IPL 2022, GT vs PBKS : આજે ગુજરાત અને પંજાબ વચ્ચે મેચ, જાણો બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન

|

May 03, 2022 | 3:25 PM

IPL 2022 : આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલા ગુજરાતની નજર પણ પ્લેઓફમાં સ્થાન મેળવવા પર રહેશે. ગુજરાતની સૌથી મોટી તાકાત એ છે કે કોઈ એક વ્યક્તિ પર નિર્ભર ન રહેવું.

IPL 2022, GT vs PBKS : આજે ગુજરાત અને પંજાબ વચ્ચે મેચ, જાણો બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન
Hardika Pandya and Mayank Agarwal, GT vs PBKS (PC: TV9)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં આજે 48મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ (GT vs PBKS) વચ્ચે રમાશે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ટોપ પર રહેલા ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ની નજર પણ પ્લે ઓફમાં સ્થાન મેળવવા પર રહેશે. બીજી તરફ સુકાની હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની આગેવાની હેઠળની ગુજરાત ટાઇન્સની ટીમ આઈપીએલની આ સિઝનમાં પ્લે ઓફમાં સ્થાન મેળવનારી પ્રથમ ટીમ બનશે, જો ગુજરાતની ટીમ આજે પંજાબ કિંગ્સ (Punjab Kings) ટીમ સામે જીત મેળવવામાં સફળ રહેશે. બીજી તરફ પંજાબને પ્લે ઓફની રેસમાં રહેવા માટે મયંક અગ્રવાલ આજે કોઇ પણ પ્રકારે જીતવા માંગશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં નવી ટીમ આવનાર ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ટીમે અત્યાર સુધી 9 માંથી 8 મેચ જીતી છે. જ્યારે પંજાબ કિંગ્સની ટીમ 9 માંથી 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં 8માં સ્થાને છે. લીગમાં ગુજરાત ટાઇટન્સ ટીમની વાત કરીએ તો ટીમમાં સૌથી મોટી તાકાત એ છે કે કોઈ એક વ્યક્તિ પર નિર્ભર ન રહ્યું. જો એક ખેલાડી ફ્લોપ થાય છે, તો બીજો ખેલાડી જવાબદારી લઇ લે છે. આ લિસ્ટમાં ગુજરાતના સ્ટાર ખેલાડીઓમાં એક રાહુલ તેવટિયા, ડેવિડ મિલર, રાશિદ ખાન અને હાર્દિક પંડ્યા ગુજરાતની સૌથી મોટી તાકાત ગણવામાં આવે છે. જ્યારે જરુર પડે છે ત્યારે આ ખેલાડીઓ મેચ વિનીંગ ઇનિંગ રમીને ટીમને જીત અપાવે છે.

પહેલીવાર જ્યારે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ની ટીમ મેદાન પર ઉતરી હતી ત્યારે રાહુલ તેવટિયા (Rahul Tewatia) એ છેલ્લા 2 બોલમાં સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. પંજાબ કિંગ્સની ટીમમાં સાતત્યનો અભાવ હતો. મયંક અગ્રવાલ, જોની બેરસ્ટો, શિખર ધવન, લિયામ લિવિંગસ્ટોને સાતત્ય દાખવ્યું ન હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગુજરાત ટાઇટન્સઃ
સંભવિત પ્લેઇંગ ઇેલવનઃ

રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (સુકાની), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી

પંજાબ કિંગ્સઃ
સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ

મયંક અગ્રવાલ (સુકાની), શિખર ધવન, જોની બેરસ્ટો (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ભાનુકા રાજપક્ષે, ઋષિ ધવન, કાગીસો રબાડા, રાહુલ ચાહર, સંદીપ શર્મા, અર્શદીપ સિંહ.

Next Article