IPL 2022: ધોની-જાડેજા દરરોજ કેપ્ટનશિપ વિશે વાત કરે છે, CSKના બેટિંગ કોચનું નિવેદન

IPL 2022 : ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. સીએસકે સતત ચાર મેચ હારી છે, જેના કારણે રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશીપ પણ સવાલોના ઘેરામાં છે.

IPL 2022: ધોની-જાડેજા દરરોજ કેપ્ટનશિપ વિશે વાત કરે છે, CSKના બેટિંગ કોચનું નિવેદન
MS Dhoni and Ravindra Jadeja (PC: CSK Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 8:53 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 ની વર્તમાન સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) નું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની આગેવાની હેઠળની ચેન્નઈ અત્યાર સુધીની ચારેય મેચ હારી ચૂકી છે. જેના કારણે તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. સતત હાર બાદ રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશીપ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે આ બધાની વચ્ચે ટીમના બેટિંગ કોચ માઈકલ હસીએ સુકાની રવિન્દ્ર જાડેજા વિશે એક મોટી વાત કહી છે. કોચ માઇકલ હસીએ કહ્યું કે ચેન્નઈ ટીમનો દરેક સભ્ય જાડેજાની સાથે છે. કોચ હસીએ વધુમાં કહ્યું કે, ધોની અને રવિન્દ્ર જાડેજા રોજેરોજ કેપ્ટનશિપ વિશે વાત કરે છે.

ધોનીએ શાનદાર કામ કર્યું છેઃ હસી

કોચ માઇકલ હસીએ એક ન્યૂઝ ચેનલને કહ્યું, ‘રવિન્દ્ર જાડેજાને સુકાની બનાવવો એક મોટો ફેરફાર છે. સ્વાભાવિક રીતે, મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) આટલા લાંબા સમય સુધી સુકાની હતા અને તેણે શાનદાર કામ કર્યું છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે તે હજુ પણ નવા સુકાની રવિન્દ્ર જાડેજાની મદદ કરવા માટે અહીં છે. હું જાણું છું કે જાડેજા અને ધોની લગભગ દરરોજ કેપ્ટનશિપ વિશે વાત કરતા હોય છે. તેઓ સંક્રમણ સમયગાળાને હળવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સુકાની જાડેજાને સંપુર્ણ સન્માન મળે છે

કોચ માઇકલ હસીએ વધુમાં કહ્યું કે, દરેક વ્યક્તિ જાડેજાનું ખૂબ સન્માન કરે છે. પરંતુ, અત્યાર સુધી તેણે ઘણું સારું કર્યું છે. મને આશા છે કે જાડેજાને સુકાની તરીકે વધુ હળવાશ અનુભવવા માટે અમે ટૂંક સમયમાં કેટલીક જીત મેળવી શકીશું. બધા જ સુકાના રવિન્દ્ર જાડેજાને સમર્થન આપી રહ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ચેન્નઈ સુપર કિંગ્સ તેની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામે 6 વિકેટે હારી ગઈ હતી. ત્યારબાદ લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) સામે, ચેન્નઈને સમાન માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એ જ રીતે પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે 180 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે જાડેજા બ્રિગેડ 126 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે છેલ્લી મેચ 8 વિકેટથી હારી ગયા હતા.

આ પણ વાંચો : SRH vs GT Live Score, IPL 2022 : હૈદરાબાદ ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી

આ પણ વાંચો : IPL 2022: આ સિઝનમાં કઈ ટીમ સૌથી મજબૂત છે? મેથ્યુ હેડને આપ્યો જવાબ

g clip-path="url(#clip0_868_265)">