IPL 2022: ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં રાજસ્થાન રોયલ્સનો દબદબો, જાણો રેસમાં કોણ છે આગળ

IPL 2022 : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 માં હાલ પોઇન્ટ ટેબલની વાત કરીએ તો નવી ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) શરૂઆતથી જ ટોચ પર ચાલી રહી છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ત્રીજા સ્થાને છે.

IPL 2022: ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં રાજસ્થાન રોયલ્સનો દબદબો, જાણો રેસમાં કોણ છે આગળ
Rajasthan Royals (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 9:36 AM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં હાલ મોટા ભાગની ટીમોએ 9 થી 10 મેચ રમી લીધી છે. ત્યારે ઓેરેન્જ અને પર્પલ કેપમાં ટોચના સ્થાને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) નો દબદબો છે. તો પોઇન્ટ ટેબલમાં નવી ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) નો દબદબો છે. ગુજરાતની ટીમ લીગની શરૂઆતથી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ત્યારે પર્પલ કેપ અને ઓરેન્જ કેપમાં કોણ આગળ છે તેના પર એક નજર કરીએ. રાજસ્થાન રોયલ્સનો ઓપનર જોસ બટલર (Jos Buttler) IPLની આ સિઝનમાં ત્રણ દમદાર સદી સાથે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે ઓરેન્જ કેપ પર કબજો જાળવી રાખ્યો છે. IPL ના બીજા સપ્તાહથી તેની પાસે ઓરેન્જ કેપ છે.

જોસ બટલર બીજા સપ્તાહે પણ ટોચના સ્થાને

જોસ બટલર આ સિઝનમાં અદ્ભુત લયમાં જોવા મળી રહ્યો છે. તેણે 10 મેચમાં 65.33 ની એવરેજ અને 150.76 ની સ્ટ્રાઈક રેટથી 588 રન બનાવ્યા છે. મહત્વનું છે કે તેની આસપાસ અન્ય કોઈ બેટ્સમેન પણ નથી. બટલર પછી લખનૌ સુપર જાયન્ટ્સનો સુકાની કેએલ રાહુલ આવે છે. તે 2 સદી સાથે 451 રન બનાવીને ઓરેન્જ કેપની રેસમાં બીજા સ્થાને છે. સનરાઈઝર્સ હૈદરાબાદનો અભિષેક શર્મા પણ સતત રન બનાવીને ઓરેન્જ કેપની રેસમાં જોડાઈ ગયો છે. તેણે અત્યાર સુધીમાં 324 રન બનાવ્યા છે.

યુઝવેન્દ્ર ચહલ પર્પલ કેપમાં ટોચના સ્થાને છે

IPL 2022 ની પર્પલ કેપની રેસમાં હાલ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના બોલર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) સૌથી આગળ છે. તે આ આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને 19 બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલવામાં આવ્યા છે. યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં અત્યાર સુધી 40 ઓવર ફેંકી છે. આમાં તેણે 7.27 ની એવરેજથી ઓવર દીઠ રન આપ્યા છે અને 15.31 ની બોલિંગ એવરેજથી વિકેટ લીધી છે. એટલે કે સરેરાશ દર 15 રન ખર્ચ્યા બાદ યુઝવેન્દ્રને સરેરાસ 1 વિકેટ મળી છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

પર્પલ કેપ માટે યુઝવેન્દ્ર ચહલ બાદ દિલ્હી કેપિટલ્સના કુલદીપ યાદવ (Kuldeep Yadav) અને સનરાઈઝર્સ હૈદરાબાદના ટી નટરાજન તરફથી સખત પડકારનો સામનો કરી રહ્યો છે. આ બંને બોલરોએ અત્યાર સુધીમાં 17-17 વિકેટ લીધી છે. કોલકાતા નાઈટ રાઈડર્સના ઉમેશ યાદવ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વાનિન્દુ હસરંગા પણ પર્પલ કેપની રેસમાં છે. બંને બોલરોએ 15-15 વિકેટ લીધી છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">