AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની જીત બાદ હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સને કેપ્ટનશીપનો શ્રેય આપ્યો

IPL 2022: ગુજરાત ટાઇટન્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા 7 વિકેટે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને હરાવ્યું. ગુજરાત પહેલાથી જ પ્લે ઓફમાં પહોંચી ગયું છે. જ્યારે ચેન્નઈ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગયું છે.

IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની જીત બાદ હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સને કેપ્ટનશીપનો શ્રેય આપ્યો
Hardik Pandya (PC: IPLt20.com)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 11:41 PM
Share

IPL 2022માં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)નું સારું પ્રદર્શન ચાલુ છે. હાર્દિક પંડ્યાની આગેવાની (Hardik Pandya) હેઠળની ગુજરાત ટાઈટન્સ ટીમે ટૂર્નામેન્ટની 62મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ને 5 બોલ બાકી રહેતા 7 વિકેટે હરાવ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો.

ટૂર્નામેન્ટમાં ગુજરાત ટાઇટન્સ ટીમ (Gujarat Titans)ની આ 10મી જીત હતી. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સના સુકાની તરીકે તેની સફળતાનો શ્રેય મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ને આપે છે. મેચ બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું, ‘જો તમે મેચ વહેલી સમાપ્ત કરીને વધારાના પોઈન્ટ ન મેળવો તો જીતવું મહત્વપૂર્ણ છે.’

હું અગાઉની ફ્રેન્ચાઈઝીમાં શીખેલું મને અત્યારે કામ આવી રહ્યું છેઃ હાર્દિક પંડ્યા

તેની કેપ્ટનશીપ વિશે વાત કરતા હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ કહ્યું, “મેં યોગ્ય કામ કર્યું. કારણ કે હું અગાઉની ફ્રેન્ચાઈઝી માટે રમ્યો હતો. જ્યાં ખેલાડીઓને ઘણી જવાબદારી આપવામાં આવી હતી. મને જવાબદારી લેવી ગમે છે અને તેનાથી મને મદદ મળી. અમે અગાઉ જે કર્યું તે કરવાથી મને મદદ મળી.

હાર્દિક પંડ્યાએ કોચ આશિષ નહેરાની પ્રશંસા કરી

હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ના હેડ કોચ આશિષ નેહરા (Ashish Nehra)ની પણ પ્રશંસા કરી હતી. હાર્દિક પંડ્યાએ કહ્યું, ‘આશિષ નેહરા અને મારી માનસિકતા ઘણી સમાન છે. આપણે બહુ ન બોલવા છતાં સમજીએ છીએ. અમે જોઈશું કે જો કોઈ ખેલાડીને આરામની જરૂર હોય તો અમે આપીશું, નહીં તો અમે અમારી ગતિ ચાલુ રાખીશું. મુખ્ય ટીમ ઉત્સાહથી ભરેલી હોવી જરૂરી છે. જો ઝડપી બોલરોને આરામ કરવો હશે તો અમે રોટેટ કરીશું નહીં તો હું આ ટીમ સાથે રમવા માંગુ છું.

લીગ સ્ટેજની છેલ્લી મેચ બેંગ્લરો ટીમ સામે રમશે

ગુજરાત ટાઇટન્સની ટીમ ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેની છેલ્લી લીગ મેચ રમશે. આ પછી ગુજરાત ટાઇટન્સની ટીમ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે પ્રથમ ક્વોલિફાયરમાં ભાગ લેશે.

g clip-path="url(#clip0_868_265)">