીઝ કરવામાં આવ્યો. હર્ષલ પટેલે કહ્યું, ‘RCB મેનેજમેન્ટે મને કહ્યું કે જો અમે તમને જાળવી રાખીએ તો તને 6 કરોડ મળશે અને અમારા પર્સમાંથી 9 કરોડ કપાઈ જશે અને અમને આમ નથી જોઈતું. અમે ઈચ્છીએ છીએ કે તમે હરાજીમાં આ પૈસા કમાવો અને અમે તમને ફરીથી ખરીદવાનો પ્રયાસ કરીશું. મારી RCB સાથે આ જ વાત થઇ હતી.

બેંગ્લોરે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છેઃ હર્ષલ

હર્ષલ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ઘણો ઋણી છે કારણ કે આ મેનેજમેન્ટે તેનામાં સારું પ્રદર્શન કરવાની આગ જગાડી હતી અને તેના પર ઘણો વિશ્વાસ કર્યો હતો. હર્ષલ પટેલે કહ્યું કે, ‘તેમણે મને દિલ્હીથી ટ્રેડ કર્યો અને આ એક એવી જવાબદારી હતી કે હું તેને પૂરી કરી શકીશ કે કેમ તે અંગે મને શંકા હતી. જોકે તેમણે મને સપોર્ટ કર્યો અને ટીમને મારામાં કંઈક જોવા મળ્યું. આ મારા માટે ખૂમ મહત્વનુ છે. મને ખૂબ પૈસા મળ્યા છે પરંતુ તેમણે મારા પર જે પ્રકારનો વિશ્વાસ દર્શાવ્યો છે તે ઘણું મહત્વનું છે.

કોણ બનશે RCBનો કેપ્ટન?

હર્ષલ પટેલે આરસીબીના નવા કેપ્ટન અંગે પણ પોતાની પસંદગી જણાવી હતી. જોકે તેણે આ વાત સીધી રીતે કહી ન હતી. હર્ષલ પટેલે કહ્યું, ‘મેં હજુ સુધી કેપ્ટન મુદ્દે વાત કરી નથી પરંતુ મને લાગે છે કે ફાફ ડુ પ્લેસિસ એક શાનદાર કેપ્ટન છે. તેણે દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કર્યું છે. તે કેપ્ટનશીપનો મોટો દાવેદાર છે. હર્ષલ પણ હેઝલવુડ સાથે બોલિંગ કરવાને લઈને ઘણો ઉત્સાહિત છે. હર્ષલ પટેલે કહ્યું, ‘મને જોશ હેઝલવુડની બોલિંગ ખૂબ ગમે છે. તે એક જ જગ્યાએ સતત બોલિંગ કરે છે. તે જ મેં લાલ બોલથી કરવાનો પ્રયાસ કર્યો છે અને મને સફળતા મળી છે. તેના સિવાય મને સિરાજ સાથે બોલિંગ પણ ગમે છે.

આ પણ વાંચોઃ IPL 2022 Auction Highest Paid Players: ભારતીય યુવા ખેલાડીઓ વેચાયા સૌથી મોંઘા, અહીં જુઓ IPL 2022 ના ઊંચા ભાવવાળા 10 ખેલાડીઓ

આ પણ વાંચોઃ IPL 2022 Auction: ગુજરાતની ટીમે ખરીદેલ અભિનવ ની સફર ચંપલની દુકાન થી શરુ થઇને ‘કરોડપતિ’ એ પહોંચી, ઓક્શને પલટી દીધી જીવનની બાજી

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">